AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શું ભારતીય ક્રિકેટને મળી ગયો નવો યુવરાજ સિંહ ? 26 મેચ, 26 જીત ! ન્યૂઝીલેન્ડ સામે તિલક વર્માએ બનાવ્યો મોટો રેકોર્ડ

ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 મેચમાં તિલક વર્માએ 26 બોલમાં 51* રન કરીને ભારતને શાનદાર જીત અપાવી. આ મેચમાં તેની મહત્ત્વની ભૂમિકા રહી. આ સાથે જ જ્યારે પણ તિલક T20માં નોટઆઉટ રહ્યો છે, ત્યારે મોટાભાગે તેની ટીમે જીત મેળવી છે.

Breaking News : શું ભારતીય ક્રિકેટને મળી ગયો નવો યુવરાજ સિંહ ? 26 મેચ, 26 જીત ! ન્યૂઝીલેન્ડ સામે તિલક વર્માએ બનાવ્યો મોટો રેકોર્ડ
Tilak Verma RecordsImage Credit source: PTI
| Updated on: Oct 25, 2026 | 8:45 AM
Share

ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં તિલક વર્મા અને નીતિશ રેડ્ડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તિલક વર્માની બેટિંગના કારણે ભારતીય ટીમને જીત અપાવવામાં મદદ મળી હતી. આ સાથે જ તિલકના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો છે.

26મી વખત નોટઆઉટ રહ્યો અને ટીમને અપાવી જીત

ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 મેચમાં ટાર્ગેટ ચેસ કરતી વખતે તિલક વર્માએ માત્ર 26 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. તે છેલ્લે સુધી નોટઆઉટ રહ્યો હતો. ભારતને છેલ્લી ત્રણ ઓવરમાં જીતવા માટે 18 બોલમાં 46 રનની જરૂર હતી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં તિલકની આક્રમક બેટિંગે મેચનું પાસું પલટી નાખ્યું હતું. આ સાથે તિલક વર્મા 26 મી વખત T20 મેચમાં નોટઆઉટ રહ્યો અને ટીમે જીત અપાવી. આ આંકડામાં IPL સહિતની અન્ય T20 મેચોનો પણ સમાવેશ થાય છે.

T20 માં ટાર્ગેટનો પીછો કરતી વખતે તિલક વર્માની નોટઆઉટ ઇનિંગ્સ

  • 61 (29) ચંડીગઢ સામે (જીત) (સૈયદ મુશ્તાક અલી ટ્રોફી)
  • 34 (32) ચેન્નાઈ સુપર કિંગ્સ સામે (જીત)
  • 29 (21) રાજસ્થાન રોયલ્સ સામે (જીત)
  • 26 (10) પંજાબ કિંગ્સ સામે (જીત)
  • 49 (37) વેસ્ટ ઇન્ડિઝ સામે (જીત)
  • 7 (5) વેસ્ટ ઇન્ડિઝ સામે (જીત)
  • 55 (26) બાંગ્લાદેશ સામે (જીત)
  • 41 (31) મેઘાલય સામે (જીત) (સૈયદ મુશ્તાક અલી ટ્રોફી)
  • 58 (43) જમ્મુ અને કાશ્મીર સામે (જીત) (સૈયદ મુશ્તાક અલી ટ્રોફી)
  • 40 (24) મિઝોરમ સામે (જીત) (સૈયદ મુશ્તાક અલી ટ્રોફી)
  • 16 (10) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે (જીત)
  • 37 (32) સનરાઇઝર્સ હૈદરાબાદ સામે (જીત)
  • 36 (30) ઓમાન સામે (જીત)
  • 51 (31) બિહાર સામે (જીત)
  • 19 (16) ઇંગ્લેન્ડ સામે (જીત)
  • 72 (55) ઇંગ્લેન્ડ સામે (જીત)
  • 21 (17) સનરાઇઝર્સ હૈદરાબાદ સામે (જીત)
  • 2 (2) સનરાઇઝર્સ હૈદરાબાદ સામે (જીત)
  • 30 (19) પાકિસ્તાન સામે (જીત)
  • 69 (53) પાકિસ્તાન સામે (જીત)
  • 26 (34) દક્ષિણ આફ્રિકા સામે (જીત)
  • 75 (33) પંજાબ કિંગ્સ સામે (જીત)
  • 6 (5) ઝિમ્બાબ્વે સામે (જીત)
  • 3 (4) અફઘાનિસ્તાન સામે (જીત)
  • 15 (14) અફઘાનિસ્તાન સામે (જીત)
  • 51 (26) ન્યૂઝીલેન્ડ સામે (જીત)

તિલક વર્માની T20 કારકિર્દી

તિલક વર્માએ પોતાની T20 કારકિર્દીમાં આશરે 180 મેચ રમી છે. તેણે 171 ઇનિંગ્સમાં 41.32 ની સરેરાશ અને 145.72ના સ્ટ્રાઇક રેટથી 5,166 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 સદી અને 31 અડધી સદી મારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 151 રનનો છે. બોલિંગમાં તેણે 29 ઇનિંગ્સમાં 12 વિકેટ લીધી છે. જ્યારે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 26 રનમાં 2 વિકેટ છે. તિલક વર્માની આ શાનદાર બેટિંગે ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ દબાણની પરિસ્થિતિમાં ટીમ માટે કેટલા મહત્ત્વપૂર્ણ ખેલાડી બની શકે છે.

આ પણ વાંચો, Breaking News : સોનું એક્સચેન્જ કરાવતા પહેલા સાવધાન, માલાબાર ગોલ્ડ શોરૂમમાં 22 કેરેટના દાગીનાને 20 કેરેટ ગણાવતા હોબાળો ! જુઓ Video

Follow Us
આજનું રાશિ ભવિષ્ય: ધન, નોકરી અને કારકિર્દીની આગાહી
આજનું રાશિ ભવિષ્ય: ધન, નોકરી અને કારકિર્દીની આગાહી
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
g clip-path="url(#clip0_868_265)">