AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026 પહેલા BCCIનો મોટો નિર્ણય, આ કારણે ઓપનિંગ સેરેમની રદ કરાઈ

Opening Ceremony of IPL 2026 : BCCIએ હાલમાં આઈપીએલ 2026ની ઓપનિંગ સેરેમની ન યોજવાનો નિર્ણય લીધો છે. આઈપીએલ 2026ની પહેલી મેચ RCB અને SRH વચ્ચે 28 માર્ચના રોજ રમાશે.

Breaking News : IPL 2026 પહેલા BCCIનો મોટો નિર્ણય, આ કારણે ઓપનિંગ સેરેમની રદ કરાઈ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2026 | 1:55 PM
Share

બીસીસીઆઈએ આઈપીએલ 2026ને લઈ એક મોટો નિર્ણય લીધો છે. આઈપીએલની ઓપનિંગ સેરેમની રદ કરવામાં આવી છે. બેંગ્લુરુમાં આરસીબીની જીત બાદ નીકળેલી વિજય સરધસ દરમિયાન ભીડમાં 11 લોકોના મૃત્યું થયા હતા. BCCIએ આ નિર્ણય ગત્ત વર્ષે જીવ ગુમાનાર લોકોના સન્માન માટે લીધો છે. એક રિપોર્ટ મુજબ ભારતીય ક્રિકેટ એન્ડ કંટ્રોલ બોર્ડે તેની યાદમાં આઈપીએલની ઓપનિંગ સેરેમની રદ કરી છે.

IPL 2026ની પહેલી મેચ બેંગલુરુમાં રમાશે

IPL 2026ની શરુઆત 28 માર્ચથી થશે. પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝ હૈદરાબાદની ટીમ આમને -સામને આવશે. આ મેચ બેંગ્લુરુના એમ ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ પણ એક મોટું કારણ છે કે BCCI એ IPL 2026ની પહેલી મેચ પહેલા તેની ઓપનિંગ સેરેમની રાખી નથી.

IPL 2026 માટે ઓપનિંગ સેરેમની કેમ નહીં હોય?

આરસીબીએ ગત્ત સીઝન આઈપીએલનો ખિતાબ પોતાને નામ કર્યો હતો. ત્યારબાદ સેલિબ્રેશન દરમિયાન બેંગ્લુરુમાં 4 જૂન 2025ના રોજ ભાગદોડ મચી હતી. આ ભાગદોડ અને ભીડમાં 11 લોકોના મૃત્યુ થયા હતા. જેને લઈ બીસીસીઆઈએ આ સીઝનમાં ઓપનિંગ સેરેમની ન રાખવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ મુજબ બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે ,આઈપીએલની 19મી સીઝનની ક્લોઝિંગ સેરેમની 31 મેના રોજ થઈ શકે છે. આઈપીએલ 2026ની ફાઇનલ પણ 31 મેના રોજ રમાશે, જે પહેલા ક્લોઝિંગ સેરેમની થઈ શકે છે.

IPLની ઓપનિંગ સેરેમની પહેલા પણ રદ થઈ ચૂકી છે

ગત સીઝનની IPLની ઓપનિંગ સેરેમની કોલકાતામાં યોજાય હતી, જેમાં શાહરૂખ ખાન, શ્રેયા ઘોષાલ, દિશા પટણી અને કરણ ઔજલા જેવા કલાકારોએ પર્ફોર્મ કર્યું હતું.આ પહેલી વખત નથી કે, આઈપીએલની ઓપનિંગ સેરેમની રદ કરવામાં આવી હોય.અગાઉ, પુલવામા હુમલામાં શહીદ થયેલા 40 CRPF સૈનિકોની યાદમાં IPL 2019ની ઓપનિંગ સેરેમની યોજાય ન હતી. ઓપનિંગ સેરેમની માટે ફાળવવામાં આવેલા પૈસા શહીદોના પરિવારોમાં વહેંચવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે,IPLની 19મી સીઝનની શરૂઆત પહેલા જ RCB અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) એ આ ઘટનાને યાદ કરવા માટે ભાવનાત્મક નિર્ણય લીધો છે. RCB-KSCA એ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એક સ્મારક તકતી લગાવવાનો અને 11 સીટો હંમેશા ખાલી રાખવાનો નિર્ણય લીધો છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે.  અહી ક્લિક કરો

Follow Us
દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..
દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">