AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સૌથી પહેલો IPL કોન્ટ્રાક્ટ કયા ખેલાડીને આપવામાં આવ્યો હતો ? જાણો કેમ ક્યારેય રમી શક્યો નહીં એ સ્ટાર ખેલાડી

જે ખેલાડીને BCCI એ પહેલો IPL કોન્ટ્રાક્ટ ઓફર કર્યો હતો તેણે ઓફર કરેલી રકમ કરતા અઢી ગણી રકમ માંગી હતી. ચાલો જાણીએ કે તે ખેલાડી કોણ હતો અને તેને શું ઓફર કરવામાં આવી હતી.

Breaking News: સૌથી પહેલો IPL કોન્ટ્રાક્ટ કયા ખેલાડીને આપવામાં આવ્યો હતો ? જાણો કેમ ક્યારેય રમી શક્યો નહીં એ સ્ટાર ખેલાડી
| Updated on: Mar 20, 2026 | 5:27 PM
Share

IPL 2008 માં શરૂ થયું હતું. શેન વોર્ન IPL માં વેચાયેલો પહેલો ખેલાડી હતો. રાજસ્થાન રોયલ્સ પ્રથમ IPL ચેમ્પિયન બન્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે પહેલો IPL કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો હતો?

બ્રાયન લારાને મળ્યો સૌથી પહેલો કોન્ટ્રાક્ટ

IPL નો સૌથી પહેલો કોન્ટ્રાક્ટ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારાને ઓફર કરવામાં આવ્યો હતો. જોકે, બેટ્સમેન લારાએ BCCI સમક્ષ એવી શરત મૂકી કે તેની IPL કારકિર્દી શરૂ થાય તે પહેલાં જ સમાપ્ત થઈ ગઈ. તે ક્યારેય IPL માં રમી શક્યો નહીં.

વિદેશી સ્ટાર્સને IPLમાં સામેલ કરવાનો પડકાર

IPL વર્ષ 2008 માં શરૂ થયું હતું, અને તે સમયે BCCI માટે સૌથી મોટો પડકાર હતો વિશ્વભરના વિદેશી ક્રિકેટ સુપરસ્ટાર્સને લીગમાં સામલે કરવા. તે સમયે IPL ની કોઈ બ્રાન્ડ વેલ્યુ નહોતી, જેથી BCCI એ ફેમસ ક્રિકેટરોને આકર્ષવા માટે ભારે રોકાણ કર્યું. BCCIએ વિદેશી ખેલાડીઓ માટે $50,000 થી $400,000 સુધીની મર્યાદા નક્કી કરી. આનો અર્થ એ થયો કે જો તેમને હરાજીમાં વધારે પૈસા ન મળે, તો પણ BCCI એ વિદેશી ખેલાડીઓને તે રકમ ચૂકવવાની ખાતરી આપી.

BCCIએ લારાને $400,000 ઓફર કર્યા

BCCIએ એડમ ગિલક્રિસ્ટ, એન્ડ્રુ સાયમન્ડ્સ અને શેન વોર્ન જેવા વિદેશી સ્ટાર્સને $400,000 સુધી મર્યાદિત રાખ્યા હતા. આ ખેલાડીઓની જેમ, BCCIએ પણ બ્રાયન લારાને $400,000 ઓફર કર્યા હતા, પરંતુ લારાએ ઈનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે તે ઓછામાં ઓછી $1 મિલિયનની ગેરંટી પર IPL માં જોડાવા તૈયાર છે.

અઢી ગણા વધુ પૈસા માંગ્યા અને ડીલ કેન્સલ

શરતોના ભાગ રૂપે બ્રાયન લારાએ જે રકમ માંગી હતી તે BCCI દ્વારા ઓફર કરાયેલી રકમ કરતા બમણી જ નહીં, પરંતુ અઢી ગણી વધુ હતી. જોકે, લારાએ ત્યારે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોવાથી, BCCIને IPLમાં જોડાવા માટે તેણે જે રકમ માંગી હતી તે વધારે લાગી. પરિણામે લારા ક્યારેય IPL માં જોડાઈ નહીં શક્યો અને ક્યારેય રમી પણ ના શક્યો. જોકે, તેણે પાછળથી કોચ અને મેન્ટર તરીકે સેવા આપી હતી.

Breaking News: એમએસ ધોની સહિત આ 6 ક્રિકેટરો IPL 2026 પછી લેશે નિવૃત્તિ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">