Breaking News: રવિન્દ્ર જાડેજાએ 4 વર્ષ બાદ નંબર-1 રેન્કિંગ ગુમાવ્યું, 6 ફૂટ 8 ઇંચનો ખેલાડી બન્યો ટોપ ઓલરાઉન્ડર
લેટેસ્ટ ICC રેન્કિંગમાં ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં સૌથી મોટો ફેરફાર થયો છે. સતત 4 વર્ષથી નંબર-1 સ્થાન પર રાજ કરનાર રવિન્દ્ર જાડેજાનું નંબર-1 નું સિંહાસન છીનવાઈ ગયું છે. દક્ષિણ આફ્રિકાનો 6 ફૂટ 8 ઇંચ ઊંચો ખેલાડી હવે નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર બની ગયો છે.

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ચાર વર્ષથી વધુ સમય પછી વિશ્વના નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર તરીકેનો પોતાનો ખિતાબ ગુમાવ્યો છે. લેટેસ્ટ ICC રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકાનો માર્કો જેન્સન હવે નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર બની ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે જેન્સનના મેચવિનિંગ પ્રદર્શને તેને લેટેસ્ટ ICC રેન્કિંગમાં એક સ્થાન ઉપર પહોંચવામાં મદદ કરી છે, અને જાડેજાને હટાવી તે નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર બન્યો છે. કારકિર્દીમાં પહેલીવાર જેન્સન ટોચ પર પહોંચ્યો છે.
જાડેજાને પાછળ છોડી જેન્સન નંબર-1 ઓલરાઉન્ડર
26 વર્ષીય માર્કો જેન્સનના ICC હવે ઓલરાઉન્ડર રેન્કિંગમાં 451 રેટિંગ પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી ટેસ્ટમાં તેણે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. આ જીતથી દક્ષિણ આફ્રિકાને ત્રણ મેચની શ્રેણી 1-1 થી બરાબર કરવામાં મદદ મળી હતી. જેનસેનનો બેટ અને બોલ બંનેથી નોંધપાત્ર પ્રભાવ પડ્યો. તેણે ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગમાં ૮૫ રન બનાવ્યા અને મેચ બદલનારી પાંચ વિકેટ લીધી. તેના પ્રદર્શને તેને ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં પણ ટોચ પર પહોંચાડ્યો.
Number 1 Test bowler Number 1 Test all-rounder
Marco Jansen continues his red-hot run in the longest format, claiming the top spot in the latest ICC Test rankings
#MarcoJansen #ICC #Test #SouthAfrica https://t.co/gtky8VFAkb
— CricTracker (@Cricketracker) October 28, 2026
યાન્સને ICC રેન્કિંગમાં મચાવી ધમાલ
જેન્સનનું દમદાર પ્રદર્શન ફક્ત ઓલરાઉન્ડર રેન્કિંગ પૂરતું મર્યાદિત નહોતું રહ્યું. ડાબોડી ફાસ્ટ બોલર ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કને પાછળ છોડીને ટેસ્ટ બોલરોના રેન્કિંગમાં પણ નંબર 1 બોલર બન્યો છે, બોલરોના રેન્કિંગમાં તેને પાંચ સ્થાનનો ફાયદો થયો છે. તે બેટિંગ રેન્કિંગમાં 13 સ્થાનનો ઉછાળો મેળવીને 56મા સ્થાને પહોંચ્યો છે. આ દક્ષિણ આફ્રિકાની ટીમ માટે એક સાચા ઓલરાઉન્ડર તરીકે તેનું મહત્વ દર્શાવે છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ડેલ સ્ટેને તેને વિશ્વનો શ્રેષ્ઠ ક્રિકેટર પણ ગણાવ્યો હતો.
ટેમ્બા બાવુમાને લેટેસ્ટ રેન્કિંગમાં ફાયદો
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાને પણ લેટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. ઓસ્ટ્રેલિયા સામેના પ્લેયર ઓફ ધ મેચ પ્રદર્શન બાદ તે ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ચાર સ્થાન ઉપર આવીને બીજા સ્થાને પહોંચી ગયો છે. બાવુમાએ પ્રથમ ઇનિંગમાં 179 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડનો કેપ્ટન હેરી બ્રુક તેના કરતા ઉપરનો ક્રમાંકિત એકમાત્ર બેટ્સમેન છે. દક્ષિણ આફ્રિકાનો સ્પિનર સિમોન હાર્મર પણ ટેસ્ટ ઓલરાઉન્ડરની રેન્કિંગમાં 15 સ્થાન ઉપર આવીને આઠમા સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોટ બોલેન્ડ પણ બોલિંગ રેન્કિંગમાં ત્રણ સ્થાન ઉપર આવીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.
