AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજસ્થાન રોયલ્સને પહેલી હાર સાથે મોટો ઝટકો લાગ્યો, સનરાઇઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી

આઈપીએલના પોઈન્ટ ટેબલમાં ખુબ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સને આ વર્ષેની પહેલી હારનો સામનો કરવો પડી રહ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદે 2 મેચ જીતી ટોપ 4માં સ્થાન પાક્કું કર્યું છે.

Breaking News : રાજસ્થાન રોયલ્સને પહેલી હાર સાથે મોટો ઝટકો લાગ્યો, સનરાઇઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી
| Updated on: Apr 14, 2026 | 9:46 AM
Share

આઈપીએલના પોઈન્ટ ટેબલમાં ખુબ મોટો ફેરફાર જોવા મળ્યો છે. એક એક મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ફેરફાર થાય છે. આ વચ્ચે રાજસ્થાન રોયલ્સે આ વર્ષની પોતાની પહેલી હારનો સામનો કરવો પડ્યો છે. જેનાથી તેને ખુબ મોટું નુકસાન થયું છે. તો સનરાઈઝર્સ હૈદરાબાદે વધુ એક મેચ જીતી પોઈન્ટ ટેબલમાં લાંબી છલાંગ લગાવી છે. આઈપીએલની 21મી મેચ બાદ શું ફેરફાર થયો ચાલો તેના પર નજર કરીએ.

હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સે 57 રનથી હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં સોમવારે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. આંકડાના હિસાબથી રાજસ્થાનની ટીમ જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી પરંતુ હૈદરાબાદે શાનદાર પ્રદર્શન કરી મેચ પોતાને નામ કરી હતી. પહેલા બેટિંગ કરી હૈદરાબાદની ટીમે 6 વિકેટ પર 216 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ રાજસ્થાનની બેટિંગ આવી તો ટીમને શરુઆતમાં ખુબ મોટા ઝટકા લાગ્યા હતા. ટીમ માત્ર 159 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન રોયલ્સે 57 રનથી હરાવ્યું હતુ.

રાજસ્થાન રોયલ્સની ટીમ પહેલા નંબર પર

આ હાર બાદ રાજસ્થાન રોયલ્સની ટીમે 2 પોઈન્ટ ગુમાવ્યા છે. તેમજ તેના રનરેટમાં પણ ખુબ મોટું નુકસાન થયું છે. રાજસ્થાન રોયલ્સ પાસે હવે 5 મેચમાં 8 પોઈન્ટ છે. પરંતુ નેટ રન રેટમાં નુકસાનથયું છે. પંજાબ કિંગ્સની ટીમે 4 મેચ રમી 3માં જીત મેળવી છે. તેની પાસે 7 પોઈન્ટ છે. આરસીબીની ટીમે 4 મેચ રમી છે. 3 મેચમાં જીત મેળવી છે. તેની પાસે 6 પોઈન્ટ છે. તે હજુ ત્રીજા નંબર પર છે.

સનરાઈઝર્સની ટોપ 4માં એન્ટ્રી

આ વચ્ચે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે લાંબી છલાંગ લગાવી છે. તેમજ સીધા નંબર 4 પર પહોંચી છે. સારા નેટ રન રેટના કારણે હૈદરાબાદની ટીમ ટોપ 4માં છે. દિલ્હી કેપિટલ્સ,ગુજરાત ટાઈટન્સ અને લખૌન પાસે પણ 4 પોઈન્ટ છે.

આ ટીમનું હજુ ખાતું ખોલ્યું નથી

વાત જો પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહેલી ટીમની આવે તો મુંબઈ ઈન્ડિયન્સ અને સીએસ કે પાસે હજુ 2 પોઈન્ટ છે. આ ટીમ 8 અને નવમાં નંબર પર છે. કેકેઆરની ટીમ હજુ નંબર 10 પર સંધર્ષ કરી રહી છે. કેકેઆરે 4 મેચ રમી છે પરંતુ એક પણ મેચ જીતી નથી. એક મેચ વરસાદના કારણે રમાઈ ન હતી. જેના કારણે તેને એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો. હજુ ટીમ પહેલી જીતની રાહ જોઈ રહી છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
ભારતમાં વર્ષ 2026ના ચોમાસાને લઈ ચિંતાજનક અનુમાન
ભારતમાં વર્ષ 2026ના ચોમાસાને લઈ ચિંતાજનક અનુમાન
નાણાકીય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, થાક અને તણાવમાંથી રાહત મળશે
નાણાકીય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, થાક અને તણાવમાંથી રાહત મળશે
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">