WPL 2023 Points Table : હરમન પ્રીતની મુંબઈ નંબર 1, ટીમોની સંપૂર્ણ સ્થિતિ જુઓ
Women's Premier League (WPL) 2023 Standings Ranking: ગુજરાત અને બેંગ્લોર એવી બે ટીમ છે જેમણે પોતાનું ખાતું ખોલાવવું પડશે.
ઐતિહાસિક મહિલા પ્રીમિયર લીગ (WPL) શરૂ થઈ ગઈ છે અને તેને શાનદાર શરૂઆત કરી રહી છે. માત્ર પાંચ ટીમો સાથે શરૂ થયેલી ટુર્નામેન્ટના પ્રથમ બે દિવસમાં 3 મેચ પૂર્ણ થઈ છે અને તમામ ટીમોએ એક-એક મેચ રમી છે. પ્રથમ ડબલ હેડર રવિવાર 5 માર્ચે થયો હતો અને તેના અંત સાથે, પ્રથમ વખત પોઈન્ટ ટેબલની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. WPLની પહેલી જ મેચમાં જોરદાર જીત નોંધાવનાર મુંબઈ ઈન્ડિયન્સ સિઝનની પ્રથમ મેચો બાદ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. બીજી તરફ ગુજરાત જાયન્ટ્સ સતત બે પરાજય સાથે સૌથી નીચે છે.
ગુજરાત અને યુપી વોરિયર્સ વચ્ચે ટક્કર
WPLની પ્રથમ સિઝન 4 માર્ચ શનિવારના રોજ મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે શરૂ થઈ હતી અને તેની પહેલી જ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 143 રનના એકતરફી માર્જિનથી હરાવીને વિસ્ફોટક શરૂઆત કરી હતી. ત્યારબાદ રવિવારે બે મેચ રમાઈ હતી, જેમાં પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દિલ્હીએ બેંગ્લોરને 60 રનથી હરાવ્યું હતું. આ પછી, આગામી મેચ ગુજરાત અને યુપી વોરિયર્સ વચ્ચે રમાઈ હતી, જેમાં યુપીએ ગુજરાતને 3 વિકેટે હરાવ્યું હતું.
મુંબઈ નંબર વન
પ્રથમ રાઉન્ડની મેચો બાદ પોઈન્ટ ટેબલમાં પણ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. મુંબઈ, દિલ્હી અને યુપીએ તેમની પ્રથમ મેચ જીતીને 2-2 પોઈન્ટ મેળવ્યા છે. તેમ છતાં, હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ સ્થાને છે અને તેનું કારણ નેટ રનરેટ (NRR)માં મોટો તફાવત છે. ગુજરાત પર તેમની 143 રનની જીત સાથે, મુંબઈનો NRR (+) 7.150 છે, જે પાંચેય ટીમોમાં સૌથી વધુ છે.
બીજા સ્થાને (+) 3.000 રન રેટ સાથે દિલ્હી કેપિટલ્સ છે, જ્યારે UP વોરિયર્સ (+) 0.374 સાથે ત્રીજા સ્થાને છે.
સોમવારે કોણ મારશે બાજી ?
RCB અને ગુજરાત ચોથા અને પાંચમા સ્થાને છે. બેંગ્લોર એક મેચ હારી ગયું છે, જ્યારે ગુજરાત જાયન્ટ્સ તેની બંને મેચ હારી છે અને તેની પાસે (-) 3.765 નો NRR છે, જે તમામ ટીમોમાં સૌથી ખરાબ છે. હવે સોમવારે એટલે કે, આજેમુંબઈ અને બેંગ્લોર વચ્ચે મુકાબલો થશે, જેમાં બેંગ્લોરને પોતાનું ખાતું ખોલવાની તક મળશે, જ્યારે મુંબઈ પ્રથમ સ્થાને પોતાનું સ્થાન મજબૂત કરવા ઈચ્છશે.