AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 6 ફૂટ 8 ઈંચના બોલરે 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ક્લીન બોલ્ડ કર્યા બાદ ગુમાવ્યો હોશ, કરી આક્રમક ઉજવણી, Viral video

RR vs DC મેચમાં રાજસ્થાન રોયલ્સના યુવા સ્ટાર ઓપનર વૈભવ સૂર્યવંશીને દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર કાયલ જેમિસને માત્ર 4 રન પર ક્લીન બોલ્ડ કર્યો. પહેલા બોલ પર ચોગ્ગો ખાધા બાદ બીજા બોલ પર વિકેટ મળતા જ 6 ફૂટ 8 ઈંચના આ બોલરે ખૂબ જ આક્રમક રીતે ઉજવણી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Breaking News: 6 ફૂટ 8 ઈંચના બોલરે 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ક્લીન બોલ્ડ કર્યા બાદ ગુમાવ્યો હોશ, કરી આક્રમક ઉજવણી, Viral video
Jamieson bold Vaibhav reaction viralImage Credit source: X
| Updated on: May 01, 2026 | 8:57 PM
Share

IPL 2026 માં શાનદાર પ્રદર્શન કરી રહેલા વૈભવ સૂર્યવંશીએ દિલ્હી કેપિટલ્સ સામે સારું પ્રદર્શન કર્યું ન હતું. કાયલ જેમીસનના શાનદાર બોલ પર આ ડાબા હાથના બેટ્સમેનને હાર માની લેવી પડી હતી. સૂર્યવંશીએ દિલ્હી સામેના તેના પહેલા જ બોલ પર શાનદાર ફોર ફટકારી હતી, પરંતુ જેમીસને બીજા જ બોલ પર શાનદાર વાપસી કરી હતી.

પહેલા ચોગ્ગો, પછી વિકેટ

જેમીસને એક પરફેક્ટ યોર્કર ફેંક્યો જે વૈભવ સૂર્યવંશીના બેટ અને પેડ વચ્ચે ગયો. વૈભવ સૂર્યવંશી આ શાનદાર યોર્કર બોલને રમી શક્યો નહીં અને ક્લીન બોલ્ડ થયો. રસપ્રદ વાત એ છે કે 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને આઉટ કરતા જ 6 ફૂટ 8 ઈંચના ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર જેમીસને જે આક્રમક રીતે ઉજવણી કરી તેનો વીડિયો સોશિયલ મીડિયામ ખૂબ વાયરલ થયો હતો.

વૈભવ ક્લીન બોલ્ડ, જેમિસનની આક્રમક ઉજવણી

જેમિસને વૈભવ સૂર્યવંશીને આઉટ કરતા જ આક્રમક રીતે ઉજવણી કરી. જેમિસને તેની આંખોમાં જોયું અને ઘણી વાર સુધી તાળીઓ પાડી. આ દરમિયાન સૂર્યવંશી ખૂબ જ નિરાશ દેખાતો હતો. જોકે, માત્ર જેમિસન જ નહીં, પરંતુ સમગ્ર દિલ્હી કેમ્પ આક્રમક રીતે ઉજવણી કરતું જોવા મળ્યું હતું. તેનું કારણ સૂર્યવંશીનું શાનદાર ફોર્મ છે.

વૈભવ ફક્ત 4 રન બનાવી થયો આઉટ

હકીકતમાં, આ ખેલાડી મેદાનમાં આવતાની સાથે જ આક્રમક ક્રિકેટ રમે છે, જેના કારણે વિરોધી ટીમોને ઘણું નુકસાન થાય છે, પરંતુ દિલ્હી સામે આવું બન્યું નહીં. નોંધનીય છે કે આ મેચમાં સૂર્યવંશીને 100 T20 છગ્ગા ફટકારવાની તક મળી હતી. તેણે અત્યાર સુધીમાં 99 છગ્ગા ફટકાર્યા છે.

રાજસ્થાન રોયલ્સની ખરાબ શરૂઆત

દિલ્હી સામે રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી. રાજસ્થાને પહેલી જ ઓવરમાં યશસ્વી જયસ્વાલની વિકેટ ગુમાવી દીધી. યશસ્વીએ સ્ટાર્કના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી પરંતુ ત્રીજા બોલ પર તે આઉટ થઈ ગયો. તેણે સ્ટાર્કના ફુલ-ટોસ બોલને હવામાં ફટકાર્યો અને બોલરે પોતાની જ બોલિંગમાં કેચ પકડી યશસ્વીને આઉટ કર્યો. જે બાદ વૈભવ પણ એક ચોગ્ગો ફટકાર્યા બાદ આઉટ થયો. જોકે, રાજસ્થાનની ઈનિંગને કેપ્ટન રિયાન પરાગ અને વિકેટકીપર ધ્રુવ જુરેલે સંભાળી લીધી.

Breaking News: કેનેડાની ટીમનો હેડ કોચ બન્યો આ ભારતીય દિગ્ગજ, 20 વર્ષથી વધુનો કોચિંગનો અનુભવ

Follow Us
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર
જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર
અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video
અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
g clip-path="url(#clip0_868_265)">