AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: RCB vs GT ફાઈનલ માત્ર સંયોગ નથી, 2022 થી IPLની સૌથી સફળ બે ટીમો છે બેંગલુરુ-ગુજરાત

IPL 2026 ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સની ટક્કર થશે. RCB vs GT ફાઈનલ માત્ર સંયોગ નથી. લીગ સ્ટેજથી લઈ ફાઈનલ સુધી બંને આ સિઝનની ટોપ 2 ટીમો રહી છે અને ફક્ત આ સિઝન જ નહીં પણ છેલ્લા પાંચ સિઝનથી RCB અને GT સતત સારું પ્રદર્શન કરી રહી છે અને સૌથી વધુ મેચ જીતી છે.

Breaking News: RCB vs GT ફાઈનલ માત્ર સંયોગ નથી, 2022 થી IPLની સૌથી સફળ બે ટીમો છે બેંગલુરુ-ગુજરાત
RCB vs GTImage Credit source: X/PTI
| Updated on: May 30, 2026 | 7:57 PM
Share

IPL 2026 સિઝનના ટાઈટલ માટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ (RCB vs GT) વચ્ચે ટક્કર થશે. રવિવાર, 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી ફાઈનલમાં ચેમ્પિયન કોણ બનશે તે નક્કી થશે. બંને ટીમોએ આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને સિઝનની ટોપ 2 ટીમ રહી. હવે બંને ટીમ ચેમ્પિયન બનવાની દાવેદાર છે. જોકે માત્ર આ આ સિઝનમાં જ નહીં, પણ સતત પાંચ સિઝનમાં બેંગલુરુ અને ગુજરાત IPLની સૌથી સફળ ટીમો રહી છે અને સૌથી વધુ મેચ જીતી છે. જેના કારણે બંને ફાઈનલમાં ટકરાઈ રહ્યા છે.

RCB-GT નો IPL 2026 માં શાનદાર રેકોર્ડ

ડિફેન્ડિંગ ચેમ્પિયન બેંગલુરુએ 14 લીગ સ્ટેજ મેચોમાંથી નવ જીતી પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર રહી IPL 2026 પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું. તેમણે ક્વોલિફાયર 1 માં ગુજરાત ટાઈટન્સને હરાવીને સીધો ફાઈનલમાં પ્રવેશ કર્યો. ગુજરાત ટાઈટન્સને પણ બેંગલુરુ જેટલી જ લીગ મેચો જીતી અને બીજા સ્થાને રહીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું. ક્વોલિફાયર 1 માં RCB સામે હાર્યા બાદ ગુજરાતે ક્વોલિફાયર 2 માં રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું.

2022 થી બંને ટીમો સતત સારું પ્રદર્શન

બંને ટીમોની ફાઈનલમાં પહોંચવાની શક્યતા મુખ્યત્વે આ સિઝનમાં તેમના પ્રદર્શન પર આધારિત છે, પરંતુ બંને ટીમો 2022 થી સતત સારું પ્રદર્શન કરી રહી છે, જેના કારણે ટીમોમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને તેમની વ્યૂહરચનામાં સુધારો થયો છે. ગુજરાતે 2022 માં IPL માં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી 76 મેચ રમી છે. GT એ સૌથી વધુ 47 મેચ જીતી છે, જ્યારે ફક્ત 29 મેચ હારી છે. એકંદરે, ટીમની જીતની ટકાવારી 61.8 ટકા છે.

પાંચ સિઝનમાં સૌથી સફળ IPL ટીમો

તેવી જ રીતે, 2022 માં ગુજરાતના IPL ડેબ્યૂ પછી બેંગલુરુએ પણ ફક્ત 76 મેચ રમી છે. ત્યારથી, ટીમે 44 મેચ જીતી છે અને 31 હારી છે. આમ, RCB એ તેમની 57.8 ટકા મેચ જીતી છે. આ આંકડા GT અને RCB બંનેને આ પાંચ સિઝનમાં સૌથી સફળ IPL ટીમો બનાવે છે.

કઈ ટીમ તેનું બીજું ટાઈટલ જીતશે?

પણ આટલું જ નહીં, ગુજરાતે આ પાંચમાંથી ચાર સિઝનમાં પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે અને ત્રીજી વખત ફાઈનલમાં પહોંચ્યું છે. GT એ તેની ડેબ્યૂ સિઝનમાં પણ ટાઈટલ જીત્યું હતું. RCBની વાર્તા પણ અલગ નથી. RCBએ પણ આ પાંચમાંથી ચાર સિઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું, અને સતત બીજી વખત ફાઈનલમાં રમી રહી છે. ગયા સિઝનમાં, RCB એ તેના IPL ટાઈટલના દુકાળનો અંત લાવ્યો હતો. હવે, એ જોવાનું બાકી છે કે બંને ટીમોમાંથી કઈ ટીમ તેનું બીજું ટાઈટલ જીતે છે.

Breaking News: IPL 2026 ફાઈનલમાં RCB-ગુજરાત આમને-સામને, જાણો હેડ-ટુ-હેડમાં કોનો છે દબદબો?

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">