AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાથે આવી ગયો બચ્ચન પરિવાર ? આરાધ્યાની બર્થડે પાર્ટીમાં સાથે દેખાયા અભિષેક-ઐશ્વર્યા, પણ Videoની સત્યતા કઈક અલગ

સામે આવેલા આ વીડિયોમાં તમે આરાધ્યા બચ્ચનની બર્થડે પાર્ટીનું દ્રશ્ય જોઈ શકો છો. ઐશ્વર્યા સફેદ ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિષેક બચ્ચન પણ તેની પાછળ સફેદ હૂડીમાં ઉભો છે. ઐશ્વર્યા પોતાના હાથે કેક કાપી રહી છે. જયા બચ્ચન પણ તેની બાજુમાં બ્લ્યૂ આઉટફિટમાં ઉભેલી જોવા મળે છે.

સાથે આવી ગયો બચ્ચન પરિવાર ? આરાધ્યાની બર્થડે પાર્ટીમાં સાથે દેખાયા અભિષેક-ઐશ્વર્યા, પણ Videoની સત્યતા કઈક અલગ
Aradhya birthday
| Updated on: Nov 18, 2024 | 9:26 AM
Share

એક સમયે બોલિવૂડનું પાવર કપલ કહેવાતા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય હાલમાં એક વીડિયોમાં સાથે જોવા મળે છે અને આ વીડિયો તેમની પુત્રી આરાધ્યા બચ્ચનના જન્મદિવસની ઉજવણીનો છે. સામે આવેલા આ વીડિયોમાં એક પાર્ટી થઈ રહી છે, જેમાં જયા બચ્ચન પણ ઉત્સાહિત જોવા મળી રહી છે, સાથે ઐશ્વર્યા અને પાછળ અભિષેક પણ દેખાય રહ્યા છે અને તેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે કે બચ્ચન પરિવારે ભેગા થઈ આરાધ્યાનો જન્મ દિવસ ઉજવ્યો, પણ આ વીડિયોનું સત્ય કઈ અલગ જ છે.ત્યારે ચાલો અહીં જાણીએ

આરાધ્યાના બર્થ ડેનો વીડિયો

સામે આવેલા આ વીડિયોમાં તમે આરાધ્યા બચ્ચનની બર્થડે પાર્ટીનું દ્રશ્ય જોઈ શકો છો. ઐશ્વર્યા સફેદ ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિષેક બચ્ચન પણ તેની પાછળ સફેદ હૂડીમાં ઉભો છે. ઐશ્વર્યા પોતાના હાથે કેક કાપી રહી છે. જયા બચ્ચન પણ તેની બાજુમાં બ્લ્યૂ આઉટફિટમાં ઉભેલી જોવા મળે છે. આરાધ્યા પણ ફુલ વ્હાઇટ આઉટફિટમાં છે. પિતા, માતા અને પુત્રી, ત્રણેએ ટ્વિનિંગ કર્યું છે. આખો પરિવાર એકસાથે ખૂબ જ ખુશ દેખાય છે.

વીડિયોની સત્યતા

આ વીડિયો જોયા બાદ લોકો વિચારી રહ્યા છે કે આ વિડિયો તાજેતરમાં જ બર્થડે સેલિબ્રેશનનો છે, પરંતુ એવું નથી. આ વીડિયો ઘણા વર્ષો જૂનો છે, જ્યારે સમગ્ર બચ્ચન પરિવારે આરાધ્યાનો જન્મદિવસ એકસાથે સેલિબ્રેટ કર્યો હતો અને તેના વિશે કરવામાં આવી રહેલા દાવાઓ પણ ખોટા છે. આ વીડિયો ખુબ જૂનો છે. ત્યારે 16 નવેમ્બરના દિવસે જ આરાધ્યાનો બર્થ ડે હતો પણ દાદા અમિતાભ સિવાય બચ્ચન પરિવાર માંથી કોઈ પણ સદસ્યોએ આરાધ્યા માટે કોઈ પોસ્ટ કે સ્ટોરી મુકી ન હતી.

દાદા સિવાય કોઈએ ના કરી આરાધ્યા માટે પોસ્ટ

બે દિવસ પહેલા જ આરાધ્યા બચ્ચનનો જન્મદિવસ હતો, પરંતુ જન્મદિવસની ઉજવણીની કોઈ તસવીરો અને વીડિયો સામે આવ્યા ન હતા. મોટી વાત એ છે કે આ વખતે પિતા અભિષેકે પણ આરાધ્યા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી નથી. પિતા અભિષેક દર વર્ષે દીકરી આરાધ્યા માટે ખાસ પોસ્ટ શેર કરતા હતા, પરંતુ આ વખતે તેમના સોશિયલ મીડિયામાં દીકરી માટે એક સ્ટોરી પણ ન હતી, જેના પર લોકો સવાલ કરી રહ્યા છે કે તેમણે તેમની દીકરીને તેના જન્મદિવસ પર શા માટે શુભેચ્છા ન આપી.

g clip-path="url(#clip0_868_265)">