AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : યશસ્વી જયસ્વાલ અને અજિંક્ય રહાણેને નવી ટીમોએ ખરીદ્યા, IPL 2026 દરમિયાન મોટી જાહેરાત

IPL 2026 માં શાનદાર પ્રદર્શન કરી રહેલા યશસ્વી જયસ્વાલને હવે એક નવી ટીમે સાઈન કર્યો છે. આ સિવાય હાલ ખરાબ ફોર્મ અને કપ્તાનીને કારણે ટ્રોલ થઈ રહેલા અજિંક્ય રહાણેને પણ એક નવી ટીમ મળી ગઈ છે. જાણો આ બે સ્ટાર ખેલાડીને IPLની વચ્ચે કઈ લીગમાં કઈ ટીમે સાઈન કર્યા છે.

Breaking News : યશસ્વી જયસ્વાલ અને અજિંક્ય રહાણેને નવી ટીમોએ ખરીદ્યા, IPL 2026 દરમિયાન મોટી જાહેરાત
Rahane & JaiswalImage Credit source: X
| Updated on: Apr 23, 2026 | 8:54 PM
Share

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ હાલમાં IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો છે, પરંતુ આ દરમિયાન, એક નવી ટીમે તેને સાઈન કર્યો છે. યશસ્વી જયસ્વાલને T20 મુંબઈની ટીમ બાંદ્રા બ્લાસ્ટર્સ દ્વારા સાઈન કરવામાં આવ્યો છે.

અજિંક્ય રહાણે મુંબઈ T20 લીગમાં રમશે

ફક્ત યશસ્વી જયસ્વાલ જ નહીં, પરંતુ અજિંક્ય રહાણે પણ મુંબઈ T20 લીગમાં રમતો જોવા મળશે. અજિંક્ય રહાણે નોર્થ મુંબઈ પેન્થર્સ તરફથી રમશે. અજિંક્ય રહાણે હાલમાં IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સની કપ્તાની કરી રહ્યો છે.

બાંદ્રા બ્લાસ્ટર્સે જયસ્વાલને સાઈન કર્યો

યશસ્વી જયસ્વાલને બાંદ્રા બ્લાસ્ટર્સે સાઈન કર્યો છે, પરંતુ તે T20 મુંબઈ લીગમાં રમશે તેવી શક્યતા ઓછી છે, કારણકે તે 6 જૂનથી શરુ થતી ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટ મેચમાં રમશે. જયસ્વાલ અફઘાનિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરશે, જેના કારણે T20 મુંબઈ લીગમાં તેનું રમવું લગભગ અશક્ય છે.

IPL 2026માં યશસ્વી જયસ્વાલનું શાનદાર પ્રદર્શન

યશસ્વી જયસ્વાલનું IPL 2026 માં પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. તેણે સાત મેચમાં 49 ની સરેરાશથી 245 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 150 થી વધુ છે. તેણે અત્યાર સુધીમાં બે અડધી સદી ફટકારી છે. તેણે 12 છગ્ગા અને 27 ચોગ્ગા ફટકાર્યા છે.

T20 મુંબઈ લીગમાં આઠ ટીમો ભાગ લેશે

T20 મુંબઈ લીગમાં કુલ આઠ ટીમો ભાગ લેશે. જેમાં આકાશ ટાઈગર્સ, આર્ક્સ અંધેરી, બાંદ્રા બ્લાસ્ટર્સ, ઈગલ થાણે સ્ટ્રાઈકર્સ, મરાઠા રોયલ્સ, મુંબઈ પેન્થર્સ, સોબો મુંબઈ ફાલ્કન્સ અને ટ્રાયમ્ફ નાઈટ્સનો સમાવેશ થાય છે.

Breaking News: દિલ્હી કેપિટલ્સની વધી તાકાત, 11.75 કરોડનો સ્ટાર ખેલાડી થયો ફિટ, જલ્દી કરશે કમબેક

Follow Us
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
g clip-path="url(#clip0_868_265)">