AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઓરેન્જ કેપ માટે 7 બેટ્સમેન રેસમાં, આ 3 ખેલાડીઓ પર્પલ કેપના દાવેદાર

Orange Cap, Purple Cap Holder in IPL 2026 : ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસ હવે પ્લેઓફમાં પહોંચી ચૂકી છે. ઓરેન્જ કેપની રેસમાં પ્લેઓફમાં પહોંચનારી 4 ટીમના 7 ખેલાડીઓ છે. તો પર્પલ કેપની રેસમાં 3 ખેલાડીઓ છે.

Breaking News : ઓરેન્જ કેપ માટે 7 બેટ્સમેન રેસમાં, આ 3 ખેલાડીઓ પર્પલ કેપના દાવેદાર
| Updated on: May 25, 2026 | 8:02 AM
Share

આઈપીએલ 2026ની ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસ પણ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે. જે 4 ટીમો આરસીબી, ગુજરાત ટાઈટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સે પ્લેઓફમાં એન્ટ્રી કરી છે. આ ખેલાડીઓ વચ્ચે ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસ ચાલું છે. ઓરેન્જ કેપની રેસમાં પ્લેઓફમાં સ્થાન બનાવનારી 4 ટીમો સાથે 7 બેટ્સમેન રેસમાં છે. તો પર્પલ કેપના દાવેદારોએ ટીમો સાથે જોડાયેલા 3 ખેલાડીઓ છે. આઈપીએલમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. જ્યારે પર્પલ કેપ પર સૌથી વધારે વિકેટ લેનાર બોલરનો કબ્જો હોય છે.

ઓરેન્જ કેપની રેસમાં સાંઈ સુદર્શન સૌથી આગળ

આઈપીએલ 2026માં હાલમાં ગુજરાત ટાઈટન્સના સાંઈ સુદર્શનના માથા પર ઓરેન્જ કેપ છે. તેમણે ગ્રુપ સ્ટેજમાં રમાયેલી 14 મેચમાં 638 રન બનાવ્યા છે. ઓરેન્જ કેપની રેસમાં સાંઈ સુદર્શન હાલ આગળ છે પરંતુ તેને 6 બેટ્સમેનો મોટી ટક્કર આપતા જોવા મળી રહ્યા છે. જેમાંથી એક તો ટીમમેટ અને ઓપનિંગ પાર્ટનર શુભમન ગિલ જ છે.

ઓરેન્જ કેપની રેસમાં સાંઈ સુદર્શન બાદ બીજું સ્થાન ગુજરાત ટાઈટન્સના શુભમન ગિલનું છે. તેમણે ગ્રુપ સ્ટેજમાં રમાયેલી 13 મેચમાં 616 રન બનાવ્યા છે. સનરાઈઝર્સ હૈદરાબાદનો હેનરિક ક્લાસેનની 14 મેચમાં 606 રન છે તે ઓરેન્જ કેપની રેસમાં ત્રીજા સ્થાને છે. આ રેસમાં ક્લાસેન એક માત્ર એવો બેટ્સમેન છે. જે ઓપનર નથી.

દિલ્હી કેપિટલ્સ પ્લેઓફમાં પહોંચી નથી એટલે કેએલ રાહુલ બહાર થયો છે. ગ્રુપ સ્ટેજમાં 14 મેચમાં 583 રન બનાવનાર રાજસ્થાન રોયલ્સનો વૈભવ સૂર્યવંશી ઓરેન્જ કેપની રેસમાં રહેનારો ચોથો ખેલાડી છે. તો ઈશાન કિશન અભિષેક શર્મા અને વિરાટ કોહલી આ 3 ખેલાડીઓ ઓરેન્જ કેપની રેસમાં સામેલ છે. જો આ ટીમો આઈપીએલ 2026ની ફાઈનલ સુધી પહોંચે છે તો તેના માથા પર ઓરેન્જ કેપ જશે તેવી શક્યતા છે.

3 ખેલાડીઓ પર્પલ કેપના દાવેદાર

પર્પલ કેપના દાવેદાર 3 ખેલાડીઓની જો આપણે વાત કરીએ તો. આરસીબીનો ભુવનેશ્વર કુમાર,ગુજરાત ટાઈટન્સનો કાગિસો રબાડા અને રાજસ્થાન રોયલ્સનો જોફ્રા આર્ચર છે. જેમાં ભુવી અને રબાડાની 14-14 મેચમાં 24-24 વિકેટ છે. તો જોફ્રા આર્ચરની 14 મેચમાં 21 વિકેટ છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
g clip-path="url(#clip0_868_265)">