AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોહમ્મદ સિરાજે જે દારૂની બોટલનો અસ્વીકાર કર્યો, આ સ્ટાર ભારતીય ખેલાડીએ તેને બે વાર જીતી

મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ મેચ તરીકે એવોર્ડમાં એક દારૂની બોટલ મળી હતી, પરંતુ તેણે આ બોટલ લેવાનો ઈનકાર કર્યો. જે બાદ આ બોટલને લઈ ઈન્ટરનેટ પર ચર્ચાઓ વધી ગઈ. ફેન્સ જાણવા માંગે છે કે આ બોટલ કઈ કંપનીની છે. આ બોટલમાં ખાસ શું છે અને તેની કિંમત કેટલી છે? આ બધા સવાલોનો જવાબ તમને આ આર્ટીકલમાં મળશે.

મોહમ્મદ સિરાજે જે દારૂની બોટલનો અસ્વીકાર કર્યો, આ સ્ટાર ભારતીય ખેલાડીએ તેને બે વાર જીતી
Mohammed SirajImage Credit source: PTI
| Updated on: Aug 05, 2025 | 8:22 PM
Share

ઈંગ્લેન્ડની પરંપરા મુજબ, જે ખેલાડી પ્લેયર ઓફ ધ મેચ બને છે તેને દારૂની બોટલ એવોર્ડમાં આપવામાં આવે છે. ઓવલ ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યા પછી સિરાજે ભેટમાં મળેલી દારૂની બોટલ ન લીધી. ખાસ વાત એ છે એકે જે બોટલ સિરાજે ન લીધી, તે ભારતના અન્ય એક સ્ટાર ખેલાડીએ બે વાર મળી હતી.

ગિલને બે વાર મળી બોટલ

ભારતે ઈંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 2 ટેસ્ટ જીતી હતી. એજબેસ્ટન ખાતે ટીમ ઈન્ડિયાએ જીતેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં શુભમન ગિલ પ્લેયર ઓફ ધ મેચ બન્યો. તેને ત્યાં ચેપલ ડાઉન દારૂની બોટલ ભેટમાં આપવામાં આવી હતી. તેવી જ રીતે, ઓવલ ટેસ્ટમાં જીત પછી, શુભમન ગિલને પ્લેયર ઓફ ધ સિરીઝના બદલામાં તે જ દારૂની બોટલ ફરી ભેટમાં આપવામાં આવી હતી. એટલે કે, ઓવલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યા પછી સિરાજે જે દારૂની બોટલ લીધી ન હતી, તે શુભમન ગિલને શ્રેણીમાં બે વાર મળી હતી.

સિરાજે બોટલ કેમ ન લીધી?

હવે પ્રશ્ન એ છે કે ઓવલ ટેસ્ટનો હીરો બન્યા પછી સિરાજે દારૂની બોટલ કેમ ન લીધી? તો આનું સીધું કારણ સિરાજની ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલું છે. મોહમ્મદ સિરાજ મુસ્લિમ છે, અને ઈસ્લામમાં દારૂને હરામ અથવા અશુદ્ધ માનવામાં આવે છે. અને આ જ તેના દારૂની બોટલન સ્વીકારવા પાછળનું વાસ્તવિક કારણ છે.

એવોર્ડમાં મળી દારૂની બોટલ

ઓવલ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન બદલ મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ઓવલ ટેસ્ટમાં તેણે કુલ 9 વિકેટ લીધી હતી. તેણે પહેલી ઈનિંગમાં 4 વિકેટ લીધી હતી જ્યારે બીજી ઈનિંગમાં 5 વિકેટ લઈ ઈંગ્લેન્ડના ખેલાડીઓનો સફાયો બોલાવ્યો અને ટીમ ઈન્ડિયાને યાદગાર જીત અપાવી.

ચેપલ ડાઉન વાઈનની ખાસિયત

સિરાજે જે વાઈનની બોટલ લીધી ન હતી અને શુભમન ગિલને ટેસ્ટ શ્રેણીને જે બોટલ સિરીઝમાં બે વાર મળી હતી તે દ્રાક્ષ અને સફરજનમાંથી બને છે. ચેપલ ડાઉન નામની તે વાઈન ફક્ત ખાસ પ્રસંગો અથવા ઉજવણીઓ પર જ ભેટમાં આપવામાં આવે છે.

આ પણ વાંચો: સિરાજ ટીમ ઈન્ડિયામાંથી થશે બહાર ? ગૌતમ ગંભીરના આ નિર્ણયથી મળ્યો સંકેત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોના ઘરે અણધાર્યા મહેમાનનું આગમન થશે! જુઓ Video
આ રાશિના જાતકોના ઘરે અણધાર્યા મહેમાનનું આગમન થશે! જુઓ Video
ગુજરાત પર ફરી ત્રાટકશે વાવાઝોડું ! અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી
ગુજરાત પર ફરી ત્રાટકશે વાવાઝોડું ! અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
g clip-path="url(#clip0_868_265)">