AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Breaking News : અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી જૂના સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી ! જુઓ Video

Ahmedabad Breaking News : અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી જૂના સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2026 | 2:09 PM
Share

અમદાવાદ શહેરના સુભાષ બ્રિજને દૂર કરવાની કામગીરી અંતર્ગત આજે બ્રિજના નદીના પટમાં આવેલા 3 સ્પાનનું ડિમોલિશન સફળતાપૂર્વક અને સંપૂર્ણ સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે. સલામતી ધોરણો અને પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવ્યું હતું

અમદાવાદ શહેરના સુભાષ બ્રિજને દૂર કરવાની કામગીરી અંતર્ગત આજે 01 જુલાઈ બ્રિજના નદીના પટમાં આવેલા 3 સ્પાનનું ડિમોલિશન સફળતાપૂર્વક અને સંપૂર્ણ સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે. ડિમોલિશન દરમિયાન સમગ્ર સ્પાનને અત્યંત સાવચેતીપૂર્વક તોડી નિયંત્રિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બની નહોતી અને કામદારો, મશીનરી તેમજ આસપાસના વિસ્તારમાં સંપૂર્ણ સુરક્ષા જળવાઈ રહી હતી.

આ સમગ્ર કામગીરી નિષ્ણાંતોની દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્થળ પર સતત મોનિટરિંગ સાથે તમામ નિર્ધારિત સલામતી ધોરણો અને પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે ડિમોલિશનની સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

જૂના સુભાષ બ્રિજના ત્રણ સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન

ડિમોલિશન દરમિયાન બ્રિજના સમગ્ર વિસ્તારને સંપૂર્ણપણે બેરિકેડિંગ કરીને પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો હતો અને બ્રિજની આસપાસ કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સમગ્ર કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આજની કામગીરી સાથે જૂના સુભાષ બ્રિજના કુલ ત્રણ સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ થઈ ચૂક્યું છે. આગામી તબક્કામાં પણ નિર્ધારિત આયોજન મુજબ સલામતીના તમામ માપદંડોનું પાલન કરીને બાકીની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ડેબ્રીઝ દૂર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આજે વહેલી સવારે સુરક્ષિત રીતે સ્પાન તોડવામાં આવ્યા. પહેલા માત્ર સ્પાન તોડવા જ નિર્ણય લેવાયો હતો, નવી ડિઝાઇન મુજબ સમગ્ર બ્રિજ તોડાઇ રહ્યો છે. બ્રિજ નીચે આવેલા પિલ્લરને પણ તોડી સમગ્ર બ્રિજ નવો તૈયાર કરાશે. ગત વર્ષે બ્રિજમાં ક્ષતિ આવી ત્યારે એક વર્ષમાં બ્રિજ પુનઃ શરૂ કરવા જાહેરાત કરાઈ હતી. 230 કરોડના ખર્ચે નવા આકાર પામનાર સુભાષબ્રિજને હજુ પણ એક વર્ષ લાગે એવું સ્થિતિ

આ પણ વાંચો, Amreli Rain: સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વચ્ચે બાઈક ચાલક તણાયો, સ્થાનિકોએ બચાવ્યો જીવ, જુઓ રેસ્ક્યૂનો દિલધડક Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">