Breaking News : ટ્રોફી ચોર નકવીના નિવેદનથી ICC નારાજ, વર્લ્ડ કપમાંથી બહાર થયું તો ક્રિકેટમાં પણ કંગાળ થશે
બાંગ્લાદેશ ટી20 વર્લ્ડમાંથી દુર થયા બાદ હવે ક્રિકેટની દુનિયામાં નવા ડ્રામા શરુ થઈ ગયા છે.આ ડ્રામા બીજું કોઈ નહી પરંતુ આતંકી દેશ પાકિસ્તાન કરી રહ્યું છે. આઈસીસીએ પાકિસ્તાનને ચોખ્ખા શબ્દોમાં જવાબ આપી દીધો છે.

બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ આગામી ટી20 વર્લ્ડકપ 2026માંથી દુર થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નવો ડ્રામા શરુ કર્યો છે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસિન નકવીએ એવું વાત કરી જેનાથી પાકિસ્તાનના ટી20 વર્લ્ડકપમાં રમવા પર સાવલો ઉભા થઈ રહ્યા છે. બાંગ્લાદેશ વર્લ્ડકપમાંથી બહાર થતાં બાંગ્લાદેશના સ્થાને સ્કોટલેન્ડની ટીમને ગ્રુપ સીમાં રાખવામાં આવી છે. તે જૂના શેડ્યુલ મુજબ મેચ રમશે. આ ગ્રુપમાં ઈંગ્લેન્ડ,નેપાળ અને વેસ્ટઈન્ડિઝની ટીમ છે.
નકવીએ ICC પર બેવડા ધોરણ અપનાવવાનો આરોપ લગાવતા કહ્યું કે એક દેશ નિર્ણયો લગાવી રહ્યો છે. જ્યારે ICC એ પાકિસ્તાન અને ભારતના કિસ્સામાં સ્થળોના બદલવાની સુવિધા આપી હતી, તો બાંગ્લાદેશ માટે પણ આવું કેમ ન કરવામાં આવ્યું? બાંગ્લાદેશને પણ હાઇબ્રિડ મોડેલ હેઠળ વિકલ્પ આપવો જોઈતો હતો. શનિવારે તેમણે કહ્યું આગામી ટી20 વર્લ્ડકપમાં ટીમ રમશે કે, નહી તેનો અંતિમ નિર્ણય દેશની સરકાર કરશે. જો સરકાર ના પાડશે તો આઈસીસી અન્ય ટીમને આંમત્રિત કરી શકે છે.
કંગાળ પાકિસ્તાનનો સપોર્ટ
બાંગ્લાદેશ ટી20 વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ પીસીબી ચીફ મોહસિન નકવીએ કહ્યું કે, આઈસીસીએ હાઈબ્રિડ મોડલનો વિકલ્પ આપવો જોઈએ. આઈસીસીમાં થયેલી વોટિંગ દરમિયાન બાંગ્લાદેશને માત્ર કંગાળ પાકિસ્તાનનો સપોર્ટ મળ્યો હતો. તો ચાલો જાણીએ જો પાકિસ્તાન ટી20 વર્લ્ડકપ નહી રમે તો આઈસીસી શું કાર્યવાહી કરશે.ICC એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી છે.
ICC કડક સજા આપશે
એક મીડિયા રિપોર્ટ મુજબ, ICC પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કોઈપણ ટીમ સાથે દ્વિપક્ષીય સીરિઝ રમવા પર પ્રતિબંધ મૂકી શકે છે. એશિયા કપમાં તેની ભાગીદારી પણ સસ્પેન્ડ કરી શકાય છે. વિદેશી ખેલાડીઓને PSLમાં રમવા માટે NOC આપવામાં આવશે નહીં.ટુંકમાં જો પાકિસ્તાન વિરુદ્ધ આઈસીસી આ નિર્ણય લે છે તો તેનું ક્રિકેટનું ભવિષ્ય સંપુર્ણ રીતે નષ્ટ થઈ જશે. કારણ કે, આ નિર્ણય બાદ પાકિસ્તાનની પાસે માત્ર આઈસીસી ઈવેન્ટ રમવાનો વિકલ્પ હશે.
