Asia Cup 2023 માટે ભારતીય ટીમની થઈ જાહેરાત, રિયાન પરાગને પણ મળી તક
Asia Cup 2023 Team India : ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે છે. થોડા સમય પહેલા જ વનડે વર્લ્ડ કપ 2023નો કાર્યક્રમ જાહેર થયો હતો. આ બધા વચ્ચે બીસીસીઆઈ એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે.
Emerging Teams Asia Cup 2023 : જુલાઈ 2023માં શ્રીલંકામાં રમાનારા ક્રિકેટ એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ કપ 2023ના ઉત્સાહ વચ્ચે ભારતના પડોશી દેશ શ્રીલંકામાં ઈમર્જિંગ એશિયા કપ 2023ની શરુઆત થશે. જેના માટે ઈન્ડિયા A ટીમની કમાન યશ ધુલને સૌંપવામાં આવી છે. જ્યારે પંજાબના ઓલરાઉન્ડર ખેલાડી એભિષેક શર્માને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 13 જુલાઈથી શરુ થતી આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમના સ્ટેન્ડ બાય ખેલાડીઓમાં રિયાન પરાગને પણ સામેલ કરવામાં આવ્યો છે.
ઈમર્જિંગ એશિયા કપમાં કુલ 8 ટીમો રમશે. આ ટુર્નામેન્ટમાં 2 ગ્રુપમાં ટીમોને વિભાજીત કરવામાં આવી છે. ગ્રુપ બીમાં યુએઈ, પાકિસ્તાન, નેપાળ અને ભારતની ટીમ છે. જ્યારે ગ્રુપ એમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, ઓમાન અને અફગાનિસ્તાનની ટીમ છે. બંને ગ્રુપમાં ટોપ પર રહેનારી ટીમો વચ્ચે સેમિફાઈનલ મેચ રમાશે.
આ પણ વાંચો : MS Dhoni-Sakshi ના લગ્નને પૂરા થયા 13 વર્ષ, જાણો આ ક્યૂટ કપલની પહેલી મુલાકાતની હકીકત
એશિયા કપ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત
NEWS – India A squad for ACC Men’s Emerging Teams Asia Cup 2023 announced.
More details here – https://t.co/TCjU0DGbSl pic.twitter.com/6qCDxfB17k
— BCCI (@BCCI) July 4, 2023
આ પણ વાંચો : Viral: ઘરમાં દીકરી સાથે ક્રિકેટ રમતો જોવા મળ્યો કેન વિલિયમ્સન, જુઓ Video
ઈન્ડિયા A સ્ક્વોડઃ યશ ધુલ (કેપ્ટન), અભિષેક શર્મા (વાઈસ-કેપ્ટન), સાઈ સુદર્શન, નિકિન જોસ, પ્રદોષ રંજન પોલ, રિયાન પરાગ, નિશાંત સિંધુ, પ્રભસિમરન સિંહ, ધ્રુવ જુરેલ, માનવ સુથાર, યુવરાજસિંહ ડોડિયા, હર્ષિત રાણા, આકાશ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, રાજ્યવર્ધન હંગરગેકર
સ્ટેન્ડબાય ખેલાડીઓઃ હર્ષ દુબે, નેહલ વાઢેરા, સ્નેલ પટેલ અને મોહિત રેડકર
જૂનિયર ક્રિકેટ કમિટીએ મંગળવારે ઈન્ડિયા-એ ટીમની પસંદગી કરી અને આઈપીએલ 2023 અને TNPLમાં શાનદાર પ્રદર્શન કરનાર બેટ્સમેન સાઈ સુદર્શનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું. હરિયાણાના ઓલરાઉન્ડર નિશાંત સિંધુ, પંજાબના વિકેટકીપર પ્રભસિમરન સિંહ, ધ્રુવ જુરેલની પણ ભારત A ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Ashes 2023 : બે ટેસ્ટમાં હાર બાદ ઈંગ્લેન્ડને વધુ એક ઝટકો, વાઇસ કેપ્ટન થયો સીરિઝથી બહાર
ઇમર્જિંગ એશિયા કપમાં ટીમ ઇન્ડિયાનું શેડ્યૂલ
- ભારત-A vs યુએઈ-A, 13 જુલાઈ
- ભારત-A vs પાકિસ્તાન -A, 15 જુલાઇ
- ભારત-A vs નેપાળ, 18 જુલાઈ
- સેમિફાઈનલ 1 – 21 જુલાઈ
- સેમિફાઇનલ 2-21 જુલાઈ
- અંતિમ – 23 જુલાઈ