AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Emerging Asia Cup: કેપ્ટન યશ ધુલની શાનદાર સદી, ભારતે UAEને બે વિકેટે હરાવ્યું

ભારતીય કેપ્ટન યશ ધુલની સદીના સહારે ઇમર્જિંગ એશિયા કપ 2023માં ટીમ ઈન્ડિયાએ પહેલો મુકાબલો જીતી લીધો હતો. UAE સામેની મેચમાં ભારતની યુવા ટીમે બેટિંગ અને બોલિંગ બંનેમાં દમદાર પ્રદર્શન કર્યું હતું.

Emerging Asia Cup: કેપ્ટન યશ ધુલની શાનદાર સદી, ભારતે UAEને બે વિકેટે હરાવ્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2023 | 6:47 PM
Share

શ્રીલંકામાં શરૂ થયેલ ઇમર્જિંગ એશિયા કપ (Emerging Asia Cup) 2023ના બીજા દિવસે ભારત A ટીમે UAE Aને હરાવી ટુર્નામેન્ટની વિજયી શરૂઆત કરી હતી. ઇમર્જિંગ એશિયા કપમાં ભારતની પહેલી જ મેચમાં ટીમના કેપ્ટન યશ ધુલે તોફાની સદી ફટકારી હતી. તેની સદીના આધારે ભારતે 8 વિકેટે જીત મેળવી હતી. ઇમર્જિંગ એશિયા કપ કોલંબોમાં રમાઈ રહ્યો છે, જેની ત્રીજી મેચમાં ભારત A ને UAE A એ પડકાર આપ્યો હતો.

ભારત-Aની પહેલી જીત

પ્રથમ બેટિંગ કરતા UAEની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 175 રન જ બનાવી શકી હતી. જેની સામે ભારત A એ પ્રથમ 2 વિકેટ ગુમાવીને 141 બોલમાં 176 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ભારતે 8 વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી UAEની ટીમ ભારતીય આક્રમણ સામે ટકી શકી ન હતી. ભારતીય બોલરોએ UAEના બેટ્સમેનોને મુક્તપણે રમવાની એક પણ તક આપી ન હતી. UAE માટે અશ્વનાથે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા.

હર્ષિત રાણાએ 4 વિકેટ લીધી

હર્ષિત રાણાએ 41 રનમાં 4 વિકેટ લીધી હતી. જ્યારે નીતિશ કુમાર રેડ્ડી અને માનવને 2-2 સફળતા મળી હતી. જવાબમાં ભારતીય ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ભારતે બંને ઓપનરની વિકેટ શરૂઆતમાં જ ગુમાવી દીધી હતી. સાઈ સુદર્શન 8 અને અભિષેક શર્મા 19 રન બનાવી આઉટ થયા હતા. આ પછી ટીમને કેપ્ટન યશ ધુલ અને નિકિન જોસે બાજી સંભાળી હતી. બંનેએ શાનદાર બેટિંગ કરી હતી.

આ પણ વાંચો : MLC 2023: IPL બાદ USAમાં પણ સુપર કિંગ્સનો ધમાકો, પાકિસ્તાની ખેલાડીએ જિતાડી મેચ

લિસ્ટ A ક્રિકેટમાં યશ ધુલની પ્રથમ સદી

યશ ધુલ અને નિકિન જોસે ભારતને જીત અપાવી હતી. કેપ્ટને 84 બોલમાં અણનમ 108 રન બનાવ્યા, જેમાં તેણે 20 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. તેણે 81 બોલમાં પોતાના 100 રન પૂરા કર્યા હતા. લિસ્ટ A ક્રિકેટમાં યશ ધુલની આ પ્રથમ સદી પણ છે. બીજા છેડે નિકિને 53 બોલમાં અણનમ 41 રન ફટકાર્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">