Dharmendra Death : 10 કિલો લોહી ઓછું થઈ ગયું… ધર્મેન્દ્રના મૃત્યુ પર સચિન તેંડુલકર-વિરાટ કોહલી થયા ભાવુક
પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થયું છે. આ દુઃખદ સમાચારથી બોલિવૂડ અને ક્રિકેટ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. વિરાટ કોહલી અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ક્રિકેટરોએ ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી છે.

ધર્મેન્દ્રના નિધનથી બોલિવૂડમાં એક યુગનો અંત આવ્યો છે. તેમના નિધનથી સમગ્ર બોલિવૂડ શોકમાં ડૂબી ગયું છે અને ક્રિકેટ સુપરસ્ટાર પણ ખૂબ જ ભાવુક થઈ ગયા છે. ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર અને વર્તમાન યુગના મહાન બેટ્સમેનોમાંના એક વિરાટ કોહલીએ ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સચિને તો લખ્યું છે કે આજે તેનું 10 કિલોગ્રામ લોહી ઓછું થઇ ગયું છે. વિરાટ કોહલીએ ‘X’ પર લખ્યું છે કે બોલિવૂડે એક સાચો આઈકોન ગુમાવ્યો છે.
સચિને ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી
ધર્મેન્દ્રને યાદ કરતાં સચિને લખ્યું, “બીજા બધાની જેમ, મેં ધર્મેન્દ્રને એક એવા અભિનેતા તરીકે જોયો જેમણે પોતાની પ્રતિભાથી આપણું મનોરંજન કર્યું. મને તે તરત જ ગમ્યા. જ્યારે હું તેમને મળ્યો, ત્યારે સ્ક્રીનની બહારનો સંબંધ ગાઢ બન્યો. તેમની ઉર્જા અદ્ભુત હતી, અને તેઓ હંમેશા મને કહેતા, ‘તમને જોઈને મારું લોહી એક કિલો વધી જાય છે.’ તેમની પાસે એક હૂંફ હતી જેનાથી તેમની આસપાસના દરેકને ખૂબ જ ખાસ લાગતું હતું. તેમના વ્યક્તિત્વથી, તેમના ફેન ન બનવું અશક્ય હતું. આજે, તેમના જવાથી મારું 10 કિલો લોહી ઓછું થઇ ગયું છે. હું તમને ખૂબ જ યાદ કરીશ.”
વિરાટ કોહલી થયો ભાવુક
વિરાટ કોહલીએ પણ ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું, “આજે આપણે ભારતીય સિનેમાના દિગ્ગજને ગુમાવ્યા છે, જેમણે પોતાની પ્રતિભાથી દિલ જીતી લીધા હતા. એક સાચી પ્રતિભા જેમણે તેમને જોનારા દરેકને પ્રેરણા આપી હતી. આ મુશ્કેલ સમયમાં ભગવાન તેમના પરિવારને શક્તિ આપે. સમગ્ર પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના.”
યુવરાજ સિંહે ઈમોશનલ પોસ્ટ શેર કરી
યુવરાજ સિંહે પણ ધર્મેન્દ્રના નિધન પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી. યુવીએ લખ્યું, “દરેક ઘરમાં ધર્મેન્દ્રની એક પ્રિય ફિલ્મ હતી. તે અમારા બાળપણ અને ભારતીય સિનેમાના શ્રેષ્ઠ યુગનો ભાગ હતા. તેમણે દરેક પાત્રને પ્રામાણિકતાથી નિભાવ્યું, જ્યાં પણ ગયા ત્યાં પંજાબની હૂંફ પોતાની સાથે લઈ ગયા. તેમની ખ્યાતિ પાછળ એક ઊંડો સંબંધ હતો. તેમનો વારસો લાખો લોકોના દિલમાં જીવંત રહેશે.”
આ પણ વાંચો: Breaking News : મહિલા કબડ્ડી વર્લ્ડ કપમાં ભારત બન્યું ચેમ્પિયન, ફાઈનલમાં ચીની તાઈપેઈને હરાવ્યું
