AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugar Price Hike : ડી-માર્ટ, બિગબાસ્કેટ અને બ્લિંકિટમાં ખાંડની ખરીદી પર લાદવામાં આવી મર્યાદા

D-Mart, BigBasket, Blinkit અને Swiggy InstaMart જેવા રિટેલર્સ અને ક્વિક-કોમર્સ પ્લેટફોર્મે તહેવારોના સમય પહેલા, પુરવઠાની અછતને કારણે ખાંડની ખરીદી પર મર્યાદા લાદી દેવામાં આવી છે.

Sugar Price Hike : ડી-માર્ટ, બિગબાસ્કેટ અને બ્લિંકિટમાં ખાંડની ખરીદી પર લાદવામાં આવી મર્યાદા
| Updated on: Aug 26, 2026 | 1:54 PM
Share

ભારતમાં મુખ્ય તહેવારોની મોસમ નજીક આવી રહી હોવાથી, ડી-માર્ટ જેવા રિટેલર્સ અને બિગબાસ્કેટ, બ્લિંકિટ અને સ્વિગી ઇન્સ્ટામાર્ટ જેવા ક્વિક-કોમર્સ પ્લેટફોર્મે ગ્રાહકો દ્વારા ખરીદી કરી શકાય તેવી ખાંડની માત્રાને મર્યાદિત કરવાનું શરૂ કર્યું છે. ખાંડના પુરવઠાના અભાવે છેલ્લા બે મહિનામાં છૂટક ખાંડના ભાવમાં 40% જેટલો વધારો થયો છે. કેટલાક રિટેલર્સે ખાંડની ખરીદીને 3 થી 5 કિલોગ્રામ સુધી મર્યાદિત કરી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે પેકેજ્ડ ફૂડ કંપનીઓ માત્ર ખાંડ જ નહીં પરંતુ ખાદ્ય તેલના વધતા ખર્ચનો સામનો કરી રહી છે.

તહેવારોના સમયગાળા દરમિયાન, સામાન્ય રીતે માંગ વધે છે, તેમ છતાં કંપનીના માર્જિન પર દબાણ લાવવામાં આવી રહ્યું છે. ઉત્પાદકો ઓછામાં ઓછા 5 % થી 6 % ભાવ વધારવાની તૈયારી કરી રહ્યા છે, કેટલાક ખાંડના ભાવ ઊંચા રહે તો વધુ વધારો થવાની અપેક્ષા રાખે છે. એક અગ્રણી ભારતીય નાસ્તાની ફૂડ કંપનીના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, “અમારી પાસે ભાવમાં આશરે 5 %નો વધારો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.”

આ ભાવ વધારા માટે જવાબદાર પરિબળોમાં ખાંડનું ઉત્પાદન પ્રારંભિક અંદાજ કરતાં ઓછું થવું, 8,00,000 ટન ખાંડની નિકાસ અને ચોક્કસ વચેટિયાઓ દ્વારા કથિત સંગ્રહખોરીનો સમાવેશ થાય છે. એવું પણ સૂચવવામાં આવે છે કે ઇન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ISMA) જેવા ઉદ્યોગ સંગઠનો દ્વારા ખોટા ઉત્પાદન આગાહીઓએ પરિસ્થિતિને વધુ ખરાબ કરી છે.

આ પણ વાંચો

રેશનિંગ પ્રક્રિયા

  • ભાવોને નિયંત્રણમાં લાવવા માટે, ભારતે ગયા અઠવાડિયે 1 મિલિયન ટન ખાંડની આયાતને મંજૂરી આપી હતી. મીડિયા અહેવાલ મુજબ, ઘણી રિટેલ અને ઈ-કોમર્સ કંપનીઓ સ્ટોક ખરીદીને એક-એક કિલો કિલોના બે કે ત્રણ પેક અથવા 5-કિલોના એક પેક સુધી મર્યાદિત કરી રહી છે.
  • AWL એગ્રીબિઝનેસના એક્ઝિક્યુટિવ ડેપ્યુટી ચેરમેન અંગશુ મલિકે મીડિયા અહેવાલોમાં જણાવ્યું હતું કે, વિવિધ રિટેલ ચેઇન્સે ગ્રાહક ખરીદી શકે તેવા ખાંડના પેકેટની સંખ્યા મર્યાદિત કરી છે. જેથી ખાતરી કરી શકાય કે ઉત્પાદન મોટી સંખ્યામાં ખરીદદારો માટે ઉપલબ્ધ રહે.
  • વિલ્મર ઇન્ટરનેશનલ AWL અને શ્રી રેણુકા શુગર્સ બંનેમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. AWL અને રેણુકાએ રેણુકાના ‘મધુર’ બ્રાન્ડની ખાંડનું વેચાણ કરવા માટે ભાગીદારી કરી છે.
  • દિલ્હી-NCR ક્ષેત્રમાં, ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ બ્લિંકિટ માવાના પ્રીમિયમ ક્રિસ્ટલ સુગર અને ધામપુર ક્રિસ્ટલ વ્હાઇટ સુગર જેવી બ્રાન્ડ્સ માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન 5-કિલોનું એક પેક સુધી મર્યાદિત ખરીદી કરે છે. આની સાથે તેઓ ગ્રાહકોને એક ડિસ્ક્લેમર પણ આપે છે: “માફ કરશો, અમારી પાસે આ વસ્તુ માટે મર્યાદિત સ્ટોક ઉપલબ્ધ છે.”
  • પુણેમાં, બ્લિંકિટ ગ્રાહકોને તેમના શોપિંગ કાર્ટમાં એક એક કિલોના ફક્ત ત્રણ પેક લેવાની મંજૂરી આપે છે, જ્યારે બિગબાસ્કેટે ચોક્કસ બ્રાન્ડ્સ માટે પાંચ કિલોના એક પેકની મર્યાદા નક્કી કરી છે.
  • દિલ્હી-NCRમાં સ્વિગી ઇન્સ્ટામાર્ટ પર, સુપ્રીમ હાર્વેસ્ટ ક્રિસ્ટલ સુગર માટે 1-1 કિલોના 2 પેક અને મધુર સુગર માટે 1-1 કિલોના 2 પેક પર મર્યાદા નક્કી કરવામાં આવી હતી.
  • પુણેમાં D-Mart સ્ટોર પર નોટિસ બોર્ડ પર લખ્યું છે કે, “પ્રતિ ઇન્વોઇસ દીઠ તમે 5 કિલો ખાંડ ખરીદી શકો છો. અસુવિધા બદલ અમે દિલગીર છીએ.”

નિકાસ પર પ્રતિબંધ

ભારતે અગાઉ 2 મિલિયન ટન ખાંડની નિકાસને મંજૂરી આપી હતી, સરપ્લસ સ્ટોકની અપેક્ષા રાખીને; આ યોજનામાં નવેમ્બરમાં 1.5 મિલિયન ટન અને ફેબ્રુઆરીમાં 0.5 મિલિયન ટન નિકાસ કરવાનો સમાવેશ થતો હતો. જોકે, સ્થાનિક ભાવમાં વધારાને કારણે સરકારે મે મહિનામાં નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. જૂનના પહેલા અઠવાડિયામાં મિલ સ્તરે ખાંડના ભાવ ₹41 પ્રતિ કિલોથી વધીને ₹65 પ્રતિ કિલો થયા હતા પરંતુ સરકારી પગલાંને પગલે આ અઠવાડિયે ₹58 પ્રતિ કિલો થયા હતા. આ અઠવાડિયાના અંતમાં રક્ષાબંધન જેવા મુખ્ય તહેવારો પહેલા, અગ્રણી પેકેજ્ડ ફૂડ કંપનીઓએ જણાવ્યું હતું કે તેઓ ખાંડના વધેલા ભાવનો બોજ ગ્રાહકો પર નાખશે.

શું તમે જાણો છો કે ભારતીયો 24 કલાકમાં કેટલા કિલોગ્રામ ખાંડ ખાઈ જાય છે ?

Follow Us
અમદાવાદમાં ટોમેટો કેચઅપના નામે વેચાતા સોસમાં ભેળસેળ
અમદાવાદમાં ટોમેટો કેચઅપના નામે વેચાતા સોસમાં ભેળસેળ
હવે વિજ્ઞાનજાથાને નિશાને આવી કાળી ચૌદસની કકળાટ કાઢવાની પરંપરા
હવે વિજ્ઞાનજાથાને નિશાને આવી કાળી ચૌદસની કકળાટ કાઢવાની પરંપરા
રેન ફોરેસ્ટ પ્રવાસીઓને વરસાદ, હરિયાળી અને રોમાંચનો અનોખો અનુભવ કરાવશે
રેન ફોરેસ્ટ પ્રવાસીઓને વરસાદ, હરિયાળી અને રોમાંચનો અનોખો અનુભવ કરાવશે
હાલોલ બાયપાસ નજીક ટાયર ભરેલા ટ્રકમાં ભીષણ આગ, જુઓ Video
હાલોલ બાયપાસ નજીક ટાયર ભરેલા ટ્રકમાં ભીષણ આગ, જુઓ Video
વેરાવળથી દ્વારકા સુધી ગેરકાયદે 'લાઇટ ફિશિંગ'નો આરોપ
વેરાવળથી દ્વારકા સુધી ગેરકાયદે 'લાઇટ ફિશિંગ'નો આરોપ
કચ્છના સરક્રીક વિસ્તારમાંથી 4 પાકિસ્તાની માછીમારો પકડાયા, જુઓ Video
કચ્છના સરક્રીક વિસ્તારમાંથી 4 પાકિસ્તાની માછીમારો પકડાયા, જુઓ Video
કેનેડામાં ગાંધીનગરના યુવક હિરેનનું અકસ્માતમાં મોત
કેનેડામાં ગાંધીનગરના યુવક હિરેનનું અકસ્માતમાં મોત
Breaking News : ભુજમાં ડેરી ફાર્મ પર ફૂડ વિભાગના દરોડા
Breaking News : ભુજમાં ડેરી ફાર્મ પર ફૂડ વિભાગના દરોડા
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">