Breaking News: માર્શ-ઈંગ્લિસે રાજસ્થાન રોયલ્સની કરી જોરદાર ધુલાઈ, રાજસ્થાન રોયલ્સ સામે સતત ચોથી ‘સદી’ ની ભાગીદારી
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સના ઓપનર જોશ ઈંગ્લિસ અને મિશેલ માર્શે રાજસ્થાન રોયલ્સના બોલરોની જોરદાર ધુલાઈ કરી હતી. તેમણે પ્રથમ વિકેટ માટે માત્ર 50 બોલમાં 109 રન જોડ્યા હતા. આ સાથે રાજસ્થાન રોયલ્સ સામે ઓપનિંગમાં સતત ચોથી સદીની ભાગીદારી નોંધાઈ હતી.

લગ્નને કારણે અડધાથી વધુ IPL મેચ ના રમનાર જોશ ઈંગ્લિસે ટુર્નામેન્ટમાં પાછો ફર્યો ત્યારથી તબાહી મચાવી દીધી છે. ઈંગ્લિસે ચેન્નાઈ સુપર કિંગ્સ બાદ હવે રાજસ્થાન રોયલ્સના બોલરોને આડે હાથ લીધા છે. જોશ ઈંગ્લિસે માત્ર 29 બોલમાં 60 રન બનાવ્યા, જેમાં ત્રણ છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા હતા. જોશ ઈંગ્લિસે માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને મિશેલ માર્શ સાથે 109 રનની ભાગીદારી કરી. આ ભાગીદારીએ રાજસ્થાન રોયલ્સ સામે સતત ચાર સદીનો રેકોર્ડ પણ બનાવ્યો.
RR સામે સતત ચોથી સદીની ભાગીદારી
રાજસ્થાન રોયલ્સના બોલરોએ છેલ્લી ચાર મેચોમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે, અને આનો અંદાજ ખરેખર ચોંકાવનારા આંકડા પરથી લગાવી શકાય છે. રાજસ્થાન રોયલ્સ સામેની છેલ્લી ચાર મેચોમાં વિરોધી ટીમેં ઓપનિંગમાં ઓપનિંગ ભાગીદારી થઈ છે. એટલે કે વિરોધી ટીમના ઓપનરોએ ઓપનિંગમાં 100 થી વધુ રન બનાવ્યા છે.
- દિલ્હીના ઓપનર રાહુલ અને નિસંકાએ રાજસ્થાન સામે 110 રન બનાવ્યા હતા.
- ગુજરાતના ઓપનર શુભમન ગિલ અને સાઈ સુદર્શને ઓપનિંગમાં 118 રન ફટકાર્યા હતા.
- દિલ્હીના ઓપનર અભિષેક પોરેલ અને કેએલ રાહુલે 105 રન બનાવ્યા હતા.
- લખનૌના ઓપનર ઈંગ્લિસ અને માર્શે ઓપનિંગમાં 109 રન ફટકાર્યા હતા.
You said, “Raise the bar” They said, “Raise the bat” pic.twitter.com/eN0BUUR9Mn
— Lucknow Super Giants (@LucknowIPL) May 19, 2026
સૌથી ઝડપી ફિફ્ટી-પ્લસ ઓપનિંગ ભાગીદારી
લખનૌ સુપરજાયન્ટ્સના ઓપનર ઈંગ્લિસ અને માર્શે આ સિઝનમાં લખનૌ માટે સૌથી ઝડપી ટીમ ફિફ્ટી પણ ફટકારી હતી. ટીમે રાજસ્થાન સામે માત્ર 3.3 ઓવરમાં ફિફ્ટી પૂરી કરી હતી. આ સિઝનની શરૂઆતમાં લખનૌએ ચેન્નાઈ સામે 3.4 ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. નોંધનીય છે કે લખનૌએ આ સિઝનમાં સતત ચોથી ફિફ્ટી-પ્લસ ઓપનિંગ ભાગીદારી પણ નોંધાવી છે. ઈંગ્લિસ અને માર્શે આ સિઝનમાં 95, 77, 135 અને 109 રનની ભાગીદારી કરી છે.
જોશ ઈંગ્લિશનું દમદાર પ્રદર્શન
જોશ ઈંગ્લિસે IPL 2026 માં ડેબ્યૂ કર્યા પછી અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. ઈંગ્લિસે ચાર મેચમાં 48.50 ની બેટિંગ એવરેજ અને 195 થી વધુ સ્ટ્રાઈક રેટ સાથે 194 રન બનાવ્યા છે. ઈંગ્લિસે આ સિઝનમાં બે અડધી સદી ફટકારી છે.
