IND vs PAK: ગુજરાતની ત્રિપુટીએ મચાવી તબાહી, પાકિસ્તાનને લાવી દીધું ઘૂંટણીએ
દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાન મેચમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓએ કમાલ પ્રદર્શન કરતા પાકિસ્તાનને ઘૂંટણીએ લાવી દીધું હતું. આ ત્રણેય ક્રિકેટરોએ બોલિંગમાં દમદાર પ્રદર્શન કરતા પાકિસ્તાનના ટોપ ઓર્ડરનો ધબડકો થયો હતો અને સારી શરૂઆત અને મજબૂત પાર્ટનરશિપ છતા પાકિસ્તાન મોટો સ્કોર કરવામાં નિષ્ફળ હતું.

ભારત-પાકિસ્તાન મેચમાં ભારતના ત્રણ ગુજ્જુ ખેલાડીઓ અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડયાએ પાકિસ્તાનને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. હાર્દિક, જાડેજા અને અક્ષરે પાકિસ્તાનને ટોપ ઓર્ડર બેટ્સમેનોને સસ્તામાં આઉટ કરી પાકિસ્તાનની બેટિંગની કમર તોડી નાખી હતી.
હાર્દિક પંડયાએ પહેલી સફળતા અપાવી
સૌથી પહેલા હાર્દિક પંડયાએ પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમને આઉટ કરી ભારતને મેચમાં પહેલી સફળતા અપાવી હતી. બાબર આઝમ 26 બોલમાં 23 રન બનાવી સેટ થઈ ગયો હતો અને ભારતને પહેલી વિકેટની જરૂર હતી, ત્યારે રોહિત શર્માએ હાર્દિકને બોલિંગ આપી. હાર્દિકે બાબરને કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવી ઓપનિંગ પાર્ટનરશિપ તોડી હતી.
Aura man Hardik Pandya gets the Babar Azam wicket
– Hardik Pandya means business pic.twitter.com/mcVOMYc2UL
— Slayer (@Slayer_33_) February 23, 2025
અક્ષરનો જોરદાર થ્રો અને ઈમામ રનઆઉટ
હાર્દિક પંડયા બાદ અક્ષર પટેલે પાકિસ્તાનને બીજો ઝટકો આપ્યો હતો. અક્ષર પટેલે દમદાર ફિલ્ડિંગનું પ્રદર્શન કરતા ઓપનર ઈમામ ઉલ હકને રનઆઉટ કર્યો હતો. અક્ષર પટેલે જોરદાર થ્રો કરી બોલ સીધો નોન સ્ટ્રાઈકર એન્ડ પર ફેંક્યો અને સીધું સ્ટમ્પ ઉડાવી દીધું. એક રન લઈ રહેલ ઈમામ ઉલ હકને રનઆઉટ કરી અક્ષર પટેલે પાકિસ્તાનને સતત બીજી ઓવરમાં બીજો ઝટકો આપ્યો અને પાકિસ્તાનના બંને ઓપનરને બે જ ઓવરમાં પોવેલિયન ભેગા કરી દીધા હતા.
Axar Patel with a brilliant direct hit to get Imam ul Haq runout !! #INDvsPAK #INDvPAK
— Cricketism (@MidnightMusinng) February 23, 2025
અક્ષરે કેપ્ટન રિઝવાનને કર્યો આઉટ
પહેલી બે વિકેટ પડ્યા બાદ કેપ્ટન રિઝવાન અને સઈદ શકીલ 100 થી વધુ રનની પાર્ટનરશિપ કરી પાકિસ્તાનને મોટા સ્કોર તરફ લઈ જઈ રહ્યા હતા, ત્યારે ફરી એકવાર અક્ષર પટેલ ચમક્યો હતો. અક્ષરે ફિફ્ટીની નજીક પહોંચેલા પાકિસ્તાની કેપ્ટન રિઝવાનને 46ના સ્કોર પર ક્લીન બોલ્ડ કરી ભારતને મેચમાં વાપસી કરાવી હતી. આ વિકેટ મેચમાં મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો.
હાર્દિકની બોલિંગમાં અક્ષરનો કેચ
રિઝવાન બાદ સેટ બેટ્સમેન સઈદ શકીલ પણ જલ્દી આઉટ થઈ ગયો. આ વખતે ફરી હાર્દિક પંડયાએ વિકેટ લીધી હતી. શકીલ મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યો હતો અને ભારત માટે ખતરો બની રહ્યો હતો ત્યારે હાર્દિકે શકીલને 62 રન પર આઉટ કરી મોટી સફળતા મેળવી હતી. ખાસ વાત એ છે કે શકીલનો કેચ ગુજ્જુ ક્રિકેટર અક્ષર પટેલે જ પકડ્યો હતો.
Tayyab Tahir had no clue about that one from Ravindra Jadeja !! #INDvsPAK #ICCChampionsTrophy
— Cricketism (@MidnightMusinng) February 23, 2025
ત્રણેય ગુજ્જુ ખેલાડીઓનું મહત્વનું યોગદાન
હાર્દિક અને અક્ષર બાદ રવીન્દ્ર જાડેજાએ હાજરી પુરાવી હતી અને તૈયબ તાહિરને ક્લીન બોલ્ડ કર્યો હતો. જાડેજાએ પાકિસ્તાનની પાંચમી વિકેટ ઝડપી અડધી ટીમને પોવેલિયન ભેગી કરી દીધી હતી. આ સિવાય ત્રણેય ગુજ્જુ ખેલાડીઓએ ફિલ્ડિંગમાં પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું અને પાકિસ્તાનને 241 રનમાં ઓલઆઉટ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
આ પણ વાંચો: Video : ‘બાપુ’ સામે હોશિયાર મોંઘી પડી, અક્ષર પટેલે પાકિસ્તાની બેટ્સમેનને ભણાવ્યો પાઠ