AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026માં ઢોંસા -ઈડલી-સાંભર-ચટણી ગીત પર બબાલ થઈ, CSK ગુસ્સે થઈ બીસીસીઆઈને ફરિયાદ કરી

બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબી અને સીએસકેની મેચ દરમિયાન ઢોસા-ઈડલી ગીત પર વિવાદ થયો હતો. સીએસેકે આને ખેલાડીઓનું અપમાન બતાવી બીસીસીઆઈને ફરિયાદ કરી હતી. ફ્રેન્ચાઈઝીએ ડીજેની ટિપ્પણી પર આપત્તિ વ્યક્ત કરી છે. ચાલો જાણો સમગ્ર મામલો

Breaking News  :  IPL 2026માં ઢોંસા -ઈડલી-સાંભર-ચટણી ગીત પર બબાલ થઈ, CSK ગુસ્સે થઈ બીસીસીઆઈને ફરિયાદ કરી
| Updated on: Apr 16, 2026 | 11:23 AM
Share

આઈપીએલ 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરું અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ માત્ર મેદાન સુધી નહતી પરંતુ વચ્ચે એક વિવાદ પણ થયો છે. જે હવે બીસીસીઆઈ પાસે પહોંચ્યો છે. 5 એપ્રિલના રોજ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન એક ગીતને લઈ ચેન્નાઈ સુપર કિંગ્સે ફરિયાદ નોંધી છે. સીએસકેનું કહેવું છે કે, તેની ઈનિગ્સ પહેલા ઢોસા -ઈડલી-સાંભર-ચટણી ગીત વગાડવામાં આવ્યું હતુ. જે ખેલાડીઓ અને ટીમ માટે મજાક જેવું હતુ.

એક રિપોર્ટ મુજબ આઈપીએલના એક ટોપ લેવલના અધિકારીએ પુષ્ટિ કરતા કહ્યું કે,સીએસકેની ફરિયાદ મળી છે અને ગવર્નિંગ કાઉન્સિલ આ સમગ્ર મામલાની તપાસ કરશે. અધિકારીએ સ્પષ્ટ કહ્યું કે,ફરિયાદ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. સીએસકેના મેનેજિંગ ડાયરેક્ટર કાશી વિશ્વનાથને આ મુદ્દા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, સામાન્ય રીતે સ્ટેડિયમમાં ડીજે ઘરેલું ટીમને સપોર્ટ કરવા માટે હોય છે પરંતુ આ મેચમાં માહૌલ અલગ હતો. તેના મુજબ કેટલીક ટિપ્પણી ખેલાડીઓ વિરુદ્ધ થઈ હતી. જે રમતની ભાવના વિરુદ્ધ છે.

ઢોસા -ઈડલી-સાંભર-ચટણી ગીતનો વિવાદ શું છે જાણો

આ ગીતનો વિવાદ નવો નથી.ઢોસા -ઈડલી-સાંભર-ચટણી ગીત મ્યુઝિશિયન ગીત અપ્પુ સાથે જોડાયેલું છે. તેમજ આરસીબી-સીએસકે મેચ દરમિયાન હંમેશા ચર્ચામાં રહે છે. ગત્ત વર્ષે આરસીબીએ ચેન્નાઈમાં મેચ પહેલા વિકેટકીપર જિતેશ શર્માનો વીડિયો શેર કર્યો હતો. જેમાં આ ગીત ગાય રહ્યો હતો. ત્યારબાદ સીએસકેના ચાહકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યો હતો. જે ચેપોકમાં મેચ થઈ અને જિતેશ શર્મા આઉટ થયો. ત્યારે સીએસ કે ડીજે આ ગીત વગાડ્યું હતુ. આ ઘટના બાદ સીએસકે મેનેજમેન્ટ વચ્ચે આવ્યું છે. પોતાના ડીજેને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે, વિરોધી ટીમ કે ખેલાડીઓ વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહી.

ડીજેની ટિપ્પણીઓ પર સીએસકેએ કેમ વાંધો ઉઠાવ્યો?

સીએસકે માત્ર ગીત પર જ નહી પરંતુ મેચ દરમિયાન પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર ડીજે દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર આપત્તિ વ્યક્ત કરી છે. ફ્રેન્ચાઈઝીનું કહેવું છે કે, ડીજેનું કામ મેચમાં સકારાત્મક રમતનો માહૌલ બનાવવાનું છે. મોટા શોર્ટ અને વિકેટ પર ચાહકોને ઉત્સાહિત કરવાના છે. પરંતુ ખેલાડીઓને નીચા દેખાડવા કે તેની મજાક ઉડાવવી બિલકુલ સ્વીકાર્ય નથી.આ વિવાદમાં આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર બધાની નજર BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલના નિર્ણય પર છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ જે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લે છે. 2008માં શરુ થયેલી આ ટીમ ચેન્નાઈના M. A. ચિદમ્બરમ સ્ટેડિયમમાં તેની ઘરેલું મેચો રમે છે. અહી ક્લિક કરો

Follow Us
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
g clip-path="url(#clip0_868_265)">