AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPL 2026 ફાઈનલમાં RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સની ટક્કર થઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ગુજરાત ટાઈટન્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: IPL 2026 ફાઈનલમાં RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
RCB vs GT IPL 2026 Final
| Updated on: May 31, 2026 | 7:19 PM
Share

IPL 2026 માં આજે સિઝનના ફાઈનલ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે GT આજની મેચમાં પહેલા બેટિંગ કરશે. GT અને RCB બંને ટીમ ફાઈનલ જીતી બીજીવાર ટ્રોફી જીતવા પ્રયાસ કરશે.

રજત પાટીદારે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. રજત પાટીદારે કહ્યું કે અમે પહેલા બોલિંગ કરીશું. વિકેટ સારી લાગી રહી છે. બહુ બદલાશે એવું નથી લાગતું. ગયા વર્ષની ઘણી યાદો છે. આ મેચ જીતવા માટે અમે શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. વર્તમાનમાં રહેવું મહત્વપૂર્ણ છે. આ સ્ટેડિયમમાં રમવાનું હંમેશા ગમે છે. અમે આજની મેચમાં ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો.

શુભમન ગિલે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે અમે પહેલા બેટિંગ કરવાનું જ વિચારી રહ્યા હતા. અહીં અમે સિઝનની ત્રીજી ત્રીજી મેચ રમી રહ્યા છીએ. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ફાઈનલ રમવાનો ઉત્સાહ છે. અમે આજની ફાઈનલમાં ટીમમાં એક ફેરફાર કર્યો છે. સાઈ કિશોરની જગ્યાએ અરશદ ખાન આજની મેચમાં રમશે.

ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ ઈલેવન

સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકિપર), વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, કાગીસો રબાડા, અરશદ ખાન, મોહમ્મદ સિરાજ.

ઈમ્પેક્ટ સબ્સ: પ્રસિદ્ધ કૃષ્ણા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, સાઈ કિશોર.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઈંગ ઈલેવન

વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકિપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારીયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, જોશ હેઝલવુડ, રસિક સલામ દાર.

ઈમ્પેક્ટ સબ્સ: વેંકટેશ અય્યર, કનિષ્ક ચોહાણ, સ્વપ્નિલ સિંહ, અભિનંદન સિંઘ, જોર્ડન કોક્સ.

Breaking News: “यत्र प्रतिभा अवसरा प्राप्नोतिहि”… IPL ટ્રોફી પર લખેલા આ સંસ્કૃત શ્લોકનો અર્થ શું છે?

Follow Us
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
દ્વારકામાં વારંવાર વીજપૂરવઠો ખોરવાતા ખેડૂતોનો ભભુક્યો રોષ
દ્વારકામાં વારંવાર વીજપૂરવઠો ખોરવાતા ખેડૂતોનો ભભુક્યો રોષ
સુરત ન્યુ કોર્ટને બોમ્બની ઉડાવવાની આપી ધમકી,જુઓ Video
સુરત ન્યુ કોર્ટને બોમ્બની ઉડાવવાની આપી ધમકી,જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">