Breaking News : નહીં સુધરે પાકિસ્તાન, સતત ત્રીજી વાર IPL સાથે PSL, માર્ચમાં યોજાશે ટુર્નામેન્ટ
પાકિસ્તાની T20 લીગની છેલ્લી બે સીઝન પણ IPL સીઝન દરમિયાન યોજાઈ હતી અને તેનાથી માત્ર દર્શકોની સંખ્યા જ નહીં પરંતુ ઘણા વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતા પર પણ અસર પડી હતી. હવે ફરી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ જ ભૂલ કરવા જઈ રહ્યું છે. PSL ફરી IPL સાથે યોજાશે. PCBએ PSL 2027 ની તરીખો જાહેર કરી હતી.

મોહસીન નકવીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) નો કાર્યભાર સંભાળ્યો ત્યારથી, તેનો એક જ ધ્યેય હોય તેવું લાગે છે: ભારતીય ક્રિકેટ સાથે પંગો લેવો. ચેમ્પિયન્સ ટ્રોફી હોય, T20 વર્લ્ડ કપ હોય કે એશિયા કપ હોય, મોહસીન નકવીએ સતત BCCIનો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો છે, ક્યારેક તેના નિવેદનો દ્વારા તો ક્યારેક તેની હરકતો દ્વારા. તે પાકિસ્તાન સુપર લીગ (PSL) દ્વારા પણ આ જ કરી રહ્યો છે, તેથી જ તે IPL 2027 ની સાથે લીગની નવી સીઝનનું આયોજન કરી રહ્યો છે.
PSL 2027 માર્ચમાં શરૂ થશે
પાકિસ્તાન બોર્ડ ઓફ (PCB)ની T20 લીગ, PSL ની આગામી સીઝનની તારીખો જાહેર કરવામાં આવી છે. PCB એ ગુરુવાર, 8 ઓક્ટોબરના રોજ જાહેરાત કરી હતી કે લીગની 12મી સીઝન 18 માર્ચથી 2 મે, 2027 દરમિયાન યોજાશે. આ સતત ત્રીજી સીઝન છે જેમાં PSL માર્ચ-એપ્રિલ વિન્ડોમાં એટલે કે IPL સમયે જ યોજાશે. અગાઉની બે સીઝનમાં ICC ટુર્નામેન્ટ- ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને T20 વર્લ્ડ કપ 2026ના કારણે માર્ચમાં આયોજન કરવાનું કારણ બતાવ્યું હતું, પરંતુ આ વખતે એવું નથી.
PSL 12 dates announced
️March 18 – May 2, 2027 https://t.co/aiQBaMY3mk
— Cricbuzz (@cricbuzz) October 8, 2026
PSL ફરી IPL સાથે યોજાશે
વિશ્વની સૌથી મોટી T20 લીગ IPL હંમેશા માર્ચના અંતથી મેના અંત સુધી યોજાતી હોય છે. મોટાભાગના વિદેશી ખેલાડીઓ આ લીગને પ્રાથમિકતા આપે છે. ગયા સિઝનમાં આ સ્પષ્ટ થયું હતું, જ્યારે કેટલાક ખેલાડીઓ PSL હરાજીમાં પસંદ થયા હોવા છતાં, તક મળતાની સાથે જ IPLમાં ઓફર સ્વીકારી લીધી હતી. પરિણામે, PSL અનેક સ્ટાર ખેલાડીઓ વિના યોજાયું હતું. વધુમાં, ગયા સિઝનમાં દર્શકોની સંખ્યામાં લગભગ 45 ટકાનો ઘટાડો થયો હતો.
નુકસાન છતાં નથી સુધરતું પાકિસ્તાન
આમ છતાં, પાકિસ્તાની બોર્ડ IPL ની સાથે PSL નું પણ આયોજન કરી રહ્યું છે. PSL સામાન્ય રીતે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાય છે. જોકે, અહેવાલો અનુસાર, જાન્યુઆરી-ફેબ્રુઆરીના ઠંડા હવામાન તેમજ પ્રદૂષણ અને ધુમ્મસને કારણે નબળી ખરાબ વિઝિબીલીટીનો ઉલ્લેખ કરીને, તમામ આઠ PSL ફ્રેન્ચાઇઝીઓએ આ પગલાનો વિરોધ કર્યો છે. જો કે, ટુર્નામેન્ટના પ્રસારણ અધિકારો ધરાવતી કંપની આ નિર્ણયથી નાખુશ છે, કારણ કે તેનું માનવું છે કે રમઝાન પછી જાહેરાતની આવકમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, જેના કારણે તેની આવક પર અસર પડે છે.
