AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : LSGની હાર બાદ મેદાન પર સંજીવ ગોયન્કા અને પંત વચ્ચે ગંભીર ચર્ચા, VIDEO વાયરલ

લખનૌ સુપર જાયન્ટસને આઈપીએલ 2026ની પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારબાદ ટીમના માલિક સંજીવ ગોયન્કા કેપ્ટન પંત અને કોચ જસ્ટિન લેંગર વચ્ચે મેદાન પર વાતચીતનો વીડિયો વાયરલ થયો.

Breaking News  : LSGની હાર બાદ મેદાન પર સંજીવ ગોયન્કા અને પંત વચ્ચે ગંભીર ચર્ચા, VIDEO વાયરલ
| Updated on: Apr 02, 2026 | 10:39 AM
Share

લખનૌ સુપર જાયન્ટસની IPL 2026ની પહેલી મેચ પછી તણાવનો માહોલ જોવા મળ્યો હતો. લખનૌસુપર જાયન્ટસે સીઝનની પોતાની પહેલી મેચમાં દિલ્હી સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર પછી લખનૌની ટીમના માલિક સંજીવ ગોયન્કા, કેપ્ટન પંત અને હેડ કોચ જસ્ટિન લેંગર વચ્ચે મેદાન પર ગંભીર વાતચીતે બધાનું ધ્યાન ખેચ્યું છે.

જૂની ઘટનાની યાદ અપાવી

દિલ્હી સામેની હાર બાદ, જ્યારે લખનૌના બાકીના ખેલાડીઓ ડીસી ખેલાડીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા, ત્યારે સંજીવ ગોએન્કા પંત અને લેંગર સાથે ઊંડી ચર્ચા કરતા જોવા મળ્યા. વાતચીત દરમિયાન, તેઓ કંઈક સમજાવતા જોવા મળ્યા, જ્યારે પંત પણ પોતાના વિચારો વ્યક્ત કરતા જોવા મળ્યા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. આ વીડિયોએ લોકોને એક જૂની ઘટનાની યાદ અપાવી જ્યારે કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો કેપ્ટન હતો. તે દરમિયાન, મેચ હાર્યા બાદ, સંજીવ ગોએન્કાએ કેએલ રાહુલને ઠપકો આપ્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

119 રનની શાનદાર પાર્ટનરશીપ કરી

IPL 2026ની 5મી મેચની વાત કરીએ તો, દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 142 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. લક્ષ્યનો પીછો કરતી વખતે, દિલ્હીની ટીમ શરૂઆતમાં મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોય તેવું લાગતું હતું. પરંતુ આ પછી, સમીર રિઝવી અને ટ્રિસ્ટન સ્ટબ્સે પહેલા ઇનિંગ્સ પર કાબુ મેળવ્યો અને પછી, આક્રમક બેટિંગ કરીને, ટીમને વિજય તરફ દોરી ગઈ. રિઝવી અને સ્ટબ્સે 119 રનની શાનદાર પાર્ટનરશીપ કરી હતી, જેણે મેચ પલટી નાંખી હતી. રિઝવીએ 47 બોલમાં અણનમ 70 રન બનાવ્યા, જ્યારે સ્ટબ્સે 32 બોલમાં 39 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી. બંનેએ મળીને ફક્ત 17.1 ઓવરમાં ટીમને જીત અપાવી હતી.

તમને જણાવી દઈએ કે, દિલ્હીએ IPLમાં સતત પાંચમી વખત લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું. દિલ્હી 2023 થી LSG સામે એક પણ મેચ હાર્યું નથી.

આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટસના કેપ્ટન રિષભ પંતનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે કર્યુ મતદાન, જુઓ-Video
ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે કર્યુ મતદાન, જુઓ-Video
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે વડોદરામાં કર્યું મતદાન
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે વડોદરામાં કર્યું મતદાન
ઘરેથી પણ મતદાન કરી શકાય તેવી વ્યવસ્થા કરવા સિનિયર સિટીઝનની માંગ
ઘરેથી પણ મતદાન કરી શકાય તેવી વ્યવસ્થા કરવા સિનિયર સિટીઝનની માંગ
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'છૂટા હાથની મારામારી'
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'છૂટા હાથની મારામારી'
'વોટ' લેવા છે પણ 'સુવિધા' નથી આપવી! 200 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો
'વોટ' લેવા છે પણ 'સુવિધા' નથી આપવી! 200 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો
આણંદના સાંસેજમાં મતદાન બુથ પર કર્મચારીનું મોત
આણંદના સાંસેજમાં મતદાન બુથ પર કર્મચારીનું મોત
ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવાર દીકરીના લગ્ન વચ્ચે મતદાન કરવા પહોંચ્યા
ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવાર દીકરીના લગ્ન વચ્ચે મતદાન કરવા પહોંચ્યા
વડોદરામાં મતદાન દરમિયાન બબાલ,Watch Video
વડોદરામાં મતદાન દરમિયાન બબાલ,Watch Video
SIR બાદ તંત્રને વાકે મતદાનથી વંચિત રહ્યાં મતદારો ! અનેક જગ્યાએ બૂમાબુમ
SIR બાદ તંત્રને વાકે મતદાનથી વંચિત રહ્યાં મતદારો ! અનેક જગ્યાએ બૂમાબુમ
અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર EVM ખોટકાયા, 4 કલાકમાં 29 EVM બદલાયા-Video
અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર EVM ખોટકાયા, 4 કલાકમાં 29 EVM બદલાયા-Video
g clip-path="url(#clip0_868_265)">