AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPL 2027 ઓક્શન પહેલા SRH-CSK વચ્ચે 4 ખેલાડીઓની અદલાબદલી, આ સ્ટારને ₹7 કરોડનું નુકસાન

IPL 2027ની હરાજી પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મોટી ટ્રેડ ડીલ થઈ છે. બંને ટીમોએ એકસાથે ચાર ખેલાડીઓની અદલાબદલી કરી છે. જોકે, આ સોદામાં એક ખેલાડીને મોટો ફટકો પડ્યો છે. છેલ્લી હરાજીમાં કરોડોની કિંમત મેળવનારા આ સ્ટારને હવે અગાઉ કરતાં ₹7 કરોડ ઓછા મળશે. કોણ છે આ ખેલાડી?

Breaking News: IPL 2027 ઓક્શન પહેલા SRH-CSK વચ્ચે 4 ખેલાડીઓની અદલાબદલી, આ સ્ટારને ₹7 કરોડનું નુકસાન
IPL Trade CSK-SRHImage Credit source: X
| Updated on: Nov 05, 2026 | 4:19 PM
Share

IPL 2027 સીઝન માટે રિટેન્શન ડેની સમયમર્યાદા નજીક આવી રહી છે તેમ, ટ્રેડિંગ વિન્ડો સ્પીડ પકડી રહી છે. જ્યારે તમામનું ધ્યાન મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પર કેન્દ્રિત છે, ત્યારે બે ટીમો વચ્ચે ચાર ખેલાડીઓની અદલાબદલી કરવામાં આવી છે. આ સોદો સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થયો હતો, જેમાં લિયામ લિવિંગસ્ટોન અને ખલીલ અહેમદ જેવા મોટા નામો સામેલ હતા.

CSK-SRH વચ્ચે 4 ખેલાડીઓની અદલાબદલી

ગુરુવાર, 5 નવેમ્બરના રોજ IPL દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું કે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સે બે-બે ખેલાડીઓની અદલાબદલી કરી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે લિવિંગસ્ટર અને જેક એડવર્ડ્સને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે ટ્રેડ કર્યા છે. બદલામાં CSKએ ખલીલ અહેમદ અને નાથન એલિસને હૈદરાબાદમાં ટ્રેડ કર્યા છે. આ ડીલ ખેલાડીઓની અદલાબદલી છે અને તેમાં કોઈ રોકડ વ્યવહારનો સમાવેશ થતો નથી.

લિવિંગ્સ્ટનને ₹7 કરોડનું નુકસાન

લિવિંગસ્ટોનને સૌથી વધુ નુકસાન થયું છે. ઇંગ્લેન્ડના વિસ્ફોટક બેટિંગ ઓલરાઉન્ડર લિવિંગસ્ટોનના પગારમાં અડધાથી વધુ ઘટાડો કરવામાં આવ્યો છે. તેને હૈદરાબાદે છેલ્લી હરાજીમાં 13 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, ફ્રેન્ચાઇઝીએ હવે તેને ફક્ત ₹6 કરોડમાં CSK ને વેચી દીધો છે. આનો અર્થ એ થયો કે લિવિંગસ્ટોનને હવે CSK તરફથી ફક્ત 6 કરોડ રૂપિયા મળશે. આ ઇંગ્લિશ ઓલરાઉન્ડરને નવી સીઝનમાં ₹7 કરોડનું મોટું નુકસાન થયું છે. લિવિંગસ્ટોને ગયા સીઝનમાં ફક્ત બે મેચ રમી હતી અને માત્ર 15 રન જ બનાવ્યા હતા.

ખલીલ-એલિસ-એડવર્ડ્સની ટીમ બદલાઈ

બીજી તરફ, ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર જેક એડવર્ડ્સને ગયા વર્ષે SRH દ્વારા 3 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો અને તે જ રકમમાં CSKમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો. ચેન્નાઈએ મેગા ઓક્શનમાં ખલીલને 4.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ છેલ્લા બે સીઝનમાં તેના નબળા પ્રદર્શનને કારણે તેને તે જ કિંમતે ટ્રેડ કરવામાં આવ્યો હતો. સૌથી આશ્ચર્યજનક નિર્ણય ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર નાથન એલિસનો હતો, જેને ચેન્નાઈએ તેના બેઝ પ્રાઈઝ ₹2 કરોડમાં ટ્રેડ કર્યો હતો.

કોહલીએ 74 રન બનાવ્યા, અર્શદીપે 4 વિકેટ લીધી, છતાં કંબોજને પ્લેયર ઓફ ધ મેચ કેમ જાહેર કરવામાં આવ્યો?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">