AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સંન્યાસની અટકળો વચ્ચે રોહિત શર્માના કોચે આપ્યું મોટું નિવેદન

India Batting coach Sitanshu Kotak on Rohit Sharma : ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે સંન્યાસની અટકળો વચ્ચે રોહિત શર્મા પર મોટું નિવેદન આપ્યું છે. ખરાબ પ્રદર્શન વચ્ચે રોહિતના સમર્થનમાં ઉતર્યા છે.

Breaking News : સંન્યાસની અટકળો વચ્ચે રોહિત શર્માના કોચે આપ્યું મોટું નિવેદન
Image Credit source: AI
| Updated on: Jul 17, 2026 | 12:36 PM
Share

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સીરિઝમાં દિગ્ગજ ઓપનર રોહિત શર્માના ખરાબ ફોર્મ અને વનડેના ભવિષ્યને લઈ મીડિયામાં અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. કાર્ડિફમાં રમાયેલી બીજી વનડેમાં રોહિત શર્માએ 47 બોલમાં 26 રનની ઈનિગ્સ રમી હતી. ત્યારબાદ ભારતને આ મેચમાં 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, સિલેક્ટર્સે 2027ના વર્લ્ડકપની તૈયારી હેઠળ રોહિત શર્માના નામ પર આગળ વિચાર કરવા માંગતા નથી.

આ તમામ ચર્ચાઓ વચ્ચે ભારતીય ટીમના બેટિંગ કોચ સિંતાશું કોટક સીનિયર બેટ્સમેનના સમર્થનમાં આવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, રોહિત શર્મા પર કોઈ પણ પ્રકારનો દબાવ નથી.

રોહિત શર્મા પર કોચનું મોટું નિવેદન

બીજી વનડે મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે સિંતાશું કોટક સાથે રોહિત શર્માના ભવિષ્ય અને તેની પર રહેલા દબાવને લઈ સવાલ પુછવામાં આવ્યો તો. તેમણે કહ્યું મને લાગતું નથી કે, રોહિત શર્મા જેવો કોઈ ખેલાડી ક્યારેય દબાવ મહેસુસ કરી શકે.તે ખૂબ મોટો અને સારો ખેલાડી છે જે આ પ્રકારના દબાણનો સામનો કરી શકતો નથી. હા, એ સાચું છે કે તેણે તેની છેલ્લી બે ઇનિંગ્સમાં કોઈ રન બનાવ્યા નથી, પણ મને નથી લાગતું કે તેનાથી કોઈ ફરક પડે છે. આજે પણ, એવું લાગતું હતું કે તે મોટી ઇનિંગ્સ રમશે, પરંતુ ક્રિકેટમાં તે સામાન્ય છે.

લોર્ડસમાં રમશે મોટી ઈનિગ્સ

કોટકે એ વાતને સંપૂર્ણપણે નકારી હતી કે, રોહિત શર્મા રન બનાવવા સંધર્ષ કરી રહ્યો છે. તેને આશા વ્યક્ત કરી કે, રવિવારના રોજ લોર્ડસમાં થનારી છેલ્લી મેચમાં એક અલગ જ અંદાજમાં જોવા મળશે. બેટિંગ કોચે કહ્યું ખાસ દિવસ પર કેટલીક વખત બેટ્સમેનને એવી મોમેન્ટ મળતી નથી. જેની તે રાહ જોતો હોય. લોર્ડસમાં તમને રોહિત શર્માની અલગ જ ઈનિગ્સ જોવા મળશે.

રોહિત શર્માના ફોર્મ પર ઉઠ્યા સવાલ

હાલમાં રોહિત શર્માના પ્રદર્શન કાંઈ ખાસ રહ્યું નથી. આ વર્ષે 8 વનડે મેચમાં તેમણે માત્ર એક અડધી સદી ફટકારી છે. તેમજ સરેરાશ 30.12 છે. આ દરમિયાન તેમણે 241 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડ પહેલા અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાયેલી વનડે સીરિઝમાં તે કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. જેના કારણે તેના વનડે કરિયર પર સંકટના વાદળો જોવા મળી રહ્યા છે.

2 બાળકોનો પિતા છે રોહિત શર્મા, જાણો પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">