AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: લખનૌનો ચૌધરી કોલકાતા પર ભારે પડ્યો, 9 શોટથી KKRના હાથમાંથી મેચ છીનવી લીધી

IPL 2026 ની 15મી મેચમાં રોમાંચક મુકાબલો જોવા મળ્યો. લખનૌ સુપર જાયન્ટ્સે 182 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને સિઝનની પોતાની બીજી જીત મેળવી. મુકુલ ચૌધરી LSGની જીતનો હીરો સાબિત થયો હતો.

Breaking News: લખનૌનો ચૌધરી કોલકાતા પર ભારે પડ્યો, 9 શોટથી KKRના હાથમાંથી મેચ છીનવી લીધી
Mukul Choudhary Image Credit source: X
| Updated on: Apr 10, 2026 | 12:13 AM
Share

IPL 2026 ની 15મી મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં રોમાંચક મુકાબલો જોવા મળ્યો, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સે છેલ્લી ઓવરમાં જીત મેળવી. યુવા ખેલાડી મુકુલ ચૌધરીએ KKRના હાથમાંથી જીત છીનવી લીધી હતી.

KKR એ 181 રન બનાવ્યા

પ્રથમ બેટિંગ કરતા KKR એ 20 ઓવરમાં 181 રન બનાવ્યા. ફિન એલન માત્ર 9 રન બનાવીને આઉટ થતાં ટીમની શરૂઆત ખરાબ રહી. ત્યારબાદ અજિંક્ય રહાણેએ 24 બોલમાં 41 રનની ઝડપી ઇનિંગ રમી. ત્યારબાદ અંકુશ રઘુવંશીએ 33 બોલમાં 45 રન બનાવ્યા. આ દરમિયાન, કેમેરોન ગ્રીને 24 બોલમાં અણનમ 32 રન અને રોવમેન પોવેલે 24 બોલમાં અણનમ 39 રન બનાવીને સ્કોર 181 સુધી પહોંચાડ્યો.

લખનૌની મજબૂત બોલિંગ

લખનૌના બોલિંગ આલિંક્રમણમાં દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, મણિમારન ​​સિદ્ધાર્થ અને અવેશ ખાનનો સમાવેશ થતો હતો, જેમણે એક-એક વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીને ભલે એક પણ વિકેટ ના મળી, પણ તેણે સૌથી સારી બોલિંગ કરી અને ખૂબ ઓછા રન આપ્યા હતા.

મુકુલ ચૌધરીએ મેચનું પાસું ફેરવી નાખ્યું

182 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે લખનૌની શરૂઆત નબળી રહી. એડન માર્કરામ અને મિશેલ માર્શ વહેલા આઉટ થઈ ગયા. રિષભ પંત અને નિકોલસ પૂરન પણ લાંબો સમય ટકી શક્યા નહીં. લખનૌનો સ્કોર 15.6 ઓવરમાં 128/7 હતો અને મેચ KKR ની તરફેણમાં જતી દેખાઈ રહી હતી. પરંતુ ત્યાંથી મુકુલ ચૌધરીએ શાનદાર બેટિંગ કરી. મુકુલ ચૌધરીએ માત્ર 27 બોલમાં અણનમ 54 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને સાત છગ્ગાનો સમાવેશ થાય છે. આ નવ શોટ્સે KKRની હાર પર મહોર લગાવી. આયુષ બદોનીએ પણ 34 બોલમાં 54 રનની શાનદાર ઇનિંગ રમી.

મુકુલ ચૌધરી કોણ છે?

રાજસ્થાનનો 21 વર્ષીય યુવા ખેલાડી મુકુલ ચૌધરી ₹30 લાખની બેઝ પ્રાઈઝ સાથે હરાજીમાં ઉતાર્યો હતો અને લખનૌએ તેને 2.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વિકેટકીપર અને બેટ્સમેન હોવા ઉપરાંત, તે એક ઝડપી બોલર પણ છે. મુકુલ મોટા શોટ ફટકારવા માટે પણ ફેમસ છે, અને આજે તેણે તે જ સાબિત કર્યું.

Breaking News: IPLમાં હારેલી મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ છે? ટોપ 5 માં ભારતના સુપરસ્ટાર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">