AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Weather Today : ગુજરાતમાં વરસાદ ખેંચાતા ચિંતા વધી, 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા નહીં

ગુજરાતમાં વરસાદનું જોર ઘટતાં ચિંતા વધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા નહિવત છે. જોકે, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

Gujarat Weather Today : ગુજરાતમાં વરસાદ ખેંચાતા ચિંતા વધી, 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા નહીં
| Updated on: Aug 25, 2026 | 9:52 AM
Share

ગુજરાતમાં વરસાદનું જોર ઘટતાં ચિંતા વધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા નહિવત છે. જોકે, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં

સૌરાષ્ટ્રમાં પણ આગામી દિવસોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. ભારે વરસાદની શક્યતા ન હોવાથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટેલું જોવા મળી શકે છે.

રાજ્યમાં સરેરાશ 4 ટકા વરસાદની ઘટ

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 27 ઈંચ વરસાદ નોંધાયો છે, જે સિઝનના કુલ વરસાદના આશરે 75 ટકા જેટલો છે. સમગ્ર રાજ્યમાં સામાન્ય કરતાં સરેરાશ 4 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં સરેરાશ 4 ઈંચ પણ વરસાદ નોંધાયો નથી.

સૌરાષ્ટ્ર-કચ્છમાં 26 ટકા વરસાદની ઘટ

વરસાદની સ્થિતિની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 26 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદની સ્થિતિ પ્રમાણમાં સારી રહી છે. વરસાદની અસમાન સ્થિતિને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ચિંતા વધી છે.

ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય

હાલ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય છે. આ હવામાનીય સિસ્ટમના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. જોકે, આ સિસ્ટમો હોવા છતાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

દક્ષિણ-પશ્ચિમી પવનથી વરસાદી માહોલ

રાજ્યમાં હાલ દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે દક્ષિણ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સ્થિતિ બની રહેશે. આગામી દિવસોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ માટે હાલ કોઈ મજબૂત સિસ્ટમ દેખાઈ રહી નથી.

આ પણ વાંચો- Breaking News : ગુજરાતમાં ઘટ્યો ખાંડનો ભાવ! હોલસેલ બજારમાં ભાવ ₹70થી ઘટીને ₹55-60 થયા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">