AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, બેંગલુરુ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની ક્વોલિફાયર 1 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સની ટક્કર થઈ રહી છે. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહેલા બેટિંગ કરશે.

Breaking News: ગુજરાતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, બેંગલુરુ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
RCB vs GT Qualifier 1
| Updated on: May 27, 2026 | 7:21 PM
Share

IPL 2026માં આજે સિઝનના ક્વોલિફાયર 1 મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં GTએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે RCB આ મેચમાં પહેલા બેટિંગ કરશે. RCB અને GT બંને ટીમ ક્વોલિફાયર 1 જીતી સીધા ફાઈનલમાં પહોંચવા પ્રયાસ કરશે.

શુભમન ગિલે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. શુભમન ગિલે કહ્યું કે અમે પહેલા બોલિંગ કરીશું. વિકેટ સારી લાગે છે, આપણે જોયું છે અને આ મેદાનમાં બીજી ઇનિંગમાં થોડો ઝાકળ પડે છે, તેથી બોર્ડ પર સ્કોર જોઈને તેનો પીછો કરવાનો પ્રયાસ કરીશું. અમે ખરેખર સારું ક્રિકેટ રમી રહ્યા છીએ અને આશા છે કે અમે આમ કરવાનું ચાલુ રાખીશું. અમારી ટીમમાં એક ફેરફાર છે. અરશદ ખાનની જગ્યાએ કુલવંત ખેજરોલિયા આજની મેચમાં રમશે.

રજત પાટીદારે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે કહ્યું કે વિકેટ ખૂબ સારી દેખાય છે. બોલ બેટ પર સારી રીતે આવશે, તેથી મને લાગે છે કે તે 40 ઓવરમાં પહલા બેટિંગ કે બોલિંગથી ફરક નહીં પડે . અમે બોર્ડ પર મોટો સ્કોર બનાવવાનો પ્રયાસ કરીશું અને ગુજરાતને દબાણમાં રાખીશું. પહેલી ક્વોલિફાયર છે, મને લાગે છે કે આ રમત જીત્યા પછી સીધા ફાઇનલમાં જવા માટે સારો મોકો છે. અમે આજની મેચમાં અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશું. અમે એક ફેરફાર કર્યો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઈંગ ઈલેવન

વેંકટેશ અય્યર, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકિપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, જોશ હેઝલવુડ, રસિક સલામ દાર.

ઈમ્પેક્ટ સબ્સ: રોમારિયો શેફર્ડ, સુયશ શર્મા, કનિષ્ક ચૌહાણ, અભિનંદન સિંઘ, જોર્ડન કોક્સ.

ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ ઈલેવન

સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકિપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, કુલવંત ખેજરોલિયા, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

ઈમ્પેક્ટ સબ્સ: રાહુલ તેવટિયા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, સાઈ કિશોર.

Breaking News: IPL પ્લેઓફ મેચમાં સૌથી વધુ છગ્ગા… વૈભવ સૂર્યવંશી તોડશે વીરેન્દ્ર સેહવાગનો 12 વર્ષ જૂનો રેકોર્ડ?

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">