ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ઈંગ્લેન્ડમાં ઈતિહાસ રચવાની અણી પર ઉભી છે. ગયા વર્ષે કોરોનાને કારણે જે ટેસ્ટ સિરીઝમાં વિક્ષેપ પડ્યો હતો તે હવે ફરી એકવાર શરૂ થઈ રહ્યો છે. ભારતીય ટીમ પાંચ મેચોની શ્રેણીમાં 2-1થી આગળ છે. શ્રેણીની છેલ્લી મેચ 1 જુલાઈથી એજબેસ્ટન ખાતે રમાશે.
એજબેસ્ટન ટેસ્ટ માટે પણ એક વિચિત્ર સંયોગ બની રહ્યો છે. કારણ કે છેલ્લી વખત જ્યારે ભારતે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતી હતી ત્યારે રાહુલ દ્રવિડ (Rahul Dravid) ભારતના સુકાની હતા. રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ 2007 માં શ્રેણી 1-0 થી જીતી હતી. હવે ભૂમિકા બદલાઈ ગઈ છે. 15 વર્ષ પછી રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ છે અને હવે ભારત શ્રેણી જીતવાની નજીક પહોંચી ગઇ છે.
2007 ભારતીય ક્રિકેટ ચાહકો ક્યારેય ભૂલી શકતા નથી. વર્ષની શરૂઆતમાં ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપમાં ખરાબ સ્થિતિ હતી. ત્યારે ટીમે ચાહકોના દિલ ખરાબ રીતે તોડી નાખ્યા હતા. ત્યાર બાદ જ્યારે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ત્યારે રાહુલ દ્રવિડ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી કે ટીમ અહીં કંઈક શાનદાર પ્રદર્શન કરશે. ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં પણ આવું થયું. ભારતે પ્રથમ અને ત્રીજી ટેસ્ટ ડ્રો કરી.
જ્યારે ટ્રેન્ટબ્રિજમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયા તરફથી આ મેચમાં હીરો ઝહીર ખાન હતો. જેણે કુલ 9 (4+5) વિકેટ લીધી હતી. આ સાથે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ, દિનેશ કાર્તિક અને વસીમ જાફરે બેટિંગમાં અડધી સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી.
2007: ભારત 1-0 થી જીત્યું
2011: ભારત 4-0 થી હાર્યું
2014: ભારત 3-1 થી હાર્યું
2018: ભારત 4-1 થી હાર્યું
2021-22: ભારત 2-1 થી આગળ
15 વર્ષ બાદ રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બન્યો છે. ગયા વર્ષે જ્યારે આ શ્રેણી થઈ ત્યારે રવિ શાસ્ત્રી ભારતીય ટીમના કોચ હતા અને વિરાટ કોહલી ટીમની કમાન સંભાળતા હતા. હવે જ્યારે સિરીઝની છેલ્લી મેચ રમાઈ રહી છે ત્યારે રાહુલ દ્રવિડ કોચ છે અને રોહિત શર્મા (Rohit Sharma) કેપ્ટન છે. જ્યારે રવિ શાસ્ત્રી તેના આક્રમક કોચિંગ માટે જાણીતા છે. ત્યારે રાહુલ દ્રવિડની રમતની પ્રકૃતિ યોગ્ય પ્રક્રિયા પર રહી છે.
રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ભારતે મોટાભાગની મેચ ભારતમાં જ રમી છે. તેથી ઈંગ્લેન્ડની પરીક્ષા એટલી સરળ નહીં હોય. જોકે, ક્રિકેટર તરીકે રાહુલ દ્રવિડનો રેકોર્ડ ઈંગ્લેન્ડમાં મજબૂત રહ્યો છે.