“ક્રિકેટર સાથે લગ્ન કર્યા બાદ જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે”, જાણો ધોનીની પત્ની સાક્ષીએ કેમ કહ્યું આવું
મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષીના લગ્ન 04 જુલાઈ, 2010ના રોજ થયા હતા. સાક્ષી મોટા ભાગની ટુર્નામેન્ટમાં ધોનીને સપોર્ટ કરતી જોવા મળે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)એ મહિલા દિવસ પર એક ખાસ વીડિયો શેયર કર્યો હતો. જેમાં તેની ટીમના ખેલાડીઓની પત્નીઓને બતાવવામાં આવી હતી. આ વીડિયોમાં વાત કરતી વખતે સાક્ષી ધોની (Sakshi Dhoni)એ જણાવ્યું કે કેવી રીતે ક્રિકેટરોની પત્નીઓ ક્રિકેટમાં તેમના પતિઓની સિદ્ધી પર ગર્વ અનુભવે છે. સાક્ષીએ પણ વાત કરી હતી કે ખેલાડીઓ માટે ક્રિકેટમાં ટોચ પર પહોંચવું કેટલું મુશ્કેલ છે. સાક્ષીએ કહ્યું કે એક પ્રોફેશનલ ક્રિકેટર સાથે લગ્ન કર્યા પછી લોકોએ ઘણું બદલવું પડે છે અને પોતાના પાર્ટનરને આરામદાયક રાખવા માટે ઘણી બધી બાબતોમાં એડજસ્ટ થવું પડે છે.
ધોની (MS Dhoni)ની પત્ની સાક્ષીએ વધુમાં કહ્યું કે “જ્યારે તમે લગ્ન કરો છો અને તમારા પતિ ઓફિસ જાય છે ત્યારે તમારું સામાન્ય જીવન બદલાઈ જાય છે, પરંતુ અમારા પતિઓ રમવા જાય છે ત્યારે મને લાગે છે કે તમારે તમારી જાતને તેઓ જે રીતે ઈચ્છે છે તે રીતે એડજસ્ટ અને રૂપાંતરિત કરવા પડશે.
મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષીના લગ્ન 04 જુલાઈ, 2010ના રોજ થયા હતા. સાક્ષીએ ઘણી મહત્વની ટૂર્નામેન્ટ માટે ધોની સાથે નિયમિત મુસાફરી કરી છે અને મોટાભાગની ટુર્નામેન્ટ સમયે સ્ટેડિયમ પરથી ધોનીને સપોર્ટ કરતી જોવા મળી છે. ખાસ કરીને તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની કોઈપણ મેચ ચૂકતી નથી.
લોકો હંમેશા પ્રશ્નો ઉભા કરવા માટે તૈયાર હોય છેઃ સાક્ષી
સાક્ષીએ પ્રખ્યાત ક્રિકેટ સ્ટારની પત્ની હોવાના પડકારો વિશે પણ વાત કરી છે. સાક્ષીએ કહ્યું કે લોકો હંમેશા તમને સવાલ કરવા માટે તૈયાર હોય છે અને કેમેરાની સામે તમારી જાતને સ્વાભાવિક રાખવું મુશ્કેલ છે.
સાક્ષીએ વધુમાં કહ્યું કે, “તમારી પાસે તમારી પોતાની ખાનગી જગ્યા નથી અને કેમેરાની સામે તમે સામાન્ય માહોલની જેમ ન રહી શકો. કેટલાક લોકો કેમેરાની સામે ઘણા સામાન્ય રહેતા હોય છે, પરંતુ કેટલાક નથી રહી શકતા. ખાસ કરીને જ્યારે તે જાહેર જનતાની વાત કરીએ ત્યારે તેઓ તમારા પર પ્રશ્નો ઉઠાવવા માટે તૈયાર છે. ક્યારેક એવું બને છે કે જ્યારે તમે મિત્રો સાથે સમય વિતાવતા હોવ ત્યારે પણ લોકો તમારા વિશે વાત કરવા લાગે છે.
આ પણ વાંચો : ICC Test Ranking: રવિન્દ્ર જાડેજાએ કરી કમાલ, 2017 બાદ ફરીવાર ટેસ્ટ ઓલરાઉન્ડ નંબર 1 બન્યો
આ પણ વાંચો : ICC Women’s World Cup: રોમાંચક મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ફરી જીત મેળવી, ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક જીત મેળવી