AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 11 બોલની એક ઓવર… મેચની પહેલી જ ઓવરમાં ભૂલ્યો બોલિંગ, બનાવ્યો શરમજનક રેકોર્ડ

રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને IPL 2026 ની 52મી મેચમાં લાઈન અને લેન્થ શોધવામાં મુશ્કેલી પડી. તેણે પોતાની પહેલી ઓવરમાં 10 થી વધુ બોલ ફેંક્યા. આ સાથે તેણે IPLમાં સૌથી લાંબી ઓવર નાખવાનો શરમજનક રેકોર્ડ પણ બનાવ્યો.

Breaking News: 11 બોલની એક ઓવર... મેચની પહેલી જ ઓવરમાં ભૂલ્યો બોલિંગ, બનાવ્યો શરમજનક રેકોર્ડ
Jofra Archer longest first over bowledImage Credit source: X
| Updated on: May 09, 2026 | 9:18 PM
Share

IPL 2026 ની 52મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને ગુજરાત ટાઈટન્સ સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાનના કેપ્ટન યશસ્વી જયસ્વાલે ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને પહેલી ઓવર સોંપી. જોકે, આર્ચરની આ ઓવર IPLના ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે, કારણ કે તેણે છ લીગલ બોલ ફેંકવા માટે 10 થી વધુ બોલ લીધા હતા.

જોફ્રા આર્ચરની શરમજનક ઓવર

જોફ્રા આર્ચરને ઈનિંગની પહેલી ઓવરમાં છ કાયદેસર લીગલ બોલ ફેંકવા માટે કુલ 11 બોલ ફેંકવા પડ્યા. તેણે અનેક વાઈડ, નો-બોલ અને વધારાના બોલ ફેંક્યા, જેના કારણે ઓવર ખૂબ જ લાંબી બની ગઈ. પોતાની સ્પીડ અને સચોટ લાઈન અને લેન્થ માટે જાણીતો આર્ચર આ મેચમાં પોતાની લય શોધવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. આ પહેલીવાર છે જ્યારે કોઈએ IPL મેચની પહેલી ઓવરમાં 11 બોલ ફેંક્યા છે. અગાઉ, છ બોલરોએ IPL ઓવરમાં 11 બોલ ફેંક્યા છે, પરંતુ કોઈએ ઈનિંગની શરૂઆતની ઓવરમાં આવું કર્યું નથી.

IPLમાં ફેંકાયેલી સૌથી લાંબી ઓવર

  • 11 બોલ – મોહમ્મદ સિરાજ vs MI, બેંગલુરુ, 2023 (ઓવર-19)
  • 11 બોલ – તુષાર દેશપાંડે vs LSG, ચેન્નાઈ, 2023 (ઓવર-4)
  • 11 બોલ – શાર્દુલ ઠાકુર vs KKR, કોલકાતા, 2025 (ઓવર-13)
  • 11 બોલ – સંદીપ શર્મા vs DC, દિલ્હી, 2025 (ઓવર-20)
  • 11 બોલ – હાર્દિક પંડ્યા vs GT, વાનખેડે, 2025 (ઓવર-8)
  • 11 બોલ – અર્શદીપ સિંહ vs GT, મુલ્લાનપુર, 2026 (ઓવર-20)
  • 11 બોલ – જોફ્રા આર્ચર vs GT, જયપુર, 2026 (ઓવર-1)

જોફ્રા આર્ચરની ધુલાઈ

આ લાંબી ઓવરથી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ થઈ ગઈ અને ગુજરાત ટાઈટન્સની શરૂઆત સારી રહી. જોફ્રા આર્ચરે પાવરપ્લેમાં કુલ બે ઓવર ફેંકી, 16.50 ના ઈકોનોમી રેટથી 33 રન આપ્યા. આનાથી ગુજરાતે પ્રથમ છ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 82 રન બનાવ્યા. જોફ્રા આર્ચરની અત્યાર સુધીની સિઝન સારી રહી હતી, આ મેચ પહેલા તેણે 15 વિકેટ લીધી હતી.

Breaking News: ફક્ત 48 કલાકનો સમય… BCCIની નવી ગાઈડલાઈન, બધી ટીમોએ કરવું પડશે આ કામ, પંજાબની ખાસ મિટિંગ

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">