Breaking News: જે ટીમે એક જ વર્ષમાં બહાર કરી દીધો હતો, IPL 2027માં તે જ ટીમનો કોચ બન્યો યુવરાજ સિંહ
IPL 2027 માં યુવરાજ સિંહની એન્ટ્રી થઈ ગઈ છે. યુવરાજ સિંહ આગામી IPL સીઝનમાં કોચિંગની જવાબદારી સંભાળશે. યુવરાજ સિંહ જે ટીમમાં કોચ તરીકે નિયુક્ત થયો છે તે ટીમે તેને વર્ષો પહેલા ટીમમાંથી બહાર કરી દીધો હતો. તે સમય ખેલાડી તરીકે તો યુવરાજ આ ટીમને જીત ના આપવી શક્યો, પણ આ વખતે કોચ તરીકે શું તે આ ટીમને ચેમ્પિયન બનાવી શકશે? એ તો સમય જ જણાવશે.

અભિષેક શર્મા અને પ્રભસિમરન સિંહ જેવા વિસ્ફોટક બેટ્સમેનોને કોચિંગ આપી ચૂકેલા યુવરાજ સિંહ હવે IPL 2027માં દિલ્હી કેપિટલ્સ સાથે જોવા મળશે. તેને ટીમના સહાયક કોચ અને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. યુવરાજ સિંહ 2015માં દિલ્હી કેપિટલ્સ માટે ખેલાડી તરીકે પણ રમ્યો હતો.
યુવરાજ સિંહ દિલ્હી કેપિટલ્સનો બેટિંગ કોચ
IPL 2015માં યુવરાજ સિંહને દિલ્હી કેપિટલ્સ દ્વારા 16 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો, પરંતુ માત્ર એક સીઝન પછી તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. હવે, યુવરાજ સિંહ આ જ ટીમનો કોચ બન્યો છે. યુવરાજ સિંહ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે કામ કરશે, જે ટીમનો હેડ કોચ છે.
દિલ્હી કેપિટલ્સને પહેલી ટ્રોફી જીતાડવાનું લક્ષ્ય
યુવરાજ સિંહ એક એવી ટીમનો કોચ બન્યો છે જેણે હજુ સુધી IPL જીત્યું નથી. જોકે, પોતાના અનુભવથી તે દિલ્હી કેપિટલ્સને પહેલી ટ્રોફી જીતાડવામાં મદદ કરી શકે છે. સૌથી અગત્યનું, તે દિલ્હીના બેટ્સમેનોને વધુ આક્રમક અને પાવર હીટર બનવા માટે સશક્ત બનાવી શકે છે. યુવરાજે ખેલાડીઓની રમત સુધારવાની કળામાં નિપુણતા મેળવી છે.
He’s done it all, won it all
Yuvi Paa is coming to Dilli ❤️ https://t.co/VVhjYwgEOs
— Delhi Capitals (@DelhiCapitals) October 13, 2026
યુવરાજ સિંહની શાનદાર કારકિર્દી
યુવરાજ સિંહની ક્રિકેટ કારકિર્દી ખૂબ જ શાનદાર રહી હતી. યુવરાજ સિંહે IPLમાં 132 મેચ પણ રમી છે, જેમાં 2,750 રન બનાવ્યા છે. 17 વર્ષથી વધુની કારકિર્દીદરમિયાન યુવરાજ સિંહે 40 ટેસ્ટ, 304 ODI અને 58 T20 મેચ રમી હતી. યુવરાજ સિંહે 2007 T20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપમાં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
DCના બેટિંગ કોચ બનવા પર યુવરાજે શું કહ્યું?
યુવરાજે દિલ્હી સાથે એક નવો અધ્યાય શરૂ કરવાનો આનંદ વ્યક્ત કર્યો. તેણે કહ્યું, “મારો આ ફ્રેન્ચાઇઝી સાથે જૂનું કનેક્શન છે અને હું ટીમના માલિકોને સારી રીતે ઓળખું છું, તેથી આ મારા માટે એક ખાસ તક છે. હું દાદા (ગાંગુલી) સાથે કોચ તરીકે કામ કરવા માટે પણ ઉત્સુક છું. કોચિંગ એવી વસ્તુ છે જેના વિશે હું ખૂબ જ ઉત્સાહી છું, અને હું આ અત્યંત પ્રતિભાશાળી ટીમ સાથે શરૂઆત કરવા આતુર છું.”
