AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC 2021: ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલને લઈ ટાઈ અને ડ્રોને લઈ નિયમ જાહેર, જાણો શું છે નિયમો

ICCએ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ (WTC Final)થી જોડાયેલા તમામ નિયમોને લઈને એલાન કરી દીધુ છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આગામી 18મી જૂનથી ફાઈનલ મેચ રમાનારી છે.

WTC 2021: ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલને લઈ ટાઈ અને ડ્રોને લઈ નિયમ જાહેર, જાણો શું છે નિયમો
World Test Championship
Avnish Goswami
| Edited By: | Updated on: May 28, 2021 | 5:19 PM
Share

ICCએ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ (WTC Final)થી જોડાયેલા તમામ નિયમોને લઈને એલાન કરી દીધુ છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આગામી 18મી જૂનથી ફાઈનલ મેચ રમાનારી છે. સાઉથેમ્પંટન (Southampton)માં રમાનારી ફાઈનલ મેચમાં ટકરાનારી બન્ને ટીમો ટેસ્ટ રેન્કીંગમાં વિશ્વમાં ટોચની બે ટીમ છે.

આઈસીસીના ટેસ્ટ ક્રિકેટની વિશ્વકપ કહેવાતી આ ટુર્નામેન્ટ મજેદાર રહેવાની આશા છે. જે મેચને લઈને આઈસીસીએ તમામ નિયમોની જાણકારી જારી કરી દીધી છે. જેમાં પ્લેઈંગ કંડીશનથી લઈને રિઝર્વ ડે (Reserve Day) પણ સામેલ છે, મેચ ટાઈ કે ડ્રો થવાની સ્થિતીમાં શું થશે તે પણ સ્પષ્ટતા કરી દેવાઈ છે.

ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ ડ્રો કે ટાઈ થવા પર બંને ટીમોને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરાશે. WTC Finalથી જોડાયેલ પ્લેયીંગ કંડીશનને લઈને આઈસીસીનો નિયમ મુજબ આમ પરિણામ રહેશે. ફાઈનલ મેચ માટે એક દિવસ રિઝર્વ દિવસ રાખવામાં આવેલ છે. જેનો ઉપયોગ સમય બગડવાની સ્થિતીમાં ઉપયોગ કરવામાં આવશે. આઈસીસીએ 23 જૂનને રીઝર્વ દિવસ રાખેલ છે. આ બંને નિયમો પહેલા પણ ટુર્નામેન્ટમાં યથાવત હતા.

પાંચ દિવસની રમત રમવા પર રિઝર્વ ડેનો ઉપયોગ નહીં

રિઝર્વ ડે હોવાને લઈને 5 દિવસની મેચ પુરી રમાશે. રિઝર્વ ડેના ઉપયોગ માટેનો આખરી નિર્ણય 5માં દિવસની રમતના અંતિમ કલાક દરમ્યાન લેવાશે. જો પાંચ દિવસની રમત પુરી થયા બાદ પણ પરિણામ નથી આવતુ તો રિઝર્વ ડે નહીં મળી શકે. આવી સ્થિતીમાં મેચ ડ્રો જાહેર કરવામાં આવશે.

આવો હશે ચેમ્પિયનશીપનો બોલ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે WTC Final મેચ ગ્રેડ 1 ડ્યૂક ક્રિકેટ બોલ વડે રમાડવામાં આવશે. શોર્ટ રનના મામલામાં થર્ડ અંપાયર ફિલ્ડ અંપાયરના કોલ પર રિવ્યૂ કરી શકે છે. તેમની સાથે વાત કરીને અંતિમ નિર્ણય લઇ શકે છે.

આ પણ વાંચો: Akshar Patel: ટેસ્ટ ટીમમાં કેમ નથી મળતુ સ્પીનરને સ્થાન ? જાણો શુ કહે છે અક્ષર પટેલ

g clip-path="url(#clip0_868_265)">