AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પાકિસ્તાની ક્રિકેટરનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- મેચમાં અમ્પાયર ભારતને સપોર્ટ કરે છે

પાકિસ્તાની ક્રિકેટરના વિવાદાસ્પદ નિવેદનથી ICCની નિષ્પક્ષતા પર સવાલ ઉઠ્યા છે. પાકિસ્તાની ક્રિકેટરે કહ્યું અમ્પાયરો પણ ભારતનું સમર્થન કરે છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચાહકોના રિએક્શન સામે આવી રહ્યા છે

Breaking News :  પાકિસ્તાની ક્રિકેટરનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- મેચમાં અમ્પાયર ભારતને સપોર્ટ કરે છે
| Updated on: Jun 08, 2026 | 8:33 AM
Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ માત્ર એક રમત નથી પરંતુ કરોડો ચાહકોની ભાવના સાથે જોડાયેલ એક મોટું આયોજન માનવામાં આવે છે. તેથી, જ્યારે પણ કોઈ ખેલાડી આ હરીફાઈ અંગે વિવાદાસ્પદ નિવેદન આપે છે, ત્યારે તે તરત જ ચર્ચામાં આવે છે. આ વખતે, તે પાકિસ્તાનનો ઓલરાઉન્ડર ખુશદિલ શાહ પોતાના વિવાદાસ્પદ નિવેદનના કારણે ચર્ચામાંછે. ખુશદિલે દાવો કર્યો કે, ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન મહત્વના નિર્ણય ભારતીય ટીમના પક્ષમાં જાય છે. તેમણે અમ્પારિંગ થી લઈ મેચના આયોજન સુધી સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું કે, અનેક વખત પરિસ્થિતિ ભારતીય ટીમને અનુકુળ જોવા મળે છે.

શરુઆતમાં દબાવ મહેસુસ થાય

એક પોડકાસ્ટમાં સાથી ખેલાડી અબ્બાસ આફરીદીની સાથે વાતચીત કરતા ખુશદિલ શાહે ભારત-પાકિસ્તાનની મેચના વાતાવરણ પર ખુલીને વાત કરી હતી. બંન્ને દેશો વચ્ચે મેચમાં દબાણ અને ઈમોશન્સ અલગ લેવલ પર ચાલ્યા જાય છે. ખુશદિલે કહ્યું ભારત વિરુદ્ધ મેચમાં ઈમોશન્સ ખુબ વધારે હોય છે. શરુઆતમાં દબાવ મહેસુસ થાય છે પરંતુ મેચ આગળ વધવાની સાથે તે ખુબ ઓછો થઈ જાય છે. અમે પણ અમારા સમયમાં ભારતને હરાવ્યું હતુ અને સારી મેચ રમ્યા છીએ.

વાતચીત દરમિયાન ખુશદિલ શાહે એક એવો દાવો કર્યો કે, જેમણે સોશિયલ મીડિયા પર ચર્ચા શરુ થઈ છે. તેમણે કહ્યું કે, ભારત વિરુદ્ધ મેચોમાં અનેક નિર્ણય ભારતીય ટીમના પક્ષમાં જાય છે. ખુશદિલ કહે છે , મેચ દરમિયાન અનેક વસ્તુઓ તેના પક્ષમાં જાય છે. અમ્પાયરિંગના નિર્ણય તેના પક્ષમાં જાય છે. કેટલાક ડ્રેસિંગ રુમ સાથે જોડાયેલા નિર્ણયો પણ તેના પક્ષમાં હોય છે અને કેટલીક વખત મેચનું આયોજન પણ તેની ઈચ્છા અનુસાર થાય છે.

ભારતે દર વખતે પાકિસ્તાનને હરાવ્યું

ખુશદિલ શાહનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે ભારતે હાલના વર્ષોમાં પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. પાકિસ્તાને છેલ્લી વખત ભારતને સપ્ટેમ્બર 2022માં એશિયા કપના સુપર-4માં હરાવ્યું હતુ. ત્યારબાદ બંન્ને ટીમો વચ્ચે રમાયેલી સતત 6 મેચમાં ભારતીય ટીમે જીત મેળવી છે. વનડે ક્રિકેટમાં પણ પાકિસ્તાનની ભારત પર છેલ્લી જીત 2017ની ચેમ્પિયન ટ્રોફી ફાઈનલમાં આવી હતી. ત્યારબાદ ભારતે દર વખતે પાકિસ્તાનને હરાવ્યું છે. મોટી ટૂર્નામેન્ટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમનું સંચાલન PCB દ્વારા થાય છે. આ ટીમ 1952થી વિશ્વ ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">