AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રાયન રિકલ્ટને 44 બોલમાં પોતાની પહેલી IPL સદી ફટકારી, 19 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

મુંબઈ ઈન્ડિયન્સનું IPL 2026 માં પ્રદર્શન ખરાબ રહ્યું છે, પણ તેમના કેટલાક ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. જેમાં રાયન રિકલ્ટનનું નામ પણ સામેલ છે. ડી કોકની ઈજા બાદ ટીમમાં ફરી સામેલ થયેલ રાયન રિકલ્ટને IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સ માટે આ ત્રીજી સદી છે. રાયન રિકલ્ટન પહેલા ક્વિન્ટન ડી કોક અને તિલક વર્માએ પણ આ સિઝનમાં સદી ફટકારી હતી.

Breaking News: રાયન રિકલ્ટને 44 બોલમાં પોતાની પહેલી IPL સદી ફટકારી, 19 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો
Ryan RickeltonImage Credit source: X/IPL
| Updated on: Apr 29, 2026 | 9:36 PM
Share

IPL 2026 ની સિઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ જ ખરાબ રહી છે, પરંતુ તેમના કેટલાક ખેલાડીઓ માટે આ સિઝન સારી રહી છે. આવો જ એક ખેલાડી છે સ્ટાર ઓપનર રાયન રિકલ્ટન, જેણે પોતાની પહેલી IPL સદી ફટકારી હતી. રિકલ્ટને પોતાની ડેબ્યૂ સદી સાથે એક રેકોર્ડ પણ બનાવ્યો. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કોલ-અપ મેળવ્યા પછી રિકલ્ટને માત્ર 44 બોલમાં પોતાની સદી ફટકારી અને મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી ઝડપી IPL સદીનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.

રાયન રિકલ્ટનની સદી

2019 સિઝનની 41મી મેચ દરમિયાન 29 એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રાયન રિકલ્ટનનું વિસ્ફોટક પ્રદર્શન જોવા મળ્યું. ક્વિન્ટન ડી કોકની ઈજાને કારણે આ સિઝનમાં સતત બે મેચ બહાર બેસ્યા બાદ રાયન રિકલ્ટન આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં પાછો ફર્યો. રાયન રિકલ્ટને આ તકનો પૂરો લાભ ઉઠાવ્યો અને વિસ્ફોટક સદી ફટકારીને પોતાની ટીમને મજબૂત શરૂઆત અપાવી.

44 બોલમાં પહેલી IPL સદી

રાયન રિકલ્ટને વિલ જેક્સ સાથે મળીને ટીમને 93 રનની વિસ્ફોટક શરૂઆત અપાવી. તેણે માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. જેક્સના આઉટ થયા પછી પણ રિકલ્ટને સારું પ્રદર્શન ચાલુ રાખ્યું, આખરે તેણે પોતાની પહેલી IPL સદી ફટકારી. તેણે માત્ર 44 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી.

મુંબઈ માટે સૌથી ઝડપી સદી

આ સાથે, તે IPLમાં મુંબઈ માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો. તેણે 2008માં સનથ જયસૂર્યા દ્વારા સ્થાપિત રેકોર્ડ તોડ્યો, જેણે 45 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તિલક વર્માએ પણ આ જ સિઝનમાં 45 બોલમાં સદી ફટકારીને આ રેકોર્ડની બરાબરી કરી હતી.

આ સિઝનમાં સદી ફટકારનાર MIનો ત્રીજો ખેલાડી

રાયન રિકલ્ટન આ સિઝનમાં સદી ફટકારનાર મુંબઈનો ત્રીજો બેટ્સમેન છે. રસપ્રદ વાત એ છે કે, આ વર્ષે MI માટે ત્રણેય સદી ડાબોડી બેટ્સમેનોએ ફટકારી છે. પહેલી સદી ક્વિન્ટન ડી કોકે પંજાબ કિંગ્સ સામે ફટકારી હતી. ત્યારબાદ તિલક વર્માએ ગુજરાત ટાઈટન્સ સામે સદી ફટકારી હતી.

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">