AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Womens T20 World Cup: 26 વર્ષથી જે નથી થયું તે હવે થશે, ભારત પહેલીવાર આ ટીમ સામે રમશે

ICC Womens T20 World Cup: મહિલા T20 વર્લ્ડ કપ 2026માં 17 જૂને એક ઐતિહાસિક મેચ રમાનારી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એવી ટીમનો સામનો કરશે જેની સામે તેઓ ક્યારેય T20 મેચ રમ્યા નથી. જોકે બંને ટીમો વચ્ચે 26 વર્ષ પહેલા વનડે મેચ યોજાઈ છે. એટલે કે 26 વર્ષ બાદ આ ટીમ સામે ભારતનો મુકાબલો થશે.

Womens T20 World Cup: 26 વર્ષથી જે નથી થયું તે હવે થશે, ભારત પહેલીવાર આ ટીમ સામે રમશે
Indian Womens Cricket TeamImage Credit source: X/BCCI
| Updated on: Jun 15, 2026 | 7:58 PM
Share

કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવીને મહિલા T20 વર્લ્ડ કપ 2026 માં મજબૂત શરૂઆત કરનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની હવે સતત બીજી જીત પર નજર છે. ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટના પોતાની બીજી ગ્રુપ મેચમાં નેધરલેન્ડ્સનો સામનો કરશે. લીડ્સના ઐતિહાસિક હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી આ મેચ બંને ટીમો માટે ખાસ અને ઐતિહાસિક બનવાની છે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે.

T20માં પહેલીવાર સામ-સામે

ક્રિકેટ ઈતિહાસમાં આ પહેલીવાર બનશે, જ્યારે ભારત અને નેધરલેન્ડની મહિલા ટીમો T20 આંતરરાષ્ટ્રીય મેચમાં એકબીજાનો સામનો કરશે. આ ટૂંકા ફોર્મેટમાં બંને ટીમો પહેલા ક્યારેય ટકરાઈ નથી, તેથી જ ચાહકો આ મેચને લઈને ખાસ ઉત્સાહિત છે.

26 વર્ષ બાદ થશે ટક્કર

બંને ટીમો પહેલીવાર T20 મેચ રમી રહી હોવા છતાં, ODI ક્રિકેટમાં તેમનો લાંબો ઈતિહાસ છે. ભારત અને નેધરલેન્ડ્સે અત્યાર સુધીમાં કુલ ત્રણ ODI મેચ રમી છે, અને ભારતીય ટીમે ત્રણેયમાં એકતરફી રીતે જીત મેળવી છે. રસપ્રદ વાત એ છે કે, 2000 પછી એટલે કે છેલ્લા 26 વર્ષથી બંને ટીમો વચ્ચે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ નથી. આનો અર્થ એ થયો કે અઢી દાયકાથી વધુ સમય પછી, આ બંને ટીમો આંતરરાષ્ટ્રીય મંચ પર ટકરાશે.

નેધરલેન્ડ્સનો પહેલો T20 વર્લ્ડ કપ

આ T20 વર્લ્ડ કપ નેધરલેન્ડ્સ મહિલા ક્રિકેટ ટીમ માટે ખાસ છે, કારણ કે આ મેગા ઇવેન્ટમાં તેમનો પહેલો દેખાવ છે. જોકે, તેમની ટુર્નામેન્ટની શરૂઆત ખરાબ રહી હતી, જેમાં તેમનો પહેલો મેચ હાર્યો હતો. પોતાની પહેલી જીતની શોધમાં, નેધરલેન્ડ્સ હવે એક મજબૂત ભારતીય ટીમના પડકારનો સામનો કરશે. ઉત્તમ ફોર્મમાં રહેલી ટીમ ઇન્ડિયા આ ઐતિહાસિક મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચવાનો માર્ગ વધુ સરળ બનાવવાનો પ્રયાસ કરશે, જ્યારે નેધરલેન્ડ્સ ભારતને હરાવી વર્લ્ડ કપનો સૌથી મોટો અપસેટ કરવાનો પ્રયાસ કરશે.

Breaking News: વૈભવ સૂર્યવંશીની થઈ લડાઈ, શ્રીલંકાના ખેલાડીને માર્યો ધક્કો, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">