AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે કાર ઇન્સ્યોરન્સ પર બચાવી શકો છો હજારો રૂપિયા, જાણો શું છે PAYD પ્લાન અને કોને મળશે આનો સૌથી મોટો ફાયદો ?

જો તમારી કાર રોજ રસ્તા પર નથી દોડતી, તો દર વર્ષે મોંઘા કાર ઇન્સ્યોરન્સનું આખું પ્રીમિયમ ભરવું એ નુકસાનનો સોદો સાબિત થઈ શકે છે. ભારતમાં હવે એક એવી અનોખી ઇન્સ્યોરન્સ સિસ્ટમ આવી ગઈ છે, જેમાં ગાડી જેટલી ઓછી ચાલશે, પ્રીમિયમ પણ એટલું જ ઓછું ભરવું પડશે.

હવે કાર ઇન્સ્યોરન્સ પર બચાવી શકો છો હજારો રૂપિયા, જાણો શું છે PAYD પ્લાન અને કોને મળશે આનો સૌથી મોટો ફાયદો ?
Image Credit source: TV9 Network
| Updated on: Jul 12, 2026 | 9:30 PM
Share

જો તમારી કાર દરરોજ વપરાશમાં નથી આવતી, તો હવે તમારે દર વર્ષે સામાન્ય કાર વીમાનું પૂરું પ્રીમિયમ ભરવાની જરૂર નહીં પડે. ભારતમાં હવે ‘Pay-As-You-Drive’ (PAYD) કાર ઇન્સ્યોરન્સનો ઓપ્શન પણ ઉપલબ્ધ છે. આ પ્લાનમાં તમારી કાર જેટલી ઓછી ચાલશે, એટલું જ ઓછું વીમા પ્રીમિયમ ચૂકવવું પડશે. આ નવો ઇન્સ્યોરન્સ પ્લાન ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે જેઓ અઠવાડિયામાં થોડા જ દિવસ કાર ચલાવે છે, વર્ક ફ્રોમ હોમ કરે છે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરે છે અથવા જેમના ઘરમાં એક કરતાં વધુ કાર છે.

શું છે આ પ્લાન?

Pay-As-You-Drive (PAYD) એક એવો કાર ઇન્સ્યોરન્સ પ્લાન છે, જેમાં વીમાનું પ્રીમિયમ એ વાત પર આધાર રાખે છે કે તમે વર્ષભરમાં તમારી કાર કેટલા કિલોમીટર ચલાવી છે. જ્યારે તમે આ પોલિસી ખરીદો છો અથવા રિન્યુ કરાવો છો, ત્યારે તમારે પહેલાથી જ એક વાર્ષિક કિલોમીટર મર્યાદા (લિમિટ) નક્કી કરવાની હોય છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ 5,000 કિલોમીટર, 7,500 કિલોમીટર અથવા 10,000 કિલોમીટરનો સ્લેબ પસંદ કરી શકે છે. અલગ-અલગ વીમા કંપનીઓમાં આ સ્લેબ અલગ હોઈ શકે છે. જો તમે નક્કી કરેલી લિમિટની અંદર કાર ચલાવો છો, તો તમારે સામાન્ય કાર વીમાની સરખામણીમાં ઘણું ઓછું પ્રીમિયમ ચૂકવવું પડે છે.

કાર કેટલી ચાલી, તેની ખબર કેવી રીતે પડે છે?

વીમા કંપનીઓ કારના વપરાશનો રેકોર્ડ અલગ-અલગ રીતે રાખે છે. કેટલીક કંપનીઓ ઓડોમીટર (ગાડીનું કિલોમીટર બતાવતું મીટર) ની રીડિંગના આધારે કિલોમીટરની માહિતી લે છે. તો વળી કેટલીક કંપનીઓ ટેલીમેટિક્સ ડિવાઇસ અથવા મોબાઈલ એપ દ્વારા કારનું અંતર રેકોર્ડ કરે છે.

શું થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પણ સસ્તો થશે?

ના. એ સમજવું જરૂરી છે કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ સરકાર અને નિયમનકારી સંસ્થા (IRDAI) દ્વારા નક્કી કરવામાં આવે છે. તેથી તેમાં કોઈ છૂટ મળતી નથી. PAYD યોજનામાં બચત માત્ર ‘ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ’ (Own Damage Insurance) વાળા ભાગમાં જ થાય છે, એટલે કે તમારી પોતાની કારને થનારા નુકસાનના વીમા પર જ આ ડિસ્કાઉન્ટ મળે છે.

કયા લોકો માટે ફાયદાકારક છે આ પ્લાન?

આ યોજના ખાસ કરીને એવા લોકો માટે ઉત્તમ માનવામાં આવે છે જેઓ:

  • દરરોજ કાર નથી ચલાવતા.
  • વર્ક ફ્રોમ હોમ કરે છે.
  • રિટાયર (નિવૃત્ત) થઈ ચૂક્યા છે.
  • ઘરમાં એક કરતાં વધુ કાર રાખે છે.
  • માત્ર વીકેન્ડ (શનિ-રવિ) પર જ કારનો ઉપયોગ કરે છે અથવા વર્ષભરમાં ખૂબ ઓછું અંતર કાપે છે.

આવા લોકો માટે PAYD પ્લાનથી દર વર્ષે સારી એવી બચત થઈ શકે છે.

કયા લોકોને વધારે ફાયદો નહીં મળે?

જો તમે રોજ ઓફિસ જવા માટે કારનો ઉપયોગ કરો છો અથવા દર મહિને લાંબી મુસાફરી કરો છો, તો PAYD પ્લાન તમારા માટે બહુ ફાયદાકારક સાબિત નહીં થાય. જો તમે નક્કી કરેલી કિલોમીટરની લિમિટ પાર કરી લો છો, તો વીમા કંપની તમારી પાસેથી વધારાનું પ્રીમિયમ લઈ શકે છે અથવા તમને આગામી મોટા સ્લેબમાં ટ્રાન્સફર કરી શકે છે. આ નિયમ દરેક કંપનીમાં અલગ-અલગ હોઈ શકે છે.

પોલિસી ખરીદતા પહેલાં આ બાબતોનું ધ્યાન રાખો

માત્ર ઓછું પ્રીમિયમ જોઈને જ PAYD પ્લાન ન ખરીદો. પહેલાં એ ચોક્કસ તપાસી લો કે કંપની કારનું અંતર કેવી રીતે માપે છે? નક્કી કરેલી મર્યાદા પાર થવા પર કયા નિયમો લાગુ થશે? શું વર્ષની વચ્ચે કિલોમીટર સ્લેબ વધારવાની સુવિધા મળશે? અને તેના માટે કેટલો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે? પોલિસી ખરીદતા પહેલાં તેના તમામ નિયમો અને શરતો ધ્યાનથી વાંચવી ખૂબ જરૂરી છે. જો તમારી કાર વર્ષભર ઓછી ચાલતી હોય, તો PAYD ઇન્સ્યોરન્સ તમારા માટે પૈસા બચાવવાનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે. પરંતુ જો તમે રોજ વધુ અંતર કાપતા હોવ, તો સામાન્ય કાર ઇન્સ્યોરન્સ જ તમારા માટે બેસ્ટ રહેશે.

મોજ પડી ગઈ! Rolls-Royce અને Land Rover જેવી લક્ઝરી કારો થશે સસ્તી, કિંમતોમાં ₹1 થી 3 કરોડનો મોટો ઘટાડો, જાણો ભારત-UK ટ્રેડ ડીલનો અસલી ફાયદો

Follow Us
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
g clip-path="url(#clip0_868_265)">