AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: પ્રેક્ટિસ મેચમાં જ ટીમ ઈન્ડિયાની પોલ ખૂલી ગઈ, બોલરો વિકેટ માટે તરસ્યા

ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલા ટીમ ઈન્ડિયાની તૈયારીઓની અસલી પરીક્ષા પ્રેક્ટિસ મેચમાં થઈ રહી છે. જોકે, પ્રથમ જ દિવસે ભારતીય ટીમની કેટલીક નબળાઈઓ સામે આવી ગઈ. શ્રીલંકા 11 ના બેટ્સમેનોએ ભારતીય બોલરોનો મજબૂતીથી સામનો કર્યો અને અનુભવી બોલરો વિકેટ માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા.

IND vs SL: પ્રેક્ટિસ મેચમાં જ ટીમ ઈન્ડિયાની પોલ ખૂલી ગઈ, બોલરો વિકેટ માટે તરસ્યા
Team IndiaImage Credit source: X/BCCI
| Updated on: Aug 07, 2026 | 8:54 PM
Share

ભારત અને શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી બે મેચની ટેસ્ટ શ્રેણી રમાવાની છે. આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ટીમ પોતાની તૈયારીઓને મજબૂત કરવા માટે શ્રીલંકા 11 સામે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમી રહી છે. જોકે, મેચના પ્રથમ દિવસે જ ટીમ ઈન્ડિયાના બોલરો માટે ચિંતાજનક સ્થિતિ જોવા મળી હતી.

પ્રેક્ટિસ મેચમાં ભારતની બોલિંગ નિષ્ફળ

પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમને પ્રથમ બોલિંગ કરવાની તક મળી હતી. સામાન્ય રીતે શ્રીલંકા 11 જેવી ટીમ સામે ભારતીય બોલરો શરૂઆતમાં દબાણ બનાવશે તેવી અપેક્ષા હતી, પરંતુ મેદાન પર કંઈક અલગ જ જોવા મળ્યું. શ્રીલંકાના બેટ્સમેનોએ ભારતીય બોલિંગ આક્રમણનો સરળતાથી સામનો કર્યો અને લાંબા સમય સુધી વિકેટ ગુમાવી નહીં.

બોલરોનો વિકેટ લેવા માટે સંઘર્ષ

શ્રીલંકા 11 એ પ્રથમ વિકેટ ગુમાવ્યા પહેલા જ 100થી વધુ રન બનાવી લીધા હતા. ઓપનર નિશાન મદુષ્કાએ શાનદાર બેટિંગ કરતા માત્ર 63 બોલમાં 65 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેણે ભારતીય બોલરો સામે આત્મવિશ્વાસ સાથે શોટ્સ રમ્યા અને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. બીજી તરફ, રવિન્દુએ પણ ધૈર્યપૂર્ણ બેટિંગ કરી હતી.

ટીમ ઈન્ડિયાની પોલ ખૂલી ગઈ

ભારત તરફથી મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, રવિન્દ્ર જાડેજા, ગુર્નુર બ્રાર અને કુલદીપ યાદવ જેવા બોલરોને અજમાવવામાં આવ્યા હતા, પરંતુ શરૂઆતમાં કોઈને સફળતા મળી નહોતી. અનુભવી બોલરો પણ વિકેટ માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. શ્રીલંકા 11 ની પ્રથમ વિકેટ પણ કોઈ બોલરની સફળતાથી નહીં પરંતુ રન આઉટના કારણે મળી હતી.

ભારતીય ટીમ માટે મોટી ચેતવણી

આ પ્રદર્શન ભારતીય ટીમ માટે એક ચેતવણી સમાન છે. ગાલેમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાના બેટ્સમેનોને રોકવા માટે બોલરોને વધુ અસરકારક રણનીતિ સાથે મેદાનમાં ઉતરવું પડશે. ખાસ કરીને સ્પિનરો અને ઝડપી બોલરો વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું મહત્વપૂર્ણ રહેશે.

કેપ્ટન શુભમન ગિલ ઈજાગ્રસ્ત

દરમિયાન, ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલ પ્રેક્ટિસ મેચના પ્રથમ દિવસે રમવા ઉતર્યો નહોતો. અહેવાલો અનુસાર, તેના હાથમાં સામાન્ય ઈજા થઈ છે. જોકે, આ ઈજા ગંભીર નથી અને તે આગામી દિવસોમાં મેદાન પર પરત ફરી શકે છે. ગિલની ગેરહાજરીમાં કેએલ રાહુલે ટીમની કેપ્ટનશીપની જવાબદારી સંભાળી હતી.

100 ટેસ્ટમાં માત્ર 10 જીતથી લઈને છેલ્લી 99 મેચમાં 56 જીત…આ રીતે ભારતીય ટેસ્ટ ક્રિકેટનો ઈતિહાસ બદલાયો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">