CSK vs PBKS Live Score, IPL 2022 Highlights: ચેન્નાઈ સુપર કિંગ્સની ત્રીજી હાર, પંજાબ કિંગ્સે મેળવી મોટી જીત

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 12:08 AM

Chennai Super Kings vs Punjab Kings Live Score in Gujarati Highlights: પંજાબને પોતાની પ્રથમ મેચમાં જીત મળી હતી, પરંતુ બીજી મેચમાં તેણે હારનો સામનો કરવો પડ્યો હતો.

CSK  vs PBKS Live Score, IPL 2022 Highlights: ચેન્નાઈ સુપર કિંગ્સની ત્રીજી હાર, પંજાબ કિંગ્સે મેળવી મોટી જીત
મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં ટક્કર

CSK vs PBKS, IPL 2022: વર્તમાન વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ આજે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં તેમની પ્રથમ જીતની શોધમાં છે. ચેન્નાઈએ અત્યાર સુધી તેની બે મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે, જ્યારે પંજાબે એક હાર અને એક જીત મેળવી છે. જો કે, તે તેની છેલ્લી મેચમાં હારી ગયા હતા અને આ મેચમાં તે જીતના ટ્રેક પર પાછા ફરવાનો પ્રયાસ કરશે. બંને ટીમો પોતપોતાની સ્થિતિ સુધારવા માંગે છે.

CSK vs PBKS: આ પ્લેઇંગ XI

ચેન્નાઈ સુપર કિંગ્સ: રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, એમએસ ધોની (વિકેટકીપર), ડ્વેન પ્રિટોરિયસ, ડ્વેન બ્રાવો, ક્રિસ જોર્ડન અને મુકેશ ચૌધરી

પંજાબ કિંગ્સ: મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, ભાનુકા રાજપક્ષે (વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટન, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, વૈભવ અરોરા, ઓડિયોન સ્મિથ, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ, રાહુલ ચહર.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Apr 2022 11:10 PM (IST)

    Chennai vs Punjab: ધોની આઉટ

    ચેન્નાઈ માટે આખરી આશાના રુપમાં ધોની ક્રિઝ પર હતો. તેની વિકેટ ડીઆરએસ દ્વારા મળી હતી અને જે વિકેટ સાથે જ પંજાબની જીતનો રસ્તો સરળતાથી ખૂલી ગયો હતો.

  • 03 Apr 2022 11:00 PM (IST)

    Chennai vs Punjab: ચેન્નાઈની 8મી વિકેટ

    ચેન્નાઈ ની ટીમ ત્રીજી હાર તરફ આગળ વધી રહ્યુ છે. 8 મી વિકેટ પ્રિટોરિયસના રુપમાં ગુમાવી છે.

  • 03 Apr 2022 10:58 PM (IST)

    Chennai vs Punjab: ડ્વેન બ્રાવો પણ આઉટ

    લિવિંગસ્ટોને પહેલા બેટીંગ અને બાદમાં બોલીંગથી કમાલ કર્યો છે 15 મી ઓવરમાં ઉપરા છાપરી વિકેટ ઝડપી હતી. પહેલા દુબે અને બાદમાં ડ્વેન બ્રાવોની વિકેટ ઝડપી હતી.

  • 03 Apr 2022 10:58 PM (IST)

    Chennai vs Punjab: શિવમ દુબે આઉટ

    લિવિંગસ્ટોને યોગ્ય સમયે મહત્વની વિકેટ ઝડપી હતી. પંજાબની ટીમની સ્થિતી પલટાઈ રહી હતી અને ચેન્નાઈ ના હાથમાં બાજી સરકી રહી હતી. આ પલટો શિવમ દુબેની આક્રમક બેટીંગ કરી રહી હતી. પરંતુ પંદરમી ઓવરમાં જ માહોલ અર્શદીપના કેચે પલટી દીધો હતો. દુબેને 57 રન પર જ આઉટ કરી દીધો હતો.

  • 03 Apr 2022 10:47 PM (IST)

    Chennai vs Punjab: રબાડા નો બોલ

    14મી ઓવર ફેંકી રહેલા કાગીસા રબાડાએ આ ઓવરની શરૂઆતમાં બે નો બોલ ફેંક્યા હતા. પહેલો બોલ નો બોલ હતો અને ત્યાર બાદ બીજો બોલ નો બોલ હતો.

  • 03 Apr 2022 10:41 PM (IST)

    Chennai vs Punjab: શિવમ દુબેની બાઉન્ડરી

    11મી ઓવર ફેંકી રહેલા રાહુલ ચહરે ચોથો બોલને પાછળની તરફ ફેંક્યો અને શિવમ દુબે બેકફૂટ પર ગયો અને લોંગ-ઓફ પર ચાર રન લીધા હતા. આ શોટ એટલો ઝડપી હતો કે ફિલ્ડરને બોલ રોકવાની કોઈ તક મળી ન હતી.

  • 03 Apr 2022 10:37 PM (IST)

    Chennai vs Punjab: દુબે એ છગ્ગો અને ચોગ્ગો જમાવ્યો

    દશમી ઓવરમાં શિવમ દુબેએ એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના ચોથા બોલ પર દુબેએ છગ્ગો જમાવ્યો હતો. બાદમાં અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ઓડિયન સ્મિથની આ ઓવરમાં ચેન્નાઈના ખાતામાં 12 રન ઉમેરાયા હતા.

  • 03 Apr 2022 10:16 PM (IST)

    Chennai vs Punjab: અંબાતી રાયડૂ આઉટ

    અંબાતી રાયડુ આઉટ. આઠમી ઓવરના ત્રીજા બોલ પર ઓડિયન સ્મિથે તેને આઉટ કર્યો. સ્મિથનો બાઉન્સર રાયડુના ચહેરા તરફ અંદરની તરફ આવ્યો. જેના પર બેટ્સમેને બચવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના ગ્લોવ્સને સ્પર્શીને પાછળ ગયો. તેનો કેચ પકડવામાં વિકેટકીપર જીતેશ શર્માએ કોઈ ભૂલ કરી ન હતી.

  • 03 Apr 2022 10:10 PM (IST)

    Chennai vs Punjab: દુબેની બાઉન્ડરી

    શિવમ દુબેએ તેની રમતની શરુઆત બાઉન્ડરી સાથે કરી હતી. છઠ્ઠી ઓવરના ચોથા બોલે તે જાડેજાના સ્થાને ક્રિઝ પર આવતા જ અર્શદીપના બોલને બાઉન્ડરી માટે ફટકાર્યો હતો. જોકે ત્યાર બાદના અંતિમ બંને બોલ તેણે ખાલી પસાર કર્યા હતા. આમ છઠ્ઠી ઓવરમાં ટીમને 5 રન મળ્યા હતા.

  • 03 Apr 2022 10:08 PM (IST)

    Chennai vs Punjab: જાડેજા શૂન્યમાં પેવેલિયન પરત

    રવિન્દ્ર જાડેજા શૂન્ય રનમાં જ પેવેલિયન પરત ફર્યો છે. તે અર્શદીપ સિંહના બોલ પર છઠ્ઠી ઓવરના ત્રીજા બોલ પર આઉટ થયો હતો.

  • 03 Apr 2022 10:06 PM (IST)

    Chennai vs Punjab: મોઈન અલી ક્લીન બોલ્ડ

    ચેન્નાઈની મુશ્કેલી નવોદીત ખેલાડી વૈભવ અરોરાની બોલીંગ સામે વધી ગઈ છે. વૈભવે તેની 3 ઓવરમાં જ 2 વિકેટ ઝડપી લીધી છે. મોઈન અલી જેવા અનુભવી ઓલરાઉન્ડરે પણ ઝડપથી વિકેટ ગુમાવી દીધી હતી. મોઈન અલીને વૈભવે ક્લિન બોલ્ડ કરી દીધો હતો.

  • 03 Apr 2022 09:56 PM (IST)

    Chennai vs Punjab: રાયડૂની બાઉન્ડરી

    ચોથી ઓવર કાગીસો રબાડા લઈને આવ્યો હતો. જે ઓવરમાં ચેન્નાઈની ટીમ દબાણમાં હોય એમ જણાતુ હતુ. ચેન્નાઈની ગતી ધીમી બની ચુકી છે. જોકે આ દરમિયાન ઓવરના બીજા બોલ પર ચાર રન અંબાતી રાયડૂએ મેળવ્યા હતા. ઓવરમાં એક બાઉન્ડરી સાથે મળીને 5 રન ચેન્નાઈને મળ્યા હતા.

  • 03 Apr 2022 09:53 PM (IST)

    Chennai vs Punjab: રોબિન ઉથપ્પા આઉટ

    ત્રીજી ઓવરની શરુઆતે ચોગ્ગો ફટર્યા બાદ રોબિન ઉથપ્પા કેચ આઉટ થયો હતો. વૈભવ અરોરાએ ઉથપ્પાને પોતાની જાળમાં ફસાવીને મયંક અગ્રવાલના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો

  • 03 Apr 2022 09:51 PM (IST)

    Chennai vs Punjab: ઉથપ્પાની બાઉન્ડરી

    ઉથપ્પાએ વૈભવ અરોડાના બોલ ને બેકવર્ડ સ્કવેર લેગ પર ફટકારીને ચાર રન મેળવ્યા હતા.

  • 03 Apr 2022 09:48 PM (IST)

    Chennai vs Punjab: ઋતુરાજ ગાયકવાડ આઉટ

    કાગિસો રબાડાએ બીજી ઓવરના અંતિમ બોલે પંજાબ કિંગ્સને મહત્વની સફળતા અપાવી હતી. ઋતુરાજ ગાયકવાડની વિકેટ રબાડાએ ઝડપી હતી. બેટની બહારની કિનારીને અડીને બોલ સિધો જ શિખર ધવન પાસે ગયો હતો. જ્યાં તેણે તેને કેચના રુપમાં ઝડપ્યો હતો. આમ ગાયકવાડ 1 રનના સ્કોર પર જ પરત ફર્યો હતો.

  • 03 Apr 2022 09:42 PM (IST)

    Chennai vs Punjab: ચેન્નાઈનો દાવ શરુ

    ચેન્નાઈની બેટીંગ ઇનિંગ્સ શરૂ થઈ ગઈ છે. ઋતુરાજ ગાયકવાડ અને રોબિન ઉથપ્પાની ઓપનિંગ જોડી મેદાનમાં છે અને વૈભવ અરોરાએ પંજાબ માટે બોલિંગની શરૂઆત કરી છે.

  • 03 Apr 2022 09:31 PM (IST)

    Chennai vs Punjab: ચેન્નાઈને 181 રનનો ટાર્ગેટ મળ્યો

    પંજાબે મજબૂત શરૂઆત કરી હતી અને એવું લાગી રહ્યું હતું કે તેઓ આરામથી 200થી આગળ જશે પરંતુ ચેન્નાઈના બોલરોએ વાપસી કરીને પંજાબને 180 રન સુધી રોકી દીધું હતું.

  • 03 Apr 2022 09:20 PM (IST)

    Chennai vs Punjab: રાહુલ ચાહર આઉટ

  • 03 Apr 2022 09:14 PM (IST)

    Chennai vs Punjab: ઓડિયન સ્મિથ આઉટ

    ઓડિયન સ્મિથે 18મી ઓવરના પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવી દીધી હતી. ક્રિસ જોર્ડને તેનો શિકાર બ્રાવોના હાથમાં કેચ કરાવી કર્યો હતો.

  • 03 Apr 2022 09:12 PM (IST)

    Chennai vs Punjab: રબાડાની બાઉન્ડરી

    રબાડાએ 17મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. પ્રિટોરિયસે આ બોલ પર યોર્કર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ચૂકી ગયો અને રબાડાએ લોંગ ઓન પર ચાર રન માટે બોલને મોકલ્યો હતો.

  • 03 Apr 2022 09:01 PM (IST)

    Chennai vs Punjab: શાહરુખ ખાન આઉટ

    પંજાબ કિંગ્સને વઘુ એક ઝટકો 16મી ઓવરના ચોથા બોલે લાગ્યો છે. ટીમના મીડલ ઓર્ડરના શાહરુખ ખાને ઝડપથી પોતાની વિકેટ ગુમાવી દીધી છે. ક્રિસ જોર્ડને ચેન્નાઈને આ સફળતા અપાવી હતી.

  • 03 Apr 2022 08:55 PM (IST)

    Chennai vs Punjab: જીતેશનો બીજો શક્તિશાળી છગ્ગો

    14મી ઓવરના ચોથા બોલ પર જિતેશ શર્માએ જાડેજા પર જોરદાર સિક્સર ફટકારી હતી. જીતેશે જગ્યા બનાવી અને છ રન માટે બોલને લોંગ ઓનની દિશામાં મોકલ્યો હતો.

  • 03 Apr 2022 08:54 PM (IST)

    Chennai vs Punjab: મુકેશનો ખરાબ બોલ, જીતેશની સિક્સર

    13મી ઓવર ફેંકી રહેલા મુકેશ ચૌધરીએ ચોથો બોલ બાઉન્સર ફેંક્યો હતો. જીતેશે તરત જ આના પર પોઝિશન લીધી અને ખેંચતી વખતે તેને ફાઈન લેગની દિશામાં છ રન માટે મોકલ્યો હતો.

  • 03 Apr 2022 08:49 PM (IST)

    Chennai vs Punjab: જિતેશે છગ્ગો ફટકાર્યો

    12મી ઓવર લાવનાર મોઈન અલીના બીજા બોલ પર જિતેશ શર્માએ શાનદાર સિક્સર ફટકારી હતી. મોઈનનો ઓફ-સ્પિન બોલ જીતેશે ફટકાર્યો હતો અને લેગ-સાઇડમાં છ રનમાં મોકલ્યો હતો. જીતેશની આ પ્રથમ IPL મેચ છે.

  • 03 Apr 2022 08:36 PM (IST)

    Chennai vs Punjab: લિવિંગસ્ટોને જાડેજાએ પેવેલિયન મોકલ્યો

    જાડેજાની પ્રથમ ઓવરમાં લિવિંગસ્ટોને બાઉન્ડરી ફટકારી હતી. પરંતુ ત્યાર બાદ ચોથા બોલ પર જાડેજાએ અંબાતી રાયડૂના હાથમાં કેચ આઉટ કરાવી દીધો હતો.

  • 03 Apr 2022 08:33 PM (IST)

    Chennai vs Punjab: શિખર ધવન આઉટ

    ડ્વેન બ્રાવોએ ટીમને આ મહત્વની સફળતા અપાવી હતી, શિખર ઘવનને તેણે કવર પર રવિન્દ્ર જાડેજાના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો. આ બોલ ઓફ સ્ટંપ ની બહાર હતો અને તેને શોટ ફટકારવા જતા ધવને વિકેટ ગુમાવી હતી.

  • 03 Apr 2022 08:33 PM (IST)

    Chennai vs Punjab: લિવિંગસ્ટોને અડધી સદી ફટકારી

    તોફાની બેટીંગ કરી રહેલા લિવિંગસ્ટોને છગ્ગો ફટકારી ને પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. 10મી ઓવરના પ્રથમ બોલે આ પહેલા ધવને ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 03 Apr 2022 08:31 PM (IST)

    Chennai vs Punjab: સ્વિપ કરી ધવને બાઉન્ડરી મેળવી

    નવમી ઓવર ફેંકી રહેલા જાડેજાના પાંચમા બોલ પર ધવને ચોગ્ગો ફટકાર્યો હતો. જાડેજાએ ધવનના પગમાં બોલ આપ્યો, જેને ઘવન નિચે બેસી ગયો અને તેને શોર્ટ ફાઈન લેગના ફિલ્ડર પાસેથી ચાર રન માટે મોકલ્યો.

  • 03 Apr 2022 08:19 PM (IST)

    Chennai vs Punjab: લિવિંગસ્ટન ફરી બચ્યો

    આઠમી ઓવરનો બીજો બોલ ડ્વેન પ્રેટોરિયસે લેગ-સ્ટમ્પ પર ફેંક્યો હતો, જે લિવિંગસ્ટનના બેટની કિનારી સાથે પાછળ ગયો હતો, ધોનીએ તેનો કેચ પકડ્યો હતો પરંતુ બોલ તેના ગ્લોવ્ઝમાંથી બહાર આવવા લાગ્યો હતો. ધોનીએ કોઈક રીતે તેને ગ્લોવ્સમાં રાખવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમ છતાં બોલ જમીનને સ્પર્શી ગયો. ધોનીએ આના પર થર્ડ અમ્પાયરની મદદ લેવાનું કહ્યું અને એમાં જ ખબર પડી કે આ બોલ જમીન સાથે અડી ચુક્યો ગયો છે.

  • 03 Apr 2022 08:17 PM (IST)

    Chennai vs Punjab: લિવિંગસ્ટનને જીવતદાન મળ્યું

    લિવિંગ્સ્ટોનને લાઇફ સપોર્ટ મળ્યો છે. સાતમી ઓવરના પાંચમા બોલ પર આ બેટ્સમેને જાડેજાના બોલને ફટકારવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના બેટની કિનારી લઈને થર્ડમેનની દિશામાં હવામાં ગયો. ત્યાં અંબાતી રાયડુએ તેનો કેચ છોડ્યો હતો. લિવિંગસ્ટન અત્યારે 45 રન પર છે.

  • 03 Apr 2022 08:09 PM (IST)

    Chennai vs Punjab: ધવને જમાવ્યો છગ્ગો

    છઠ્ઠી ઓવર ડ્વેન બ્રાવો લઈને આવ્યો હતો. જેનો પ્રથમ બોલ વાઈડ રહ્યો હતો. ઓવરના બીજા બોલે શિખર ધવને છગ્ગો ફટકાર્યો હતો. ત્રીજા બોલને પણ ચાર રન માટે બાઉન્ડરીના રુપે બહાર મોકલ્યો હતો. ઓવરના અંતિમ બોલને પણ ધવને ચોગ્ગો માટે ફટકારતા ઓવરમાં 15 રન પંજાબના ખાતામાં ઉમેરાયા હતા.

  • 03 Apr 2022 08:06 PM (IST)

    Chennai vs Punjab: મુકેશની ઓવરમાં બે છગ્ગા અને 3 ચોગ્ગા

    પાંચમી ઓવર પંજાબને માટે ખૂબ જ શાનદાર રહી હતી. લિવિંગસ્ટોને આક્રમક રમત રમી દર્શાવતા ચોગ્ગા અને છગ્ગા વાળી કરીને ટીમના ખાતામાં 26 રન જોડ્યા હતા. મુકેશ ચોધરી પાંચમી ઓવર લઈને આવ્યો હતો. જેના પ્રથમ બોલે શાનદાર છગ્ગો અને ત્રીજા બોલને ચાર રન માટે બાઉન્ડરી બહાર મોકલ્યો હતો. ત્યાર બાદ મુકેશે 2 બોલ સળંગ વાઈડ કર્યા હતા. જોકે ચોથા અને પાંચમા બોલ પર સળંગ બે બાઉન્ડરી લિવિંગસ્ચોને ફટકારી હતી. અંતિમ બોલે પણ છગ્ગાના સ્વરુપમાં બાઉન્ડરીની પાર મોકલી આ ઓવરને પંજાબ માટે લિવિંગસ્ટોને શાનદાર બનાવી હતી.

  • 03 Apr 2022 08:02 PM (IST)

    Chennai vs Punjab: ક્રિસ જોર્ડનની કસીને ઓવર

    ચોથી ઓવર ક્રિસ જોર્ડન ચોથી ઓવર લઈને આવ્યો હતો અને તેણે કસીને બોલીંગ કરી હતી. જોર્ડનના બોલનો સામનો કરીને શિખર ધવન અને લિવિંગસ્ટોને એક એક રન પહેલા બંને બોલ પર મેળવ્યા હતા. બાદમાં ધવને ત્રીજા બોલ પર બે રન મેળવ્યા હતા. ત્યાર બાદના સળંગ ત્રણ બોલ ખાલી પસાર થયા હતા. આમ ઓવરમાં પંજાબને માત્ર 4 જ રન મળ્યા હતા.

  • 03 Apr 2022 08:00 PM (IST)

    Chennai vs Punjab: લિવિંગસ્ટોનનો શાનદાર છગ્ગો

    ત્રીજી ઓવર કરી રહેલા મુકેશ ચૌધરીના ચોથા બોલ પર લિવિંગસ્ટોને શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. પુલ શોટ રમીને ફાઈન લેગની દિશામાં છ રેન મેળવ્યા હતા. આ મેચનો આજે બીજો છગ્ગો હતો. ઓવરના અંતિમ બોલમા પર પણ દમદાદ શોટ રમીને સામેની તરફ ચાર રન મેળવ્યા હતા. આ બોલ ઓફ સ્ટંપની બહાર હતો અને લિવિંગસ્ટોને મીડઓનની ઉપરથી તેને ચાર રન માટે મોકલ્યો હતો.

  • 03 Apr 2022 07:43 PM (IST)

    Chennai vs Punjab: રાજપક્ષેએ ગુમાવી વિકેટ

    મહેન્દ્રસિંહની ચપળતા જોવા મળી હતી અને એ સાથે જ ભાનુકા રાજપક્ષેની વિકેટ ચેન્નાઈને મેળવવામાં સફળતા મળી હતી. રન આઉટના પ્રયાસ માટે પહેલા જોર્ડને બોલને ફીલ્ડ કરીને સ્ટંપ પર માર્યો હતો, જે પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો પરંતુ ધોનીએ ચપળતા પૂર્વક બોલને પકડી લઈ સ્ટંપ પર મારી દેતા ભાનુકાએ વિકેટ ગુમાવી હતી.

  • 03 Apr 2022 07:41 PM (IST)

    Chennai vs Punjab: રાજપક્ષેએ છગ્ગો લગાવ્યો

    રાજપક્ષેએ ક્રિસ જોર્ડન લઈને આવેલ બીજી ઓવરની શરુઆત છગ્ગાથી કરી હતી. એક હાથ વડે લેગ સાઈડમાં મારવાનો પ્રયાસ રાજપક્ષેએ કર્યો હતો. જે ફાઈનની દીશામાં હવાઈ યાત્રા સાથે બોલ સિક્સરના સ્વરુપમાં બાઉન્ડરીની બહાર જઈ પડ્યો હતો.

  • 03 Apr 2022 07:36 PM (IST)

    Chennai vs Punjab: કેપ્ટન મયંક અગ્રવાલ આઉટ

    પંજાબ કિંગ્સે પ્રથમ ઓવરના બીજા બોલ પર જ વિકેટ ગુમાવી દીધી છે. મુકેશ ચૌધરી લઈને આવેલ ઓવરના પ્રથમ બોલ પર મયંક અગ્રવાલે બાઉન્ડરી લગાવી હતી. જોકે આગળના બોલે જ અગ્રવાલે વિકેટ ગુમાવી દીધી હતી. અગ્રવાલનો કેચ ઉથપ્પાએ ઝડપ્યો હતો.

  • 03 Apr 2022 07:35 PM (IST)

    Chennai vs Punjab: ધોનીની 350 મી મેચ

    મહેન્દ્રસિંહ ધોનીની આ 350મી ટી20 મેચ છે. તે સૌથી વધારે ટી20 મેચ રમાનારો બીજો ભારતીય ખેલાડી છે. તેના પહેલા રોહિત શર્માઆ ઉપલબ્ધી હાંસલ કરી ચુક્યો છે. જેણે 372 ટી20 મેચ રમી છે.

  • 03 Apr 2022 07:33 PM (IST)

    Chennai vs Punjab: ચેન્નાઈની ટીમ

    ચેન્નાઈ સુપર કિંગ્સ: રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, એમએસ ધોની (વિકેટકીપર), ડ્વેન પ્રિટોરિયસ, ડ્વેન બ્રાવો, ક્રિસ જોર્ડન અને મુકેશ ચૌધરી

  • 03 Apr 2022 07:33 PM (IST)

    Chennai vs Punjab: પંજાબની ટીમ

    પંજાબ કિંગ્સ: મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, ભાનુકા રાજપક્ષે (વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટન, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, વૈભવ અરોરા, ઓડિયોન સ્મિથ, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ, રાહુલ ચહર.

  • 03 Apr 2022 07:02 PM (IST)

    Chennai vs Punjab: ચેન્નાઈ એ ટોસ જીતી ફીલ્ડીંગ પસંદ કરી

    રવિન્દ્ર જાડેજાએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે. આમ પંજાબની ટીમ ટોસ હારીને મેદાને બેટીંગ માટે ઉતરી છે.

  • 03 Apr 2022 07:00 PM (IST)

    Chennai vs Punjab: ધોની કરશે કમાલ!

    મહેન્દ્ર સિંહ ધોની આ સિઝનમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. પહેલી જ મેચમાં તેણે અડધી સદી ફટકારી છે. બીજી મેચમાં પણ તેણે શાનદાર બેટિંગ કરી હતી. આ મેચમાં દરેકની નજર ધોનીના બેટમાંથી કેટલા રન મેળવે છે તેના પર રહેશે, ખાસ કરીને તે કઈ રીતે રન બનાવે છે.

  • 03 Apr 2022 07:00 PM (IST)

    Chennai vs Punjab: પંજાબ જીતના પાટા પર પાછુ ફરશે!

    પંજાબે આ સિઝનની શરૂઆત જીત સાથે કરી હતી. પરંતુ બીજી મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો, મયંક અગ્રવાલની કેપ્ટન્સીમાં પંજાબ ફરી એકવાર જીતના પાટા પર પરત ફરવાનો પ્રયાસ કરશે.

  • 03 Apr 2022 06:59 PM (IST)

    Chennai vs Punjab: આ રહ્યા હેડ ટુ હેડ આંકડા

    જો બંને ટીમોના હેડ ટુ હેડ આંકડા જોવામાં આવે તો ચેન્નાઈનો હાથ ઉપર છે. બંને ટીમો અત્યાર સુધીમાં 26 મેચ રમી છે જેમાંથી ચેન્નાઈએ 16માં જીત મેળવી છે જ્યારે પંજાબને 10માં સફળતા મળી છે.

  • 03 Apr 2022 06:58 PM (IST)

    Chennai vs Punjab: ચેન્નાઈને જીતની જરૂર છે

    IPL 2022 માં વર્તમાન વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ આજે પંજાબ કિંગ્સ સામે ટકરાશે. ચેન્નાઈને આ મેચમાં જીતની સખત જરૂર છે. ચેન્નાઈ અત્યાર સુધી બે મેચ રમી છે અને બંનેમાં હાર્યું છે.

Published On - Apr 03,2022 6:56 PM

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">