Breaking News : વૈભવ સૂર્યવંશીનો ક્રેઝ, સ્ટેડિયમમાં બેઠકો વધારવામાં આવી, પરંતુ મર્યાદિત સંખ્યામાં લોકો જ મેચ જોઈ શકશે
ભારત અને આયરલેન્ડ વચ્ચે 26 અને 28 જૂનના રોજ ટી20 સીરિઝની 2 મેચ રમાશે. આ બંન્ને મેચ દેશની રાજધાની બેલફાસ્ટમાં રમાશે. એક બાજુ આ સીરિઝને લઈ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યોછે.

આયરલેન્ડની રાજધાની બેલફાસ્ટમાં ક્રિકેટનો રંગ જોવા મળશે. કારણકે, ભારતીય ક્રિકેટ ટીમ ટી20 સીરિઝ માટે મેદાનમાં ઉતરશે.ભારત અને આયરલેન્ડ વચ્ચે 26 અને 28 જૂનના રોજ ટી20 સીરિઝની 2 મેચ રમાશે. આ બંન્ને મેચ દેશની રાજધાની બેલફાસ્ટમાં રમાશે. પરંતુ આ સીરિઝ માટે ખુબ ઉત્સાહ છે. આટલો ઉત્સાહ કેમ ના હોય કારણ કે, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી આઈપીએલમાં પોતાની બેટિંગથી ધમાલ મચાવશે.
વૈભવ સૂર્યવંશી પહેલી વખત સીનિયર ટીમમાં રમતો જોવા મળશે. તેના ડેબ્યુ પર બધાની નજર છે. આ કારણે બેલફાસ્ટના સ્ટેડિયમમાં સીટ વધારવામાં આવી રહી છે. તેમ છતાં 10 હજાર ચાહકો આ સ્ટેડિયમમાં મેચ જોઈ શકશે નહી.
બેલફાસ્ટમાં કેટલા ચાહકો મેચ જોઈ શકશે?
ક્રિકબઝના રિપોર્ટ મુજબ વૈભવ સૂર્યવંશીને પહેલી વખત સામે રમતા જોવાનાને લઈ આ સીરિઝને લઈ આયરલેન્ડ અને આસપાસના દેશોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કારણ છે કે, બેલફાસ્ટના જે મેદાન પર આ મેચ રમાશે. અહી મોટી સંખ્યામાં ચાહકોને સામેલ કરવા માટે અસ્થાઈ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. તેમ છતાં આ સંખ્યા 10 હજાર ચાહકો સુધી પહોંચી શકશે નહી.
વાત એ છે કે, 26 અને 28 જૂનના રોજ રમાનારી ટી20 મેચનું વેન્યુ બેલફાસ્ટના સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ મેદાન છે. આ મેદાનમાં ચાહકોને બેસવાની વ્યવસ્થા વધારે નથી કારણ કે, આયરલેન્ડમાં ક્રિકેટ મેચ જોનારાઓની સંખ્યા એટલી નથી. જાણકારી મુજબ અંદાજે સાડા 4 હજાર ચાહકો જ સ્ટેડિયમમાં મેચ જોઈ શકે છે. આ કારણે અસ્થાઈ સ્ટેન્ડ લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ તેનાથી પણ સંખ્યા માત્ર 7,000 સુધી પહોંચી શકશે.
વૈભવ સૂર્યવંશીનું ઈન્ટરેનશનલ ડેબ્યુ ક્યારે થશે?
જ્યારે મેદાનની ક્ષમતા નિશ્ચિત છે, અને કામચલાઉ બેઠકોથી તેમાં વધુ વધારો થશે નહીં, ભારત અને આયરલેન્ડના દરેક ક્રિકેટ ચાહક, ટેલિવિઝનથી લઈને મોબાઇલ ફોન સુધી, આ બે મેચ જોશે. છેવટે, વૈભવ સૂર્યવંશી પહેલી વાર સિનિયર ભારતીય ટીમ માટે રમતા જોઈ શકાય છે. જોકે, હજુ સુધી તે સ્પષ્ટ નથી કે તે આ સીરિઝમાં ડેબ્યૂ કરશે કે નહીં. તેને પહેલી મેચમાં જ તક મળશે કે બીજી મેચની રાહ જોવી પડશે. આ બધા પ્રશ્નોના જવાબ શુક્રવાર, 26 જૂને જાહેર થશે.
