AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કોરોના પોઝિટિવ થયો સિંગર કુમાર સાનુંનો દીકરો, તાત્કાલિક હોસ્પિટલમાં કરાયો દાખલ, જુઓ Video

પ્રખ્યાત ગાયક કુમાર સાનુના પુત્ર અને બિગ બોસના પૂર્વ સ્પર્ધક જાન કુમાર સાનુનો COVID-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલ હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર લઈ રહ્યા છે.

Breaking News : કોરોના પોઝિટિવ થયો સિંગર કુમાર સાનુંનો દીકરો, તાત્કાલિક હોસ્પિટલમાં કરાયો દાખલ, જુઓ Video
| Updated on: Jul 12, 2026 | 10:15 PM
Share

પ્રખ્યાત ગાયક કુમાર સાનુના પુત્ર અને બિગ બોસના પૂર્વ સ્પર્ધક જાન કુમાર સાનુનો COVID-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે રવિવારે (12 જુલાઈ) સોશિયલ મીડિયા પર પોતાના ચાહકોને આ અંગે જાણકારી આપી હતી. હાલ તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને ડૉક્ટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. જાને હોસ્પિટલમાંથી એક વીડિયો પણ શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હોસ્પિટલમાંથી વીડિયો શેર કરીને કરી જાણ

જાન કુમાર સાનુએ હોસ્પિટલમાંથી શેર કરેલા વીડિયોમાં પોતાના અંદાજમાં હળવા હાસ્ય સાથે સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું. વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું કે, “ચીનથી આવેલા મારા મિત્ર… COVIDને સલામ. આજે હું કોકિલાબેન દ્વારા ડિઝાઇન કરાયેલ ખાસ પોશાકમાં છું અને COVIDને કારણે હોસ્પિટલમાં દાખલ થયો છું.” તેમના આ અંદાજને જોઈને કેટલાક ચાહકો હસ્યા, તો ઘણા લોકોએ તેમના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી.

દેશમાં ફરી નોંધાઈ રહ્યા છે COVID-19ના કેસ

જાન કુમાર સાનુને ચેપ એવા સમયે લાગ્યો છે જ્યારે દેશના કેટલાક રાજ્યોમાં ફરીથી COVID-19ના કેસ સામે આવી રહ્યા છે. આંધ્રપ્રદેશ સહિત કેટલાક વિસ્તારોમાં નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. આવી સ્થિતિમાં જાનના સંક્રમણના સમાચાર પણ ચર્ચાનો વિષય બન્યા છે.

કુમાર સાનુની પ્રથમ પત્નીના પુત્ર છે જાન

જાન કુમાર સાનુ, ગાયક કુમાર સાનુ અને તેમની પ્રથમ પત્ની રીટા ભટ્ટાચાર્યના પુત્ર છે. વર્ષ 1994માં કુમાર સાનુ અને રીટાના છૂટાછેડા થયા હતા. જાને અગાઉ અનેક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે તેમની માતા ગર્ભવતી હતી ત્યારે જ તેમના માતા-પિતા અલગ થઈ ગયા હતા. ત્યારબાદ તેમની માતાએ જ તેમનો એકલા હાથે ઉછેર કર્યો હતો.

પિતા સાથેના સંબંધોને લઈને રહ્યા છે ચર્ચામાં

જાન કુમાર સાનુ અગાઉ પણ પોતાના પિતા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં રહ્યા છે. બિગ બોસ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે તેમના પિતાએ તેમની કારકિર્દીમાં ખાસ મદદ કરી નહોતી. જોકે, કુમાર સાનુએ આ દાવાને નકારતાં કહ્યું હતું કે તેમણે પુત્રને તક અપાવવા માટે પોતાના તરફથી પૂરતા પ્રયાસ કર્યા હતા. મતભેદ હોવા છતાં જાન અનેક વખત કહી ચૂક્યા છે કે કુમાર સાનુ તેમના પિતા છે અને તેઓ તેનો હંમેશા આદર કરે છે.

તેલ-ગેસ ક્ષેત્રે ભારત બનશે આત્મનિર્ભર, વેદાંતે નક્કી કર્યો મોટો લક્ષ્ય

Follow Us
Breaking News : ભુજમાં ડેરી ફાર્મ પર ફૂડ વિભાગના દરોડા
Breaking News : ભુજમાં ડેરી ફાર્મ પર ફૂડ વિભાગના દરોડા
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
g clip-path="url(#clip0_868_265)">