AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: “यत्र प्रतिभा अवसरा प्राप्नोतिहि”… IPL ટ્રોફી પર લખેલા આ સંસ્કૃત શ્લોકનો અર્થ શું છે?

IPLમાં વિજેતા ટીમને એક ચમકતી ટ્રોફી મળે છે. પંરતુ શું તમે જાણો છો આ ટ્રોફીની મધ્યમાં સંસ્કૃતમાં એક સંદેશ છે, જેનો અર્થ ઘણા લોકો જાણતા નથી. ચાલો જાણીએ IPL ટ્રોફી પર શું લખ્યું છે અને તેનો અર્થ શું છે?

Breaking News: यत्र प्रतिभा अवसरा प्राप्नोतिहि...  IPL ટ્રોફી પર લખેલા આ સંસ્કૃત શ્લોકનો અર્થ શું છે?
sanskrit shlok on IPL trophyImage Credit source: X
| Updated on: May 31, 2026 | 6:17 PM
Share

IPL 2026 નું કાઉન્ટડાઉન પૂરું થઈ ગયું છે, અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચેનો ટાઈટલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવાનો છે. વિજેતા ટીમને ચમકતી IPL ટ્રોફી મળશે. તમે કદાચ આ કરોડપતિ લીગની ચમકતી ટ્રોફી ઘણી વખત જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે આ ટ્રોફીની મધ્યમાં સંસ્કૃતમાં લખાયેલ એક સંદેશ છે, અને તેનો અર્થ શું છે?

ટ્રોફી પર શું લખ્યું છે અને તેનો અર્થ શું છે?

IPL ટ્રોફીના મધ્યમાં સંસ્કૃતમાં એક વાક્ય છે, જે સુવર્ણ અક્ષરોમાં લખાયેલું છે: “યત્ર પ્રતિભા અવસર પ્રાપ્નોતિહિ.” વિશ્વની સૌથી જૂની ભાષાઓમાંની એક સંસ્કૃતમાં આ વાક્યનો સરળ અને સુંદર અનુવાદ “જ્યાં પ્રતિભાને તક મળે છે” થાય છે. આ ફક્ત ટ્રોફી પરનું એક વાક્ય નથી, તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની સત્તાવાર ટેગલાઈન અને સૂત્ર પણ છે.

ત્રણ વર્ષ બાદ ટ્રોફીની ડિઝાઈન બદલવામાં આવી

જ્યારે BCCI એ 2008 માં આ ટુર્નામેન્ટ શરૂ કરી હતી, ત્યારે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને વિશ્વભરના યુવા અને અનકેપ્ડ ખેલાડીઓને ફેમસ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે રમાડીને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. નોંધનીય છે કે IPL ના પહેલા ત્રણ વર્ષ (2008, 2009 અને 2010) માં ટ્રોફી હાલની ટ્રોફીથી અલગ હતી. પહેલા ત્રણ વર્ષ ભારતના નકશાવાળી ટ્રોફી હતી. જોકે, 2011 માં BCCI એ લીગને વૈશ્વિક સ્ટારડમ અને આધુનિક દેખાવ આપવા માટે ટ્રોફીને ફરીથી ડિઝાઈન કરી. 2011 થી તે જ ડિઝાઈનવાળી ટ્રોફી વિજેતાને આપવામાં આવે છે.

બીજી વખત IPL ટ્રોફી જીતવાની તક

આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઈટન્સ (GT) પાસે ઈતિહાસ રચવાની તક છે. બંને ટીમો પાસે બીજી વખત IPL ટ્રોફી જીતવાની તક છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તેનું સતત બીજું ટાઈટલ પણ જીતી શકે છે. ફક્ત બે જ ટીમો સતત બે વાર ચેમ્પિયન બની શકી છે. આ મેચ રોમાંચક અને ઐતિહાસિક બનવાની પૂરી શક્યતા છે.

Breaking News: IPL 2026 ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, અમદાવાદ એરપોર્ટનો વીડિયો વાયરલ

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
g clip-path="url(#clip0_868_265)">