AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ન્યુઝીલેન્ડની ઘાસવાળી પીચ જોઈને રવિન્દ્ર જાડેજા આશ્ચર્યચકિત, કહ્યું- “મારા ઘોડા પણ આટલું ઘાસ ખાતા નથી!” જુઓ Video

રવિન્દ્ર જાડેજાએ તેના પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો શેર કર્યો. લીલીછમ પીચ જોઈને તેણે એક રમૂજી ટિપ્પણી કરી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આગામી ટેસ્ટ સીરિઝ માટે જાડેજા નેટમાં સખત મહેનત કરી રહ્યો છે.

Breaking News : ન્યુઝીલેન્ડની ઘાસવાળી પીચ જોઈને રવિન્દ્ર જાડેજા આશ્ચર્યચકિત, કહ્યું- મારા ઘોડા પણ આટલું ઘાસ ખાતા નથી! જુઓ Video
| Updated on: Nov 17, 2026 | 11:23 AM
Share

ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ગયેલા ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટેસ્ટ સીરિઝમાં ધમાલ મચાવવા માટે મહેનત કરી રહ્યો છે. પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો પણ શેર કર્યો છે. નેટમાં પરસેવો પાડી રહ્યો છે. પહેલી નજરમાં જડ્ડુને પીચ પસંદ આવી નહી. વધારે ઘાસ જોઈ તેમણે એક કોમેન્ટ કરી છે. જેની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા કરી રહી છે. 37 વર્ષીય ઓલરાઉન્ડરે પ્રેક્ટિસ સેશનનો વીડિયો શેર કરતા કહ્યું આટલું ઘાસ તો મારો ઘોડો પણ ખાતો નથી. જેટલું પીચ પર છે.

ચાહકો કરી રહ્યા છે કોમેન્ટ

રવિન્દ્ર જાડેજાની આ પોસ્ટ પર ચાહકો શાનદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક ક્રિકેટ પ્રેમીએ પોતાના વિચારો રજુ કરતા લખ્યું આ ઘાસ માત્ર તમારી તલવારની ધાર પર જ કાપી શકાય છે મહારાજા. તો અન્યએ કહ્યું તલવારથી ઘાસ કાપો મહારાજા. તો કોઈએ કહ્યું જડ્ડુ ભાઈનો જલવો દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે.

View this post on Instagram

રવિન્દ્ર જાડેજાનું ટેસ્ટ કરિયર

રવિન્દ્ર જાડેજાએ ભારતની તરફથી અત્યારસુધી 91 ટેસ્ટ મેચ રમી છે. આ વચ્ચે તેના બેટમાંથી 136 ઈનિગ્સમાં 37.81ની સરેરાશથી 4160 રન આવ્યા છે. જેમાં 6 સદી અને 28 અડધી સદી સામેલ છે. બોલિંગ દરમિયાન તેમણે 171 ઈનિગ્સમાં 25.30ની સરેરાશથી 356 સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં 3 વખત 10,15 વખત પાંચ અને 17 વખત 4 વિકેટ લીધી છે.

ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ સ્કવોડ

શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ,કે.એલ રાહુલ, દેવદત્ત પેડિક્કલ, રિષભ પંત, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, અંશુલ કંબોજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, સાંઈ સુદર્શન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિગ્ટન સુંદર, ગુરનુર બરાર અને મોહમ્મદ સિરાજ

રવિન્દ્ર જાડેજા માટે આ સીરિઝ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તેનું તાજેતરનું પ્રદર્શન ખરાબ રહ્યું છે, અને તેણે ODI ટીમમાં પોતાનું સ્થાન ગુમાવ્યું છે. ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે, રવિન્દ્ર જાડેજાએ ન્યુઝીલેન્ડમાં પ્રભાવ પાડવો પડશે. તેની છેલ્લી ટેસ્ટ સીરિઝમાં, તે શ્રીલંકામાં રમ્યો હતો, જ્યાં તેણે 4 ઇનિંગ્સમાં ફક્ત 8 વિકેટો જ મેળવી હતી. આનાથી રવિન્દ્ર જાડેજા પર દબાણ વધશે.

જામનગરમાં રહે છે આ ક્રિકેટર, પત્ની રિયલ લાઈફમાં છે ઓલરાઉન્ડર આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">