ભારતીય ટીમના નવા હેડ કોચ પર મોટું અપટેડ,ગૌતમ ગંભીર હેડ કોચ બનવા માટે તૈયાર : રિપોર્ટ

ટીમ ઈન્ડિયાને નવા કોચ મળવાની ચાહકો છેલ્લા કેટલાક સમયથી રાહ જોઈ રહ્યા છે પરંતુ આને લઈ ગૌતમ ગંભીર બીસીસીઆઈની પહેલી પસંદ છે. હવે ગૌતમ ગંભીરને લઈ એક મોટું અપટેડ સામે આવ્યું છે.

ભારતીય ટીમના નવા હેડ કોચ પર મોટું અપટેડ,ગૌતમ ગંભીર હેડ કોચ બનવા માટે તૈયાર : રિપોર્ટ
Follow Us:
| Updated on: Jul 07, 2024 | 3:33 PM

ટી20 વર્લ્ડકપ 2024 બાદ હેડ કોચ રહેલા રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂર્ણ થશે, બીસીસીઆઈ ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચની શોધમાં છે. રાહુલ દ્રવિડ પછી ગંભીરનું નામ કોચના પદની રેસમાં સૌથી આગળ છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર ભારતના હેડ કોચનું પદ સંભાળવાની તૈયારીમાં હોવાનું જણાય છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ટુંક સમયમાં ભારતના નવા હેડ કોચની જાહેરાત થશે. વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયા પોતાની પહેલી ટી20 સીરિઝ ઝિમ્બાબ્વે સાથે રમી રહી છે.

આ સીરિઝ માટે હેડ કોચ વીવીએસ લક્ષ્મણને બનાવ્યો છે. હવે એવી ચર્ચા થઈ રહી છે કે, શ્રીલંકના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાને નવો હેડ કોચ મળી શકે છે. ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચને લઈ મોટું અપટેડ સામે આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 20-07-2024
અંજીર તમારા શરીરમાં ફાયદાને બદલે કરશે નુકસાન, આ લોકો ભૂલથી પણ ન ખાતા
150 રૂપિયા રોજ બચાવી બનાવી શકશો 2 કરોડ રૂપિયા... SIP નો આ કરોડપતિ ફોર્મ્યુલા છે અદ્ભુત
મખાના ખાવાથી કયો રોગ મટે છે?
આ દેશમાં ભારતના 10 રૂપિયા થઈ જાય છે લગભગ 2 હજાર રૂપિયા
સૂતા પહેલા જીરાનું પાણી પીવાના 5 ફાયદા

KKR માટે ગંભીરનો છેલ્લો વીડિયો

ક્રિકેટ એસોશિએશન ઓફ બંગાળના અધિકારીઓએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ગૌતમ ગંભીર ઈર્ડનમાં શૂટિંગ કરવા માંગતો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો KKRના ચાહકો માટે વિદાય મેસેજ માટે શૂટ કરવામાં આવ્યો હતો. આ એક નાનકડાં કાર્યક્રમથી ગંભીર ચાહકોને અલવિદા કહેશે. જેનાથી અંદાજો લગાવી શકાય છે કે, ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ હશે.

ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બનવાની રેસમાં સૌથી આગળ છે.જેને લઈ બીસીસીઆઈ ગૌતમ ગંભીરનો એક ઈન્ટરવ્યુ પણ લઈ ચુક્યું છે. રિપોર્ટ મુજબ બીસીસીઆઈએ ગંભીરની તમામ શરતો પણ માની લીધી છે. આઈપીએલ 2024માં ગૌતમ ગંભીર કેકેઆરની ટીમના મેન્ટોરના રુપમાં વાપસી થઈ હતી. આ દરમિયાન કેકેઆરે આઈપીએલનું ટાઈટલ પોતાને નામ કર્યું હતું. ત્યારબાદ ગંભીરના ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવાની ચર્ચાઓ તેજ બની હતી.

27 જુલાઈથી શ્રીલંકા સાથે સીરીઝ

હાલમાં ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે. જ્યાં નવા કેપ્ટન અને નવા કોચ સાથે ટીમ રમવા પહોંચી છે. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા 5 ટી20 મેચ રમશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકાના પ્રવાસ પર જશે. આ પ્રવાસ પર ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બની શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">