Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ અશ્વિન અને હરભજનમાંથી મુશ્કેલ બોલરનું નામ જણાવ્યું

અશ્વિને હાલમાં જ શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કરતા મેચમાં 6 વિકેટ ઝડપી હતી અને એક અડધી સદી ફટકારી હતી. તો તેણે કપિલ દેવનો ટેસ્ટમાં 434 વિકેટ લેવાનો રેકોર્ડ પણ તોડ્યો હતો.

આ ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ અશ્વિન અને હરભજનમાંથી મુશ્કેલ બોલરનું નામ જણાવ્યું
Ashwin and Harbhajan Singh (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 9:34 PM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખેલાડીઓની સરખામણી અવારનવાર જોવા મળે છે. આવું બેટિંગ અને બોલિંગ બંનેમાં થાય છે. આ વખતે પણ કંઈક આવું જ બન્યું છે. પૂર્વ ભારતીય ખેલાડી ગૌતમ ગંભીરે રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) અને હરભજન સિંહ (Harbhajan Singh) વચ્ચેના મુશ્કેલ બોલરને લઈને નિવેદન આપ્યું છે. ગંભીરે બંનેની સરખામણી કરી છે.

સ્ટાર સ્પોર્ટ્સ પર ગૌતમ ગંભીરે કહ્યું કે એક બેટ્સમેન તરીકે હું અશ્વિનનો સામનો કરવા માંગતો નથી, પરંતુ હરભજન સિંહને જોવા માંગુ છું. તેનો અર્થ એ હતો કે ડાબા હાથના બેટ્સમેન તરીકે હું હંમેશા વિચારતો હતો કે અશ્વિન મને આઉટ કરી શકે છે, પરંતુ વિશ્લેષક તરીકે હરભજનને તે ઉછાળ હતો. તેની પાસે બીજો બોલ હતો. ડાબોડી કે અન્ય કોઈ બેટ્સમેન માટે અશ્વિનનો સામનો કરવો વધુ મુશ્કેલ છે કારણ કે તે તેની ગતિની વિવિધતાને કારણે વધુ સચોટ અને કઠિન છે. હરભજનને જોઈને વધુ આનંદ થતો હતો.

મહત્વનું છે કે પોતાની શાનદાર સ્પિન બોલિંગને પગલે અશ્વિન ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારો બીજો બોલર બની ગયો છે. તેણે હરભજન સિંહને પાછળ છોડી દીધો હતો તથા કપિલ દેવનો 434 વિકેટનો રેકોર્ડ પણ તોડ્યો હતો. અનિલ કુંબલે હવે તેનાથી આગળ છે. અનિલ કુંબલેની ટેસ્ટ ક્રિકેટમાં 619 વિકેટ છે.

Beer at Home : ઘરે બીયર બનાવવા જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી
છૂટાછેડા બાદ ધનશ્રી વર્માની પહેલી હોળી, જુઓ તસવીરો
IPL Youngest Captain : IPL 2025 નો સૌથી યુવા કેપ્ટન કોણ છે?
રણબીર કપૂરથી 11 વર્ષ નાની છે આલિયા ભટ્ટ, જુઓ ફોટો
દુનિયાની સૌથી મોંઘી વ્હિસ્કી કેવી રીતે બને છે, જાણો કિંમત
યુઝવેન્દ્ર ચહલ વિદેશી ટીમમાં જોડાયો, જુઓ ફોટો

મોહાલીમાં શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં અશ્વિને શાનદાર પ્રદર્શન કરતા મેચમાં કુલ 6 વિકેટ ઝડપી હતી અને આ સાથે તેણે કપિલ દેવનો 434 વિકેટનો રેકોર્ડ પણ તોડ્યો હતો. તેણે બેટિંગમાં સારું પ્રદર્શન કરતાં અડધી સદી પણ ફટકારી હતી. આ પછી તેણે બોલિંગમાં તેણે પહેલી ઈનિંગમાં 2 અને બીજી ઈનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. અશ્વિન આવનારા સમયમાં હજુ ઘણી વિકેટ લેશે. તેની સ્પિન બોલિંગ ભારતીય ટીમ માટે ઘણી ટુર્નામેન્ટમાં મેચ વિનર સાબિત થઈ છે. શ્રીલંકા સામે ભારતની આગામી ટેસ્ટ પિંક બોલ ટેસ્ટ હશે. આ મેચ બેંગ્લોરમાં રમાશે.

આ પણ વાંચો : ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટબોલર એસ શ્રીસંતે ક્રિકેટમાંથી લીધી નિવૃતી, ટ્વીટ કરી આપી જાણકારી

આ પણ વાંચો : “ક્રિકેટર સાથે લગ્ન કર્યા બાદ જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે”, જાણો ધોનીની પત્ની સાક્ષીએ કેમ કહ્યું આવું

g clip-path="url(#clip0_868_265)">