AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: પાકિસ્તાન સામે ટોસ હારી ભારતે સતત સૌથી વધુ ટોસ હારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પાકિસ્તાને ટોસ જીત્યો પણ રેકોર્ડ દર્શાવે છે કે ટોસ જીતનાર ટીમ મોટાભાગે હારી જાય છે. એવામાં ભારત માટે ટોસ હારવા છતા સારા સમાચાર છે. જો કે ભારતે ટોસ હારવા અંગે આ મેચમાં મોટો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

IND vs PAK: પાકિસ્તાન સામે ટોસ હારી ભારતે સતત સૌથી વધુ ટોસ હારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
Champions Trophy IND vs PAKImage Credit source: Alex Davidson-ICC/ICC via Getty Images
| Updated on: Feb 23, 2025 | 3:58 PM
Share

ઘણા દિવસોની રાહ, ઘણા વિવાદો અને શાબ્દિક યુદ્ધો પછી, ભારત અને પાકિસ્તાન આખરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આમને-સામને આવ્યા છે. આ ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં રમાઈ રહી છે પરંતુ બંને ટીમો વચ્ચેનો આ શાનદાર મુકાબલો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો હતો. બધાની નજર કઈ ટીમ ટોસ જીતે છે તેના પર પણ ટકેલી હતી કારણ કે આના પરથી મેચના પરિણામનો અંદાજ લગાવી શકાય છે. તેનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું અને પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીત્યો. અહીં રિઝવાને ટોસ જીત્યો અને ત્યાં ભારતે સતત સૌથી વધુ ટોસ હારવાનો વિશ્વ રેકોર્ડ પણ નોંધાવ્યો. પરંતુ તેમ છતાં પાકિસ્તાનની હારના સંકેતો પણ જોવા મળ્યા હતા.

ભારતના નામે ખરાબ રેકોર્ડ નોંધાયો

રવિવાર 23 ફેબ્રુઆરીના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ A મેચમાં ટોસ પાકિસ્તાની ટીમના પક્ષમાં ગયો. રિઝવાને સિક્કો ઉછાળ્યો હતો પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્માનો કોલ ખોટો સાબિત થયો અને પાકિસ્તાને ટોસ જીતી લીધો. પાકિસ્તાનના કેપ્ટન રિઝવાને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ ટોસ હારીને, ભારતે ODI ક્રિકેટમાં સૌથી વધુ ટોસ હારવાનો રેકોર્ડ નોંધાવ્યો. આ સતત 12મી મેચ હતી જેમાં ભારતે ટોસ હાર્યો હતો. આ ટ્રેન્ડ 2023ના વર્લ્ડ કપ ફાઈલથી શરૂ થયો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીત્યો હતો.

ટોસ જીતવાથી હાર થાય છે!

ટીમ ઈન્ડિયાનો સતત ટોસ હારવાનો રેકોર્ડ છે પરંતુ સિક્કાની આ રમતે ભારતીય ટીમને સારા સંકેત પણ આપ્યા. ખરેખર, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચોનો રેકોર્ડ એવો છે કે અહીં ટોસ જીતવો નુકસાનકારક સાબિત થયો છે. બંને દેશો વચ્ચે રમાયેલી 5 મેચમાં ટોસ જીતનાર ટીમને ત્રણ વખત હારનો સામનો કરવો પડ્યો હતો. 2009માં ભારતે ટોસ જીત્યો હતો પરંતુ પાકિસ્તાને મેચ જીતી હતી. પછી 2017ના ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાને ટોસ જીત્યો પણ ભારત જીતી ગયું. તે જ વર્ષે ફાઈનલમાં ભારતે ટોસ જીત્યો હતો પરંતુ પાકિસ્તાને મેચની સાથે સાથે ટાઈટલ પણ જીતી લીધું હતું.

ટોસ હારવાથી ટીમ ઈન્ડિયાને ફાયદો થશે?

2004માં પાકિસ્તાને માત્ર ટોસ જ નહીં પણ મેચ પણ જીતી હતી અને પછી 2013માં ટીમ ઈન્ડિયાએ ટોસ અને મેચ બંને જીતી હતી. આ ટ્રેન્ડ જોતા એવું લાગે છે કે ટોસ હારવાથી ટીમ ઈન્ડિયાને ફાયદો થઈ શકે છે. પરંતુ આ મેચ એટલી ટક્કરની છે કે પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. આવી સ્થિતિમાં નજર તેના પર રહેશે કે શું આ વખતે પણ આ ટ્રેન્ડ ચાલુ રહેશે કે આ વખતે આંકડો 3-3 પર બરાબર રહેશે?

આ પણ વાંચો: IND vs PAK : ચેમ્પિયન્સ ટ્રોફીમાં મોહમ્મદ શમીએ પહેલી જ ઓવરમાં કરેલી આ 5 ભૂલ ભારત માટે મુશ્કેલી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">