જે દેશ માટે પિતાએ ક્રિકેટના મેદાનમાં પોતાનું લોહી રેડ્યું, પુત્રએ તેને છોડીને આ ટીમની જર્સી પહેરી

|

Sep 16, 2024 | 8:39 PM

પિતાની જેમ પુત્ર પણ વિકેટકીપર બેટ્સમેન બન્યો. પરંતુ તે તેના પિતાની જેમ પોતાના દેશ માટે રમી શક્યો ન હતો. પિતા ડેવિડ રિચાર્ડસન 8 વર્ષ સુધી દક્ષિણ આફ્રિકા માટે ક્રિકેટ રમ્યા હતા, જ્યારે પુત્ર માઈકલ રિચાર્ડસન જર્મની માટે ક્રિકેટ રમ્યો.

જે દેશ માટે પિતાએ ક્રિકેટના મેદાનમાં પોતાનું લોહી રેડ્યું, પુત્રએ તેને છોડીને આ ટીમની જર્સી પહેરી
Michael Richardson (Photo - Ian Horrocks/Getty Images)

Follow us on

એવા ઘણા ક્રિકેટરો છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે દેશોનું પ્રતિનિધિત્વ કર્યું છે. પરંતુ, આ પિતા અને પુત્રની વાર્તા છે. પિતા ડેવિડ રિચાર્ડસન જે દક્ષિણ આફ્રિકા માટે ક્રિકેટ રમ્યા છે અને તેમનો પુત્ર માઈકલ રિચાર્ડસન જે જર્મની માટે ક્રિકેટ રમે છે. ક્રિકેટ રિચર્ડસન પરિવારના લોહીમાં છે. ડેવિડ રિચર્ડસનના પિતા, તેમના સંબંધીઓ અને પિતરાઈ ભાઈઓ તમામ ક્રિકેટર રહી ચૂક્યા છે. એ અલગ વાત છે કે ડેવિડ રિચર્ડસનની જેમ આ બધા સાઉથ આફ્રિકા તરફથી આંતરરાષ્ટ્રીય મેચ રમી શક્યા નથી. પરંતુ, ચોક્કસપણે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા છે.

ડેવિડ રિચર્ડસન દક્ષિણ આફ્રિકા તરફથી રમ્યા

વિકેટકીપર બેટ્સમેન ડેવિડ રિચર્ડસને વર્ષ 1991માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ભારત સામે રમાયેલી ODI મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. રિચર્ડસને ડેબ્યૂ મેચમાં 4 રન બનાવવા સિવાય 2 સ્ટમ્પિંગ કર્યા હતા. બીજા જ વર્ષે એટલે કે એપ્રિલ 1992માં તેમણે બ્રિજ ટાઉનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પણ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાં પણ તેમનું ડેબ્યુ કંઈ ખાસ નહોતું. તે બે ઈનિંગ્સમાં કુલ 10 રન જ બનાવી શક્યા હતા.

8 વર્ષમાં 42 ટેસ્ટ, 122 વનડે રમી

ડેવિડ રિચર્ડસને દક્ષિણ આફ્રિકા તરફથી 8 વર્ષ સુધી ક્રિકેટ રમી હતી. આ સમયગાળા દરમિયાન, તેમણે 42 ટેસ્ટ અને 122 વનડે રમી હતી, જેમાં વિકેટની સામે તેનું પ્રદર્શન ભલે તેટલું શાનદાર ન હોય, પરંતુ વિકેટ પાછળ તેનું પ્રદર્શન ખૂબ જ પ્રભાવશાળી હતું. ડેવિડ રિચર્ડસને વિકેટકીપર તરીકેની તેમની ટેસ્ટ કારકિર્દીમાં 150 કેચ અને 2 સ્ટમ્પિંગ સહિત કુલ 152 આઉટ કર્યા. જ્યારે ODIમાં તેમણે 148 કેચ અને 17 સ્ટમ્પિંગ સાથે કુલ 165 ને આઉટ કર્યા હતા. આ આંકડાઓને કારણે ડેવિડ રિચર્ડસનનું નામ દક્ષિણ આફ્રિકાના સર્વશ્રેષ્ઠ વિકેટકીપર્સમાં ગણવામાં આવે છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

પુત્ર માઈકલ રિચર્ડસને જર્મની માટે ડેબ્યૂ કર્યું

પરંતુ, દેશના સર્વશ્રેષ્ઠ વિકેટકીપર માઈકલ રિચર્ડસનનો પુત્ર દક્ષિણ આફ્રિકા છોડીને ક્રિકેટ રમવા જર્મની ગયો હતો. માઈકલ રિચર્ડસને 2019માં જર્મની તરફથી T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. ડેવિડ રિચર્ડસનના પુત્રએ જર્મની માટે તેની પ્રથમ મેચ ડેનમાર્ક સામે ICC મેન્સ T20 વર્લ્ડ કપ યુરોપ રિજન ફાઈનલમાં રમી હતી.

પિતાની જેમ પુત્ર પણ વિકેટકીપર બેટ્સમેન

માઈકલ રિચર્ડસનની જર્મનીની ટીમમાં એ જ ભૂમિકા છે જે તેના પિતા ડેવિડ રિચર્ડસનની દક્ષિણ આફ્રિકાની ટીમમાં હતી. માઈકલ રિચર્ડસને જર્મની માટે અત્યાર સુધીમાં 25 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 2 અડધી સદી સાથે 511 રન બનાવ્યા છે અને વિકેટ પાછળ 25 આઉટ કર્યા છે.

આ પણ વાંચો: IND vs BAN: વિરાટ કોહલીએ આ 2 બોલરોનો સામનો કર્યો, રોહિતે સ્પિનરો પર કર્યો ફોકસ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 8:38 pm, Mon, 16 September 24

Next Article