Free Hitને સંજય માંજરેકરે બકવાસ ગણાવી, અશ્વિને ફ્રી બોલની જ માંગ કરી લીધી

પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે (Sanjay Manjrekar) ફ્રી હીટના નિયમને બકવાસ ગણાવ્યો છે. માંજરેકરે તેને ક્રિકેટમાંથી હટાવી દેવા સુધીની માંગ કરતો રોષ વ્યક્ત કર્યો છે.

Free Hitને સંજય માંજરેકરે બકવાસ ગણાવી, અશ્વિને ફ્રી બોલની જ માંગ કરી લીધી
Sanjay Manjrekar-R Ashwin
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 28, 2021 | 5:57 PM

ક્રિકેટની દુનિયામાં ફ્રી હીટ (Free Hit)નું પણ અનોખુ આકર્ષણ ધરાવે છે. ફ્રી હીટની શરુઆત થયા બાદ બેટ્સમેન અને ફેન્સને તો તેનુ નામ સાંભળતા જ શરીર રોમાંચિત થઈ જાય છે. પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે (Sanjay Manjrekar) ફ્રી હીટના નિયમને બકવાસ ગણાવ્યો છે. માંજરેકરે તેને ક્રિકેટમાંથી હટાવી દેવા સુધીની માંગ કરતો રોષ વ્યક્ત કર્યો છે તો સ્પિનર અશ્વિને (Ashwin) ફ્રી હીટના બદલામાં એક ખાસ નિયમની માંગ કરી લીધી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

માંજરેકરે ફ્રી હીટ અને લેગ બાય જેવા નિયમોને બોલરો માટે અનફેયર બતાવ્યા છે. જેને લઈને સ્ટાર સ્પિનર અશ્વિને ટ્વીટર પર માંજરેકરને રિપ્લાય કર્યો હતો. તેમણે લખ્યુ હતુ કે કમ ઓન સંજય માંજરેકર. ફ્રી હીટ સારુ માર્કેટીંગ ટૂલ છે અને તેને ફેન્સ પણ ખૂબ પસંદ કરે છે. ચાલો એમ કરી એ કે બોલરના હિસ્સામાં પણ એક ફ્રી બોલ જોડી દેવામાં આવે.

તેમણે કહ્યું જ્યારે પણ નોન સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા બેટ્સમેન બોલ ફેંકતા પહેલા ક્રિઝ છોડી દે, ત્યારે ફ્રી બોલ આપો. જો ફ્રી બોલ પર વિકેટ મળી જાય છે તો તે બોલરના હિસ્સામાંથી અને ટીમના સ્કોરમાંથી 10 રન ઘટાડી દેવામાં આવે.

અશ્વિને વધુ એક ટ્વીટ કરીને આગળ લખ્યુ હતુ. યાદ રહે તમારે ક્રીઝ ત્યારે જ છોડવાની છે, જ્યારે બોલરના હાથમાંથી બોલ નિકળી જાય. IPLની એક મેચમાં પંજાબ કિંગ્સ (Punjab Kings) તરફથી રમતા અશ્વિને માંકડિંગ વિકેટ ઝડપી હતી. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ના જોસ બટલરને તે મેચમાં માંકડિંગ આઉટ કર્યો હતો. જેને લઈને તેની ખૂબ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: WTC 2021: ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલને લઈ ટાઈ અને ડ્રોને લઈ નિયમ જાહેર, જાણો શું છે નિયમો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">