AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઓરેન્જ કેપની રેસમાં કોણ આગળ, કયા બોલરની પર્પલ કેપ પર દાવેદારી છે? જુઓ આખું લિસ્ટ

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે,આઈપીએલની 19મી સીઝનમાં અત્યાર સુધી ક્યા ક્યા ખેલાડી ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં આગળ છે. તેમજ ક્યો ખેલાડી પર્પલ કેપમાં નંબર વન પર છે.

Breaking News : ઓરેન્જ કેપની રેસમાં કોણ આગળ, કયા બોલરની પર્પલ કેપ પર દાવેદારી છે? જુઓ આખું લિસ્ટ
| Updated on: Apr 01, 2026 | 11:33 AM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની 19મી સીઝન આજે એટલે કે, 1 એપ્રિલના રોજ સુધી તમામ ટીમ એક-એક મેચ રમી લેશે. ત્યારબાદ આખું ઓરેન્જ કેપ અને પર્પલ કેપનું આખું લિસ્ટ સામે આવી જશે. પરંતુ તે પહેલા આપણે જોઈએ ક્યા ક્યા ખેલાડીઓ આગળ છે. ક્યો ખેલાડી ઓરેન્જ કેપ અને ક્યો ખેલાડી પર્પલ કેપની રેસમાં આગળ છે. 8 ટીમોએ અત્યારસુધી એક-એક મેચ રમી લીધી છે. લખનૌ સુપર જાયન્ટસ અને દિલ્હી કેપ્ટિલસની આજે મેચ રમાયા બાદ તમામ આઈપીએલની 10 ટીમ પોતાની એક મેચ રમી લેશે.

આઈપીએલ 2026ની ઓરેન્જ કેપની રેસની જો આપણે વાત કરીએ તો. ટોપ 5માં મુંબઈ ઈન્ડિયન્સનો ઓપનર રયાન રિકેલ્ટન છે. જેમણે 81 રન બનાવ્યા છે. બીજા નંબર પર ઈશાન કિશન છે. જેમણે 80 રન પહેલી મેચમાં બનાવ્યા છે. લિસ્ટમાં ત્રીજા નંબર પર રોહિત શર્મા છે. જેમણે 78 રન કેકેઆર વિરુદ્ધ બનાવ્યા છે. ચોથા નંબર પર હવે કૂપર કોનોલી આવી ગયો છે. જેમણે ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ 72 રનની ઈનિગ્સ રમી હતી. વિરાટ કોહલી પાંચમાં નંબર પર છે. તેમણે 69 રન બનાવ્યા છે.

આઈપીએલ 2026 ઓરેન્જ કેપ લિસ્ટ

  • રયાન રિકેલ્ટન – 81 રન મુંબઈ ઈન્ડિયન્સ
  • ઈશાન કિશન -80 રન સનરાઈઝર્સ હૈદરાબાદ
  • રોહિત શર્મા – 78 રન મુંબઈ ઈન્ડિયન્સ
  • કૂપર કોનોલી- 72 રન પંજાબ કિંગ્સ
  • વિરાટ કોહલી – 69 રન રોયલ ચેલેનેજર્સ બેંગ્લોર

આઈપીએલના પર્પલ કેપની વાત કરીએ તો. ટોપ 5માં સૌથી ઉપલ જૈકબ ડફી છે. બીજા સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાએ એન્ટ્રી મારી છે. ત્રીજા નંબર પર વિજય કુમાર વિષાક છે. શાર્દુલ ઠાકુર હવે ચોથા સ્થાને છે. પાંચમા સ્થાને રોમારિયો શેફર્ડ છે. આ બધા બોલરે 3-3 વિકેટ લીધી છે.પરંતુ રેન્કિગના સરેરાશથી જૈકબ ડફીની સરેરાશ 7.33 છે.

આઈપીએલ 2026 પર્પલ કેપ લિસ્ટ

  • જૈકબ ડફી – 3 વિકેટ ,રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
  • પ્રસિદ્ધ કૃષ્ણા – 3 વિકેટ, ગુજરાત ટાઈટન્સ
  • વિજય કુમાર વિષાક- 3, વિકેટ પંજાબ કિંગ્સ
  • શાર્દુલ ઠાકુર – 3 વિકેટ, મુંબઈ ઈન્ડિયન્સ
  • રોમારિયો શેફર્ડ – 3 વિકેટ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

તમને જણાવી દઈએ કે,IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને ઓરેન્જ કેપ અને સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે. આ બંન્નેનું લિસ્ટ ફાઈનલ સુધી ઉપર નીચે થતું રહે છે. આઈપીએલના ફાઈનલના દિવસે આ એવોર્ડ વિજેતા ખેલાડીને આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આજે લખનૌમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ છે, આ બંન્નેમાંથી જે ખેલાડી સૌથી રન અને સૌથી વધારે વિકેટ લેેશે તે પ્રમાણે તેમાંથી આ લિસ્ટમા સ્થાન લઈ શકે છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે.  અહી ક્લિક કરો

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">